- દેશી પદ્ધતિથી થઇ રહ્યો છે ચૂંટણી પ્રચાર
- પારંપરિક હાથ લારીના માધ્યમથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે
- આજે 5:00 કલાકે ચૂંટણી પ્રચાર પડધમ બંધ
જૂનાગઢ : મ્યુનિસિપલ કોર્પોરેશનના વૉર્ડ નંબર 6ની એક બેઠક પર પેટા ચૂંટણી માટેનો પ્રચાર પડઘમ આજે 5:00 કલાકે બંધ થવા જઇ રહ્યો છે. ત્યારે ભાજપના ઉમેદવારોને ચૂંટણી પ્રચાર માધ્યમે હાથ લારીનો ઉપયોગ કરીને ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. પહેલા આ જ પ્રકારના માધ્યમથી સમગ્ર દેશમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવતો હતો. ત્યારે આધુનિક સમયમાં સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટનો ઉપયોગ પણ પ્રચુર માત્રામાં થઈ રહ્યો છે. આવા સમયમાં હાથ લારી દ્વારા પ્રચાર-પ્રસારનું માધ્યમ લોકોને વિતેલા દિવસો યાદ કરાવી રહ્યું છે.
આધુનિક સમયમાં ચૂંટણી પ્રચાર પણ આધુનિક અને જાહોજહાલી વાળો બની રહ્યો છે
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના વૉર્ડ નંબર 9ની પેટા ચૂંટણી માટે આજે 5:00 વાગ્યે ચૂંટણી પ્રચાર પડધમ બંધ થવા જઈ રહ્યા છે. ત્યારે વૉર્ડ નંબર 6ના ભાજપના ઉમેદવારે પોતાનો અને ભાજપનો ચૂંટણી પ્રચાર ઇન્ટરનેટ સોશિયલ મીડિયાને કોરાણે રાખીને પારંપરિક એવા હાથલારીના માધ્યમથી પ્રત્યેક મતદાર સુધી પહોંચવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે આધુનિક સમયમાં ચૂંટણી પ્રચાર પણ આધુનિક અને જાહોજહાલી વાળો બની રહ્યો છે.
ભાજપના ઉમેદવારે ખર્ચ બચાવવા માટે પણ પારંપરિક માધ્યમનો ઉપયોગ કર્યો
આવા સમયમાં ભાજપના ઉમેદવારે હાથ લારી પર ચૂંટણી પ્રચારની પસંદગી ઉતારીને પારંપરિક એવા વર્ષો જૂના ચૂંટણી પ્રચારના માધ્યમને ફરી એક વખત જીવંત કરી દીધો છે. હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને જોવા મળી રહ્યાં છે. ત્યારે ભાજપના ઉમેદવારે ખર્ચ બચાવવા માટે પણ આ પ્રકારના માધ્યમનો ઉપયોગ કર્યો હોય તેવું માની શકાય તેમ છે.
વર્ષો પહેલા ચૂંટણી પ્રચારનું પ્રબળ માધ્યમ ભૂલાતું જતું હતું, પરંતુ પેટા ચૂંટણીમાં માધ્યમ ફરી જીવંત બની રહ્યું છે
વર્ષો પહેલા ચૂંટણી પ્રચારનું એકમાત્ર માધ્યમ એટલે હાથ લારી દ્વારા જે તે ઉમેદવારો પોતાનું અને પોતાના પક્ષના ઉમેદવારોનો પ્રચાર કરતા જોવા મળતાં હતાં. ચૂંટણી પ્રચારનું એ જ માધ્યમ વિશે કે જેના પ્રચાર થકી વર્ષો પહેલા વડાપ્રધાન પણ પોતાનો ચૂંટણી પ્રચાર કરતાં હતાં. આ જ માધ્યમથી તેમને પંચાયતથી લઇને પાર્લામેન્ટ અને જે બાદ વડાપ્રધાનના પદ સુધી પણ પહોંચતાં જોવા મળ્યાં હતા.