જૂનાગઢઃ ગિરનાર તળેટીમાં આવેલા લંબે હનુમાન મંદિરમાં આજે હનુમાન જયંતિની (Hanuman Jayanti 2022) ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. જોકે, છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે અહીં હનુમાન જયંતિ નિમિત્તે સાર્વજનિક ઉજવણીનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં (Celebration of Hanuman Jayanti at the Lambe Hanuman Temple) આવ્યો હતો. ત્યારે આ વખતે 2 વર્ષ પછી હનુમાન જયંતિની ઉજવણી થતા વિવિધ રાજ્યોમાંથી પણ ભક્તો અહીં દર્શનાર્થે આવી રહ્યા છે.
મંદિરમાં 2 વર્ષ પછી ઉજવણી - આજે ચૈત્રી પૂર્ણિમા અને હનુમાન જયંતિના પાવન પ્રસંગે (Hanuman Jayanti 2022) ભવનાથની તળેટીમાં આવેલા અતિપ્રાચીન લંબે હનુમાન મંદિરે હનુમાન જયંતિની ધાર્મિક આસ્થા વિશ્વાસ સાથે ઉજવણી થઈ રહી છે. ત્યારે આ મંદિરમાં હનુમાન જયંતિની (Celebration of Hanuman Jayanti at the Lambe Hanuman Temple) ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે ઉજવણી થઈ રહી છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં કષ્ટભંજન દેવના ભક્તો હાજર રહીને હનુમાન જયંતિની ઉજવણી કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ Hanuman Jayanti 2022 : સુરતમાં વિશ્વની અનોખી હનુમાનજીની પ્રતિમા, દર્શને જતા શ્રદ્ધાળુ મંત્રમુગ્ધ
કષ્ટભંજન દેવ હનુમાનજીને અભિષેક કરાયો - હનુમાન જયંતિના (Hanuman Jayanti 2022) પાવન પ્રસંગે હનુમાનજી મહારાજ પર અભિષેક સાથે હનુમાન જયંતિની ઉજવણીની શરૂઆત કરાઈ હતી. અહીં વહેલી સવારે 6 વાગ્યે હનુમાનજી મહારાજ પર ધાર્મિક આસ્થા અને પંડિતોના મંત્રોચ્ચાર સાથે ગંગાજળ, મધ, દૂધ, પંચામૃત અને સિંદૂરના અભિષેક સાથે હનુમાન જયંતિની (Hanuman Jayanti 2022) ઉજવણીની શરૂઆત કરાઈ હતી.
આ પણ વાંચોઃ Camp Hanuman Shobhayatra: અમદાવાદમાં કેમ્પના હનુમાન દાદા આખરે 2 વર્ષ પછી નીકળ્યા નગરચર્યાએ
હનુમાન દાદાના દર્શન કરી ભક્તોએ અનુભવી ધન્યતા- આજે (શનિવારે) સમગ્ર દિવસ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન થયું છે, જેના દર્શન કરીને ભાવિભક્તો પોતાની જાતને ધન્ય કરી રહ્યા છે. આજે હનુમાન જયંતિ અને પૂર્ણિમાનો અનોખો સંયોગ છે. તેને લઈને પણ મહારાષ્ટ્રથી ગુરૂ દત્તાત્રેયના દર્શન કરવા આવેલા ભાવિકો લંબે હનુમાનજી દાદાના દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવી હતી.