ETV Bharat / city

કડકડતી ઠંડીની વચ્ચે ભવનાથ મંડળના સાધુ-સંતોએ ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ કરી

જૂનાગઢમાં ગરવા ગિરનારના (Girnar) ખોળામાં યોજાયેલી લીલી પરિક્રમા (Lili Parikrama) આજે મધ્ય રાત્રિએ પૂર્ણ થશે. પુણ્યનું ભાથું બાંધવા મોટી સંખ્યામાં ભાવિકો પરિક્રમા કરવા આવે છે. ત્યારે આ વર્ષે ભવનાથના સંન્યાસીઓ (The ascetics of Bhavnath) અને અન્ય સાધુ-સંતોએ પણ લીલી પરિક્રમા (Lili Parikrama) કરીને પરિક્રમાને વિધિવત રીતે પૂર્ણ કરી છે.

કડકડતી ઠંડીની વચ્ચે ભવનાથ મંડળના સાધુ-સંતોએ ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ કરી
કડકડતી ઠંડીની વચ્ચે ભવનાથ મંડળના સાધુ-સંતોએ ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ કરી
author img

By

Published : Nov 20, 2021, 3:16 PM IST

Updated : Nov 20, 2021, 3:33 PM IST

  • કારતક સુદ પૂનમ દેવ દિવાળીના દિવસે વિધિવત્ રીતે પૂર્ણ થઈ ગિરનારની લીલી પરિક્રમા (Girnar Lili Parikrama)
  • ભવનાથ મંડળના સાધુ-સંતો, નાગા સંન્યાસીઓએ કરી ગિરનારની લીલી પરિક્રમા (Girnar Lili Parikrama)
  • સાધુ-સંતો અને નાગા સંન્યાસીઓ માટે ગિરનારની પરિક્રમાનું (Girnar Parikrama) છે ખૂબ ધાર્મિક મહત્ત્વ

જૂનાગઢઃ ગરવા ગિરનારના (Girnar) ખોળામાં યોજાયેલી લીલી પરિક્રમા (Lili Parikrama) આજે મધ્ય રાત્રિએ પૂર્ણ થશે. પુણ્યનું ભાથું બાંધવા મોટી સંખ્યામાં ભાવિકો પરિક્રમા કરવા આવે છે. ત્યારે આ વર્ષે ભવનાથના સંન્યાસીઓ (The ascetics of Bhavnath) અને અન્ય સાધુ-સંતોએ પણ લીલી પરિક્રમા (Lili Parikrama) કરીને પરિક્રમાને વિધિવત રીતે પૂર્ણ કરી છે. હેવાય છે કે, ગિરનાર પર્વતમાં (Girnar mountain) 33 કોટી દેવીદેવતાઓનો આજે પણ વાસ છે. ત્યારે નાગા સંન્યાસીઓ અને અન્ય સાધુ-સંતોએ પરિક્રમા કરીને પુણ્યનું ભાથું બાંધી પોતાના ધર્મ પથ પર ચાલવા માટે ગુરુદત અને દેવાધિદેવ મહાદેવ શક્તિ પ્રદાન કરે તેવી ભાવના સાથે આજે પરિક્રમાને વિધિવત રીતે પૂર્ણ કરી હતી.

આ પણ વાંચો- જૂનાગઢની લીલી પરિક્રમા રાજસ્થાનથી ઢોલક વેચવા આવેલા વેપારીઓ માટે મોંઘી સાબિત થઈ, આવકમાં થયો ધરખમ ઘટાડો

જંગલના માર્ગે ચાલી સાધુ-સંતોએ પૂર્ણ કરી પરિક્રમા

લીલી પરિક્રમા (Lili Parikrama) આજે મધ્યરાત્રિથી વિધિવત રીતે પૂર્ણ થાય છે. કારતક સુદ અગિયારસની મધ્યરાત્રિએ પરિક્રમાની શુભ શરૂઆત થાય છે, જે પૂનમ એટલે કે દેવદિવાળીની મધ્ય રાત્રિના સમયે પૂર્ણ થાય છે. આ પરિક્રમામાં ભાગ લેવો એ પ્રત્યેક જીવ માટે ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવે છે. આદિઅનાદિ કાળથી યોજાતી પાવનકારી લીલી પરિક્રમા (Lili Parikrama) આજે પણ ધર્મના પ્રતીક સમાન સતત યોજાતી આવે છે. આ પરિક્રમામાં મોટી સંખ્યામાં સમગ્ર દેશ અને દુનિયામાંથી આવેલા ભાવિકો હાજરી આપે છે અને 36 કિલોમીટર જંગલના માર્ગ પર પગપાળા ચાલીને પરિક્રમા પૂર્ણ કરે છે. સાથે જ જીવન માટે ભવભવના ભાથા સમાન પરિક્રમાને પૂર્ણ કરીને પોતાની જાતને ધન્ય કરી હતી.

કારતક સુદ પૂનમ દેવ દિવાળીના દિવસે વિધિવત્ રીતે પૂર્ણ થઈ ગિરનારની લીલી પરિક્રમા (Girnar Lili Parikrama)

આ પણ વાંચો- Lili Parikrama 2021:ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન વન ભોજન બનાવીને માણતા પરિક્રમાર્થીઓ

સાધુ-સંતોએ પરિક્રમાને પાવનકારી બનાવી

ગિરનારની લીલી પરિક્રમા (Girnar Lili Parikrama) સાધુ-સંતો માટે પણ ખૂબ જ વિશેષ અને ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. કહેવાય છે કે, શિવના સૈનિક એવા નાગા સંન્યાસી પરિક્રમામાં અચૂકપણે ભાગ લેતા હોય છે. આ સંન્યાસીની સાથે કોઈ પણ સાધુ-સંત અને સંન્યાસમાં રહેતા સંતો માટે આ પરિક્રમા પણ એટલી જ મહત્ત્વ ધરાવે છે. ભવનાથમાં આવેલા નાગા સંન્યાસીઓ અને અન્ય આશ્રમ અને અખાડાના ગાદીપતિ ગરવા ગિરનારની લીલી પરિક્રમા પગપાળા પૂર્ણ કરીને ગુરુદત્ત મહારાજની કૃપા તેમ જ દેવાધિદેવ મહાદેવ તેમના સંપ્રદાયને આગળ ધપાવવા શક્તિ પ્રદાન કરે તેવા આશય સાથે પરિક્રમાને પૂર્ણ કરી હતી, જેમાં ભવનાથ સાધુમંડળના સંન્યાસીઓ અને નાગા સાધુ-સંતોએ પણ ભાગ લઈને પરિક્રમાને પાવનકારી બનાવી હતી.

સાધુ-સંતો અને નાગા સંન્યાસીઓ માટે ગિરનારની પરિક્રમાનું (Girnar Parikram

Last Updated : Nov 20, 2021, 3:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.