જૂનાગઢ શહેરમાં 'ક્યાર' વાવાઝોડાની અસર દેખાવવાની શરૂ થઇ ચૂકી છે. 'ક્યાર'ના કારણે ગીર તળેટીના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો અને ત્યારબાદ વરસાદ શરૂ થઇ ગયો હતો. વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકશાન થવાની ભીતિ રહેલી છે.
જૂનાગઢમાં છેલ્લા બે દિવસના વાદળછાયા વાતાવરણ બાદ મંગળવારે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોનો તૈયાર મગફળીના પાકને નુકશાન થવાની આશંકા સેવાઇ રહી છે. જેને લઇને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, મગફળીને તૈયાર કરવામાં ખેડૂતો દિવસ-રાત એક કરીને 5 મહિના મહેનત કરતા હોય છે. તેવામાં કમોસમી વરસાદ થવાથી જગતના તાતની મહેનત પર પાણી ફરી વળ્યું છે.