- માધુપુર ગીર ગામમાં સિંહે કર્યો ખેતમજૂરનો શિકાર
- બકરીને બચાવવા જતો ખેત મજૂરી શિકારનો ભોગ બન્યો
- શુક્રવારે રાત્રે માધુપુર ગીર વિસ્તારમાં બની ઘટના
જૂનાગઢઃ માધુપુર ગીર વિસ્તારમાં શુક્રવારે રાત્રે સિંહ બકરીનો શિકાર કરવા આવ્યો હતો, પરંતુ બકરીને બચાવવા જતા ખેત મજૂરનો સિંહે શિકાર કરી લીધો હતો. આ અંગે મળતી વિગત અનુસાર, માધુપુર ગીર ગામમાં શુક્રવારે રાત્રે સિંહ શિકાર કરવા માધુપુર ગામમાં આવ્યો હતો. અહીં તે બકરીનો શિકાર કરી રહ્યો હતો. તે દરમિયાન બકરીને બચાવવા ખેત મજૂર વચ્ચે પડતા સિંહે બકરીને છોડીને ખેત મજૂરનો શિકાર કર્યો હતો, જેને લઈને નાના એવા માધુપુર ગીર ગામમાં ભારે હડકંપ મચી જવા પામ્યો છે
![](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11684884_sinh_a_7200745.jpg)
આ પણ વાંચોઃ જામનગરમાં વધુ એક યુવકને લૂંટેરી દુલહને શિકાર બનાવ્યો
વનવિભાગે સિંહને પાંજરે પૂર્યો
આ સમગ્ર મામલાને લઈને મુખ્ય વન્ય સંરક્ષક પ્રાણી વર્તુળ ડો. દુષ્યંત વસાવડાનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે સમગ્ર ઘટના શુક્રવારે બની હોવાની પુષ્ટી કરી હતી. ત્યારબાદ વન વિભાગના કર્મચારીઓએ ખેત મજૂરનો શિકાર કરનાર સિંહને પાંજરે પણ પૂરી લેવામાં સફળતા મેળવી છે. આગામી દિવસોમાં ખેડૂતો સિંહની રંજાડથી મુક્ત થાય તેને લઈને પણ વન વિભાગ સતર્ક અને ચોક્કસ જોવા મળશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો
![](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11684884_sinh_b_7200745.jpg)
આ પણ વાંચોઃ કોર્બેટ નેશનલ પાર્કમાં લંગૂરે વાઘણને આપી થાપ
કેરીની સિઝન વચ્ચે ખેતમજૂરોમાં ચિંતાનો માહોલ
એક તરફ કેરીની સીઝન બે-ચાર દિવસમાં જ પૂરજોશમાં શરૂ થતી જોવા મળશે. હવે પછીનો દોઢ મહિનો આંબાવાડીઓમાં ખેડૂતોને ખેત મજૂરની ચહલપહલથી એકદમ જીવંત બનતો જોવા મળશે. આ દરમિયાન આંબાવાડિયામાં લોકોને ખૂબ અવરજવર હોય છે. આવા સમયે સિંહે ખેત મજૂરનો શિકાર કર્યો છે. તેને લઈને ખેત મજૂરોમાં અને આંબાવાડિયાને માલિકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.