- ETV ભારતનું રિયાલિટી ચેકિંગ
- જૂનાગઢની માંગનાથ બજારમાં કરાયુ રિયાલિટી ચેકિંગ
- ગ્રાહકો જોવા મળ્યા માસ્ક અને સામાજિક અંતર સાથે
જૂનાગઢઃ દિવાળી બાદ લગ્નસરાની સિઝન શરૂ થઇ રહી છે. ત્યારે ETV ભારત દ્વારા ખરીદીને લઈને રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં ખરીદી વખતે ગ્રાહકોમાં માસ્કને લઈને કેટલી જાગૃતિ છે, તે અંગે શુક્રવારે શહેરના હાર્દ સમાન માંગનાથ વિસ્તારમાં ચેક કર્યું હતું. જેમાં બજારમાં ખરીદી માટે આવેલી પ્રત્યેક મહિલાઓ માસ્ક સાથે જોવા મળી હતી
જૂનાગઢની મહિલા ગ્રાહકો જોવા મળી સાવચેત
કોરોના કાળ બાદ લોકોમાં સ્વાસ્થય અંગે સાવચેતી જોવા મળી છે. કોરોનાના પગલે લોકડાઉન બાદ અનલોક તબક્કાઓમાં આપવામાં આવેલી છુટછાટોમાં અનેક ધંધા રોજગાર ચાલુ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ તહેવાર અને લગ્નની સિઝનમાં ખરીદી કરવા ઘરની બહાર નીકળતી વખતે પ્રત્યેક મહિલા માસ્કને લઈને સજાગ જોવા મળી છે. દુકાનદારો પણ માસ્ક અને સેનેટાઇઝર ફરજિયાત બનાવી રહ્યા છે. તો કોરોના સંક્રમણને ટાળવા માટે જૂનાગઢની મહિલાઓ સાવચેતી સાથે સજાગ પણ જોવા મળી છે.
ETV ભારતના રિયાલીટી ચેકમાં જૂનાગઢની મહિલાઓ ઉત્તીર્ણ
કોરોના સંક્રમણને કારણે ETV ભારતે શુક્રવારે રિયાલિટી ચેક હાથ ધર્યુ હતું. જેમાં દિવાળી અને ત્યાર બાદ શરૂ થતા લગ્નસરાની સિઝન માટે બજારોમાં ખરીદીનો ધમધમાટ ધીમે ધીમે જોવા મળી રહ્યો છે. ત્યારે બજારમાં ખરીદી કરવા માટે આવતા પ્રત્યેક ગ્રાહકો કોરોના સંક્રમણને ટાળવા માટે કેટલા સાવચેત છે? તેને લઈને રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ શહેરના હાર્દ સમા માંગનાથ બજારમાં ખરીદી કરવા માટે આવતા પ્રત્યેક ગ્રાહકો માસ્ક સાથે જોવા મળ્યા હતા.
દુકાનદારોની પહેલ: માસ્ક, સેનીટાઇઝર અને સામાજિક અંતર ફરજિયાત
જ્યાંરથી અનલોક તબક્કો શરૂ થયો છે, ત્યારથી નાની મોટી તમામ દુકાનોમાં માસ્ક સેનેટાઈઝર અને સામાજિક અંતર જેવી વ્યવસ્થા શહેરના પ્રત્યેક દુકાનદારોએ કેટલાક મહિનાઓથી અમલમાં મૂકી છે. જેનું ચુસ્તપણે પાલન પણ કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ દિવાળી અને ત્યારબાદ લગ્નસરાની સિઝન માટે બજારમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરની માંગનાથ બજારમાં ખરીદી માટે આવતી મોટાભાગની ગ્રાહક મહિલાઓ કોરોના સંક્રમણને લઈને સતેજ અને સાવચેત જોવા મળી હતી. દુકાનદારોએ પણ ફરજિયાત પણે માસ્ક અને સેનેટાઈઝીંગને અમલમાં મૂક્યું છે. દુકાનમાં ખરીદી કરવા માટે આવતી પ્રત્યેક મહિલાઓના હાથ સેનેટાઈઝ કર્યા બાદ જ તેમને આગળની ખરીદી કરવા માટે મંજૂરી આપવામાં આવે છે.