જૂનાગઢ- ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને (Gujarat Assembly Election 2022)લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની નજર સૌરાષ્ટ્રની મહત્ત્વની બેઠકો એવી 9 બેઠકો પર મંડાયેલી જોવા મળે છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં સોરઠની 9 બેઠકો (Important seats of Saurashtra)પૈકી આઠ બેઠક પર કોંગ્રેસે કબજો જમાવીને ભાજપને કારમો પરાજય આપ્યો હતો. ત્યારે હવે વર્ષ 2022 ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓને લઇને સૌરાષ્ટ્રની 9 વિધાનસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જીતવા માટે (Triangular Election war in Gujarat ) નજર દોડાવી રહી છે.
તમામ રાજકીય પક્ષો માટે ખૂબ મહત્વની - આગામી મહિનાઓમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022)યોજાવા જઇ રહી છે ત્યારે સૌરાષ્ટ્રની અને ખાસ કરીને સોરઠ કે જેમાં જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાની નવ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જે તમામ રાજકીય પક્ષો માટે સૌરાષ્ટ્રની મહત્ત્વની બેઠકો (Important seats of Saurashtra)ખૂબ મહત્વની બની રહી છે. ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં નવ બેઠકો પૈકી કેશોદ વિધાનસભા બેઠકને બાદ કરતાં તમામ 8 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો વિજયી બનીને વિધાનસભામાં Congress Strong Hold Seat in Gujarat પહોંચ્યા હતાં. એટલે કે આ કોંગ્રેસની પરંપરાગત બેઠકો છે. ત્યારે આગામી 2022 ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓને લઇને ફરી એક વખત ભાજપ કોંગ્રેસ અને આ વખતે પ્રથમ વખત ચૂંટણી લડવા મેદાનમાં ઊતરતી આમ આદમી પાર્ટી નજર દોડાવી રહી છે. ગુજરાત ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ (Triangular Election war in Gujarat )યોજાશે તે પણ નક્કી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટો થઈ રહ્યો છે; જાણો બનાસકાંઠામાં શું થશે?
શું છે પાછલા વર્ષોનો ઇતિહાસ - આ વિશે જોવા જઈએ તો સોરઠ પંથકની બેઠકો પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. જે આજે પણ કાયમ છે. પરંતુ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022)ભાજપ કોંગ્રેસના ગઢમાં વિજયી બનવા મહેચ્છા ધરાવી રહ્યું છે.કારણ કે કોંગ્રેસની પરંપરાગત બેઠકો Congress Strong Hold Seat in Gujarat હોવાથી તો કોંગ્રેસ પોતાના પરંપરાગત કિલ્લાને સાચવવાની ઈચ્છા રાખતો હશે. આવી પરિસ્થિતિની વચ્ચે પ્રથમ વખત ગુજરાતના સક્રિય રાજકારણમાં આવેલી આમ આદમી પાર્ટીએ પણ કોંગ્રેસ અને ભાજપને પાછળ રાખીને કાઠું કાઢવા માટે નજર દોડાવી રહી છે. ત્યારે ગુજરાત ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ (Triangular Election war in Gujarat )જીતવામાં કોઇ કસર રહેવાની નથી.
સોરઠ પરંપરાગત રીતે કોંગ્રેસનો કિલ્લો - જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાની સોરઠ પંથકની બેઠકોને સૌરાષ્ટ્રની મહત્ત્વની બેઠકો (Important seats of Saurashtra) તરીકે ઓળખવામાં આવે છે. અહીં નવ વિધાનસભાની બેઠકો આવેલી છે. આ તમામ બેઠકો કોંગ્રેસની પરંપરાગત બેઠકોને Congress Strong Hold Seat in Gujarat કોંગ્રેસના કિલ્લા તરીકે રાજકારણમાં મહત્વ આપવામાં આવે છે. ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં (Gujarat Assembly Election 2022) ભાજપ દ્વારા જે લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે. 182 બેઠક જીતવાનો તેમાં સોરઠની 9 બેઠકો સોનાની થાળીમાં મેખ સમાન આજે પણ માનવામાં આવી રહી છે. સોરઠનો ગઢ જીતવા માટે ભાજપને કોઈ મોટા ચમત્કાર કરવાની જરૂર પડશે. એટલા માટે કે ગત વિધાનસભાની ચૂંટણીઓમાં પણ રાજ્યના મુખ્યપ્રધાન તરીકે અને છેલ્લે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી હોવા છતાં પણ આ 9 બેઠકો જીતવામાં ભાજપને નિષ્ફળતા મળી હતી.
આમ આદમી પાર્ટી પણ સોરઠને લઈને ઉત્સાહિત - ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં (Gujarat Assembly Election 2022) આમ આદમી પાર્ટી રાજ્યમાં રાજકીય ક્ષેત્રે સંપૂર્ણ શક્તિ સાથે પદાર્પણ કરી રહી છે. આવી પરિસ્થિતિમાં સોરઠની 9 બેઠકો પર પણ ભાજપ કોંગ્રેસની જેમ આમ આદમી પાર્ટી (Triangular Election war in Gujarat ) ઝાડુ મારવા માટે તૈયારી કરી રહી છે. પાછલા કેટલાક સમય દરમિયાન પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા દિલ્હીના ધારાસભ્યો અને નેતાઓની જૂનાગઢમાં સતત આવન-જાવન જોવા મળે છે. આ સ્પષ્ટ બતાવી આપે છે કે કોઇપણ રાજકીય પક્ષ માટે સોરઠની 9 બેઠકો કેટલી મહત્વની છે. પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા પાછલા એક મહિના દરમિયાન 3 વખત જૂનાગઢની મુલાકાતે આવી ચૂક્યા છે, જે દર્શાવે છે કે સૌરાષ્ટ્રની મહત્ત્વની બેઠકોમાં (Important seats of Saurashtra) આ 9 બેઠક રાજકીય દ્રષ્ટિએ મહત્વની માનવામાં આવે છે.