- ગુરુ નાનક દેવ સાહેબની 551મી જન્મ જયંતી
- જૂનાગઢના ગુરુદ્વારામાં જન્મ જયંતીની કરવામાં આવી ભાવભેર ઉજવણી
- આજે દિવસભર ધાર્મિકની સાથે સંગીત કાર્યક્રમોનું ગુરુદ્વારામાં કરાયું આયોજન
જૂનાગઢઃ શીખ ધર્મના ધર્મ ગુરુ ગુરુનાનક દેવ સાહેબની આજે સોમવારના રોજ 551મી અવતાર ધારણ જયંતીના પ્રસંગે જૂનાગઢમાં આવેલા ગુરુદ્વારામાં ધાર્મિક આસ્થા અને સંગીત સાથે ઉજવણી કરવામાં આવી હતી. દિવસ દરમિયાન ગુરુદ્વારામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુરુનાનક દેવ સાહેબ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલા ધર્મને લઈને સિખ સંપ્રદાયના અનુયાયીઓ તેમનું વાંચન અને પઠન કર્યું. સમગ્ર દિવસ દરમિયાન અનેક વિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં ગુરુ નાનક દેવ સાહેબને જન્મ જયંતી પ્રસંગે યાદ કરવામાં આવ્યા હતા.