જૂનાગઢ: શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શ્રાવણ મહિનામાં અષાઢી માહોલ સર્જાયો હોય તેવા દ્રશ્યો જૂનાગઢ શહેર અને જિલ્લામાં હવે સામાન્ય બનતા જાય છે. હવામાન વિભાગે પણ આગામી મંગળવાર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને હજુ પણ કેટલાક દિવસો ભારે વરસાદ પડશે, તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
વરસાદનો જેને ભરપૂર માસ ગણવામાં આવે છે. તેવા અષાઢ મહિનામાં વરસાદે હાથતાળી આપી હતી, ત્યારે ચિંતા પણ ઉદ્ભવી રહી હતી, પરંતુ હવે બંગાળના અખાતમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય થઇને સૌરાષ્ટ્ર અને ગુજરાત તરફ આગળ વધી રહી છે. જેને જોતા એવું ચોક્કસ કહી શકાય કે, વરસાદની જે ઘટના અષાઢ મહિનામાં હતી તે શ્રાવણ મહિનામાં પૂરી થાય તેવી પૂરી શક્યતાઓ છે.
જૂનાગઢ શહેર અને જિલ્લામાં શ્રાવણ મહિનામાં અષાઢી માહોલ સર્જાયો હોય તેમ ઠેર-ઠેર ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જે હજુ પણ આગામી કેટલાક દિવસો સુધી વરસાદ પડવાની પૂરી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.