ETV Bharat / city

વિશ્વ મેદસ્વિતા નિવારણ દિવસ: જાણો કઈ રીતે જૂનાગઢનાં તબીબ મેદસ્વિતાને અટકાવવાના ઉપાયો અંગે જાગૃતિ ફેલાવી રહ્યાં છે

સમગ્ર વિશ્વ મેદસ્વિતા નિવારણ દિવસની ઉજવણી કરી રહ્યું છે. વર્તમાન સમયમાં ખાવાપીવામાં સતત વધતા જતા જંક ફૂડ અને પરિશ્રમ વિનાનું જીવન જીવવાની આદતોના કારણે મેદસ્વિતા જેવી ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે જૂનાગઢમાં મેદસ્વિતા નિવારણ નિષ્ણાત તબીબ ડો. નીતિ ગઢવી મેદસ્વિતા અંગે જાગતિ ફેલાવી તેને ઘટાડવા માટે કામ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં મેદસ્વિતાનું પ્રમાણ દર વર્ષે ચિંતાજનક રીતે વધી રહ્યું છે.

જૂનાગઢનાં તબીબ કઈ રીતે મેદસ્વિતાને અટકાવવાના ઉપાય અંગે ફેલાવી જાગૃતિ રહ્યાં છે? જુઓ

author img

By

Published : Oct 26, 2021, 9:31 AM IST

  • આજે સમગ્ર વિશ્વમાં મેદસ્વિતા નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે
  • આધુનિક સમયમાં સમસ્યા બની ચૂકેલી મેદસ્વિતા દૂર કરવી ખૂબ જરૂરી
  • સતત બદલાઈ રહેલી જીવનશૈલી આપે છે મેદસ્વિતાને વણજોઈતું આમંત્રણ

જૂનાગઢઃ વર્તમાન સમયમાં ખાવાપીવામાં જંક ફૂડનો વધારો અને પરિશ્રમ વિનાના જીવનના કારણે મેદસ્વિતા જેવી ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. મેદસ્વિતાના કારણે અનેક અસાધ્ય રોગોને પણ નિમંત્રણ મળી રહ્યું છે. તેવામાં મેદસ્વિતાનું પ્રમાણ અને તેને અટકાવવાના ઉપાયો માટે જૂનાગઢના મેદસ્વિતા નિવારણ નિષ્ણાત તબીબ ડો. નીતિ ગઢવી કરી રહ્યા છે. તેમણે ETV Bharat સાથે આ અંગે વિશેષ વાતચીત કરી હતી. સાથે જ તેમણે મેદસ્વિતાથી થતા ગંભીર પ્રકારના રોગો અને મેદસ્વિતાના નિવારણને લઈને વિગતે માહિતી મેળવી હતી.

સતત બદલાઈ રહેલી જીવનશૈલી આપે છે મેદસ્વિતાને વણજોઈતું આમંત્રણ

આ પણ વાંચો- WORLD POLIO DAY 2021 ની 'ડિલિવરીંગ ઓન અ પ્રોમિસ' થીમ પર ઉજવણી

બાળકોમાં પણ મેદસ્વીપણું ચિંતાજનક

વિશ્વ મેદસ્વિતા નિવારણ દિવસ નિમિત્તે દુનિયાભરમાં મેદસ્વિતા વિશે જાગૃતિ ફેલાઈ રહી છે ત્યારે ભારતીયોમાં અને તેમાં પણ ખાસ કરીને બાળકોમાં ચિંતાજનક રીતે મેદસ્વીપણું ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. વ્યસ્ત જીવનશૈલી ખાનપાનમાં જંક ફૂડનું વધી રહેલા પ્રમાણને લીધે શરીર અસાધ્ય રોગોનું ઘર બની રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં મેદસ્વિતાનું પ્રમાણ દર વર્ષે ચિંતાજનક રીતે વધી રહ્યું છે. વર્ષ 2016માં મેદસ્વિતાને લઈને એક સરવે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં આપણા દેશમાં મેદસ્વિતાનું પ્રમાણ 4 ટકાની આસપાસ જોવા મળ્યું હતું. રાજ્યમાં વર્ષ 1990માં મેદસ્વિતાનું પ્રમાણ 4.7 ટકા હતું, જે વર્ષ 2016માં વધીને 11.5 ટકા જેટલું જોવા મળ્યું હતું, જે ખૂબ જ ગંભીર પરિસ્થિતિનું દૃશ્ય ઉભું કરી રહ્યું છે.

