ETV Bharat / city

Tabaco Free: જૂનાગઢના વ્યસનીઓ માટે કોરોના કઈ રીતે આશીર્વાદરૂપ બન્યો? જુઓ - કોરોના આશીર્વાદરૂપ

એક તરફ સમગ્ર દેશમાં કોરોનાના કારણે વિપરીત પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે જૂનાગઢમાં વ્યસનીઓ માટે કોરોના આશીર્વાદરૂપ સાબિત થયો છે. કારણ કે, અહીં કોરોનાના કારણે પાન, મસાલાની દુકાન બંધ હોવાથી હવે વ્યસનીઓ વ્યસનમુક્ત બની રહ્યા છે.

Tabaco Free: જૂનાગઢના વ્યસનીઓ માટે કોરોના કઈ રીતે આશીર્વાદરૂપ બન્યો? જુઓ

author img

By

Published : Jun 23, 2021, 9:09 AM IST

  • જૂનાગઢના વ્યસનીઓ બન્યા વ્યસનમુક્ત (Tabaco Free)
  • કોરોનાના કારણે પાન, મસાલાની દુકાન બંધ હોવાથી લોકોનું વ્યસન છૂટ્યું
  • જૂનાગઢમાં અનેક લોકોએ વ્યસનને કહ્યું અલવિદા

જૂનાગઢઃ કોરોના કાળ સમગ્ર વિશ્વ માટે ખૂબ જ ચિંતાજનક બની રહ્યો હતો. આવા કપરા અને વિપરીત સમયમાં અનેક લોકો આર્થિક માનસિક અને શારીરિક રીતે ખૂબ જ નાસીપાસ થતા જોવા મળ્યા હતા. વિશ્વમાં કેટલાય લોકોએ કોરોનાના કારણે કારણે પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો હતો. ત્યારે સમગ્ર વિશ્વને આફતમાં મૂકનાર કોરોના સંક્રમણ કાળ કેટલીક હદે સમાજ માટે સારો પણ સાબિત થયો છે. તેવા અહેવાલો હવે મળી રહ્યા છે. જૂનાગઢમાં કેટલાય લોકો પાન, માવા, મસાલા અને ગુટખાનું વ્યસન છોડીને આજે નિર્વ્યસની બની રહ્યા છે. આ કોરોના સંક્રમણ કાળની સૌથી સુખદ યાદ સમગ્ર વિશ્વ માટે બની રહી છે

જૂનાગઢના વ્યસનીઓ માટે કોરોના કઈ રીતે આશીર્વાદરૂપ બન્યો? જુઓ

આ પણ વાંચો- જામનગરમાં નશાબંધી સપ્તાહની પૂર્ણાહુતિ, STના કર્મચારીઓને વ્યસનમુક્ત રહેવા અનુરોધ કરાયો

કોરોના જેવા કપરા કાળમાં લોકો આરોગ્યને લઇને બન્યા સતેજ

વિશ્વને એક ઝાટકે હચમચાવી નાખનાર કોરોના કાળમાં અનેક લોકો નિર્વ્યસની બનતા જોવા મળતા હતા. વર્ષ 2020 પહેલા વ્યસનમુક્તિ અભિયાન ચલાવતા તબીબોને ત્યાં જૂજ અને એક કે બે દર્દીઓ તમાકુ કે અન્ય વ્યસન છોડવા સલાહ અને સારવાર લેવા માટે આવતા હતા, પરંતુ છેલ્લા દોઢ વર્ષમાં વ્યસનમુક્ત થવાની સલાહ અને તેની સારવાર માટે આવનારા દર્દીઓને સંખ્યામાં અચાનક ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે, જેને કોરોના સંક્રમણ કાળની સૌથી હકારાત્મક અસર તરીકે માનવામાં આવી રહી છે. જે લોકો તમાકુ ગુટખા પાન-મસાલા અને અન્ય વ્યસનો ધરાવતા હતા. તે પૈકીના 40 ટકા કરતાં વધુ વ્યસનીઓ આજે કોરોનાને કારણે વ્યસનમુક્ત બનીને સમાજ જીવનમાં પરત ફરી રહ્યા છે.

આ પણ વાંચો- નખત્રાણા પોલીસ કચ્છ જિલ્લાના જિયાપર ગામને વ્યસન મુક્ત બનાવશે

કોરોના કાળમાં તમાકુની ખૂબ જ અછતને કારણે પણ કેટલાક લોકો વ્યસનમુક્ત બન્યા

કોરોના કાળમાં સરકાર દ્વારા તમાકુ અને તેની બનાવટની વેચાણ કરતાં તમામ વ્યાપારીક એકમોને તાકીદે બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો, જેને લઇને શરૂઆતના સમયમાં તમાકુના વ્યસનીઓ કોઈ પણ ભોગે તમાકુ મેળવવા માટે તલપાપડ બન્યા હતા, પરંતુ તમાકુ અને તેની અન્ય બનાવટોની સપ્લાય કોરોના સંક્રમણને કારણે બંધ થઈ જતા તમાકુના વ્યસનીઓમાં વ્યાકુળતા જોવા મળી હતી. આ જ કારણે મોટા ભાગના વ્યસનીઓ તમાકુ મુક્ત બન્યા હોવાનું તબીબો પણ માની રહ્યા છે.

તમાકુનું છૂટક વેચાણ કરતાં વેપારીઓએ માન્યું કે વ્યસનીઓ ઘટ્યા

તમાકુના વ્યસનીઓમાં ઘટાડો થયો છે. તેનું સમર્થન પાન, માવા, મસાલા, ગુટખા અને તમાકુનું વેચાણ કરતાં છૂટક વેપારીઓ પણ કરી રહ્યા છેય આજથી બે વર્ષ પહેલા પ્રતિદિન 8થી 10 કિલો સોપારી અને અંદાજિત એકાદ કિલો તમાકુનું માવા, મસાલા અને અન્ય તમાકુની બનાવટમાં વેચાણ કરતાં વેપારીઓ આજે 2 કિલો સોપારી અને 100 ગ્રામ જેટલા તમાકુનું વેચાણ માવા મસાલા અને ગુટખા દ્વારા કરી રહ્યા છે. કોરોના કાળ પહેલા પ્રતિદિન 100 કરતાં વધુ પાન, માવા અને મસાલાનું વેચાણ એક દિવસમાં થતું હતું, જે આજે 2 વર્ષ બાદ પ્રતિદિન 30 થી 40 સુધી પહોંચી ગયું છે. વેચાણનો આ આંકડો તમાકુના વ્યસનીઓમાં ઘટાડો થયો છે તેવું સ્પષ્ટ દર્શાવી આપે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.