જૂનાગઢ : જૂનાગઢના ખામધ્રોળ રોડ વિસ્તારમાં રહેતો વાલજી મેરનો ભૂલથી સોનાના (Gold Missing in Junagadh) દાગીના ભરેલી પ્લાસ્ટિકીની ડબી કચરો એકત્ર કરવા માટે આવનાર કચરાના ડબ્બામાં ફેંકી દેતા પરિવાર ભારે ચિંતામાં મુકાયો હતો. પરંતુ, કચરાના ડબ્બામાં ફેંકી દીધેલું સોનાના દાગીના ભરેલો પ્લાસ્ટિકનો ડબલો એક અઠવાડિયા બાદ વાલજી મેરને પરત મળતા પરિવારમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. સાથે સાથે ઘરે ઘરે ફરીને કચરો એકત્ર કરનાર વાહનના ચાલક અને ભંગારનો વેપાર કરનાર બંને વ્યક્તિ પર વાલજી મેરના સમગ્ર પરિવારે અહોભાવ વ્યક્ત કર્યો છે અને તેનું સન્માન કરવાનો કાર્યક્રમ પણ આગામી દિવસોમાં (Junagadh Scrap Dealers) યોજવાનું જાહેરાત કરી છે.
આ પણ વાંચો : World Oceans Day 2022: વિશ્વ મહાસાગર દિવસ કેમ ઉજવવામાં આવે છે, જાણો શું છે થીમ?
એક અઠવાડિયા બાદ મળ્યા દાગીના - ગત 11મી એ વાલજી મેરનો પરિવાર લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને જુનાગઢ પરત આવ્યો હતો. ત્યારબાદ કુટુંબમાં થયેલા મરણને કામે પરિવાર જતો રહેતા ઘરમાં રહેલી તેમની પુત્રવધૂ અને દીકરીએ ભૂલથી સોનાના દાગીના ભરેલી પ્લાસ્ટિકીની ડબ્બી કચરાના ડબ્બામાં નાખી દીધો હતી. સોનાના દાગીના ભરેલો ડબ્બો ગુમ થયાની જાણ વાલજી મેરને બે દિવસ બાદ થતાં તેમણે કચરાની ગાડીના ડ્રાઈવર કાંતિ ભાભોર (Garbage Collectors in Junagadh) અને કાળી કાતિજાને સમગ્ર મામલાની પૂછપરછ કરતા આ બંને વ્યક્તિઓએ પ્લાસ્ટિકનો ભંગાર જૂનાગઢના સલીમભાઈને દીધો હોવાની વાત કરી હતી. ત્યારબાદ આ બંને વાલજી મેર અને તેનો પરિવાર ભંગારના ડેલા પહોંચી ગયો હતો અને દાગીના ગુમ થયાની હકીકત સલીમભાઈને કરી હતી.
આ પણ વાંચો : Bhim Agiyaras 2022 : ધરતીપુત્રોએ કર્યા વાવણીના શ્રી ગણેશાય
ભંગારના વેપારીએ દાખવી માનવતા - મેર પરિવારની મુશ્કેલીમાં ભંગારના વેપારી સલીમ ફકીરે ભંગારના ડેલામાં પડેલો હજારો કિલો કચરો શોધવાની કવાયત હાથ ધરી હતી. અંતે વાલજી મેરના પરિવારને સોનાના દાગીના ભરેલો પ્લાસ્ટિકની ડબ્બી ભંગારના કચરામાંથી હેમખેમ મળી આવતાં મેર પરિવારમાં ખુશી જોવા મળી હતી. એક અઠવાડિયા સુધી સોનાના દાગીના ભરેલી પ્લાસ્ટિકની ડબી પ્લાસ્ટિકના ભંગારની વચ્ચે જોવા મળી હતી. તેમ છતાં કચરો એકત્ર કરવા આવનાર વ્યક્તિ અને ભંગારના વેપાર સાથે સંકળાયેલા સલીમભાઈની ઈમાનદારી માનવતા અને કોઈપણ વ્યક્તિને મુશ્કેલીના સમયમાં કઈ રીતે મદદ કરી શકાય તેનો ઉમદા અને અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ કિસ્સો જૂનાગઢ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન પણ બની રહ્યો છે. સામાન્ય રીતે લોકો લોખંડ પણ મળે તો આપવા માટે આનાકાની કરતા હોય છે, ત્યારે બે લાખ કરતાં પણ (Gold Box Missing in Junagadh) વધારે કિંમતના સોનાના દાગીના ભરેલું ડબ્બો પરત મૂળ માલિકને મળ્યો છે.