આ પણ વાંચો- સુરત TRBમાં ફરજ દરમિયાન મર્ત્યું પામેલ પરિવારને 7 લાખનો ચેક આપવામાં આવ્યો

બેઠાડું જીવન અને જંક ફૂડની આદતો મેદસ્વિતાને નિમંત્રણ આપી રહી છે

તબીબો પણ વારંવાર દરેક પરિવારને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની સલાહ આપતા હોય છે, જેથી મેદસ્વિતાનું પ્રમાણ અટકી શકે બેઠાડી જીવનશૈલી જ મેદસ્વિતાને જન્મ આપનારી હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત પરિશ્રમનું ખૂબ જ ઓછું પ્રમાણ સતત જંક ફૂડ લેવાની કૂટેવો, કામનું ડિપ્રેશન, ઉંઘમાં ઘટાડો જેવા કારણો પણ ઓબેસિટી માટે જવાબદાર છે. આ તમામ કૂટેવો પર જો સમય રહેતા કાબૂ મેળવી લેવામાં આવે તો જ મેદસ્વિપણાને નિવારવામાં આપણને સફળતા મળી શકે તેમ છે.

આધુનિક સમયમાં સમસ્યા બની ચૂકેલી મેદસ્વિતા દૂર કરવી ખૂબ જરૂરી

સતત બદલાઈ રહેલી જીવનશૈલી અજાણતા પણ મેદસ્વિતાને ખૂલ્લું નિમંત્રણ પાઠવી રહી છે

મેદસ્વિતા નિવારણ દિવસ નિમિત્તે ETV Bharat જૂનાગઢના મેદસ્વિતા નિવારણ નિષ્ણાત તબીબ ડો. નીતિ ગઢવી સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મેદસ્વિતાને કારણે માનવનું શરીર રોગોનું ઘર બની રહ્યું છે. મેદસ્વિતાને કારણે હૃદય રોગનું પ્રમાણ વધી રહ્યું છે. લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ નાની વયના યુવાનોમાં પણ જોવા મળે છે. મેદસ્વિતાને કારણે બ્રેઈનસ્ટ્રોક જેવી ગંભીર બીમારી પણ સામાન્ય દર્દીઓમાં હવે જોવા મળી રહી છે. આ તમામની પાછળ એકમાત્ર શરીરમાં જરૂર કરતા વધારે ચરબીનું પ્રમાણ સામે આવ્યું છે. જો પ્રત્યેક વ્યક્તિ શરીરને સ્થૂળતા તરફ જતું અટકાવે તો ગંભીર પ્રકારના રોગોથી બચી શકાય છે અને નિરોગી અને સ્વસ્થ જીવન જીવી શકાય છે.

જાણે કે અજાણે મેદસ્વિતાને આમંત્રણ આપી ચૂકેલી ગૃહિણીઓ પણ હવે મેદસ્વિતાને દૂર કરવા મથામણ કરી રહી છે

આધુનિક જીવનશૈલી બદલાવને કારણે ખાસ કરીને મહિલાઓમાં ઘરકામને લઈને જે શારીરિક શ્રમ ઓછો થતો જાય છે. તેના કારણે ચરબીનું પ્રમાણ વધી રહ્યું છે. જૂનાગઢની ગૃહિણી પ્રીતિ બુધાતે ETV Bharatને જણાવ્યું હતું કે, વજન વધી જવાને કારણે મહિલાઓ અનેક સમસ્યામાં ઘેરાયેલી જોવા મળે છે. વજન વધવાની સાથે આત્મવિશ્વાસ ઘટી રહ્યો છે. દૈનિક કામ કરવામાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શરીરનું વજન વધવાને કારણે કમર ગોઠણ અને સ્નાયુઓના દુખાવા સામાન્ય બની રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ગૃહિણી માનસિક તાણ નીચે જોવા મળે છે, જેથી પ્રીતિબેન પણ હવે વજન ઘટાડવાને લઈને આગળ આવ્યા છે અને સતત પરિશ્રમ થકી ઓબેસિટી એટલે કે મેદસ્વિતાને હરાવવાના પ્રયાસો અત્યારથી જ શરૂ કરી દીધા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.