ETV Bharat / city

જૂનાગઢમાં 3 વર્ષ બાદ ગિરનાર નેચર સફારીની શરૂઆત, 36 કિમીના રૂટ પર દોડશે જીપ્સી - રાજ્ય સરકાર

જૂનાગઢમાં છેલ્લા ત્રણ વર્ષથી શરૂઆતની રાહ જોઈ રહેલા ગિરનાર જંગલ સફારીને આખરે હવે શરું કરી દેવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ત્રણ વર્ષ પહેલા સફારી સેવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ કોઈ કારણોસર તે શરું ન થઈ શકી. ત્યારે મંગળવારે અચાનક જ ગિરનાર નેચર સફારીની શરૂઆત થઈ છે. આ સેવા ઈન્દ્રેશ્વર નાકાથી શરુ થઈને પાતુરણ થાણા સુધીના અંદાજિત 36 કિલોમીટરના રૂટ પર દરરોજ સવાર અને સાંજ એમ બે તબક્કામાં ચાર ચાર જીપ્સીઓ નેચર સફારીમાં પ્રવાસીઓને કુદરતી નઝારાના દર્શન કરાવશે.

3 વર્ષ બાદ જૂનાગઢમાં ગિરનાર નેચર સફારીનો પ્રારંભ, હવે સવાર સાંજ દોડશે જીપસી

author img

By

Published : Jan 27, 2021, 8:36 AM IST

  • જૂનાગઢમાં ગિરનાર નેચર સફારીની શરુઆત
  • ત્રણ વર્ષથી આ પ્રોજેક્ટ મંજૂરી મળ્યા છતા હતો બંધ
  • ઈન્દ્રેશ્વર નાકાથી પાતુરણ થાણા સુધી શરૂ કરાયો સફારીનો રૂટ
  • 36 કિમીના આ રૂટ પર સવાર સાંજ બે તબક્કામાં દોડશે જીપ્સી

જૂનાગઢઃ આજથી ત્રણ વર્ષ પહેલા રાજ્ય સરકારે ગિરનાર નેચર સફારી શરૂ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ કોઈ કારણોસર શરૂ કરવામાં આવી ન હતી. ત્યારે 20 તારીખે જૂનાગઢ આવેલા મુખ્ય પ્રધાને ગિરનાર નેચર સફારી શરૂ કરવાને લઈને રાજ્ય સરકારે અંતિમ નિર્ણય કરી લીધો છે તેવી જાહેરાત કરી હતી. જેને ધ્યાનમાં રાખીને જૂનાગઢ ગિરનાર પર્વતના ઈન્દ્રેશ્વર નાકાથી પાતુરણ થાણા સુધી અંદાજિત 36 કિલોમીટરના રૂટ પર આ સફારી શરૂ કરવામા આવી છે. અહીં આવતા પ્રત્યેક પ્રવાસીને કુદરતનો અહેસાસ થાય એ પ્રકારની ગોઠવણ કરવામાં આવી છે.

3 વર્ષ બાદ જૂનાગઢમાં ગિરનાર નેચર સફારીનો પ્રારંભ, હવે સવાર સાંજ દોડશે જીપસી
3 વર્ષ બાદ જૂનાગઢમાં ગિરનાર નેચર સફારીનો પ્રારંભ, હવે સવાર સાંજ દોડશે જીપસી
અંદાજિત રૂ. 2900 સુધીનો ચાર્જ પ્રત્યેક પ્રવાસીએ ચૂકવવા પડશે

ગિરનાર જંગલ નેચર સફારી પાર્ક માટે વન વિભાગે ચાર્જ પણ નક્કી કરી આપ્યા છે. પ્રત્યેક વ્યક્તિની પરમિટનું ભાડું રૂ. 800 રૂપિયા, જીપસીનું ભાડું રૂ. 1700 અને સમગ્ર ગિરનાર સફારી દરમિયાન જીપ્સીમાં હાજર રહેલા ગાર્ડનું મહેનતાણું રૂ. 400 રૂપિયા કુલ મળીને રૂ. 2900 જેટલો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે, જે પ્રત્યેક વ્યક્તિ એક વખતની સફારી માટે ચૂકવવાનો રહેશે. વધુમાં શનિવાર અને રવિવાર અને રજાના દિવસોમાં પરમિટ ચાર્જ રૂ. 1 હજાર રાખવામાં આવ્યો છે. આ સિવાય જીપસીનું ભાડુ અને ગાઈડનો ખર્ચ સામાન્ય દિવસોની માફક જ રાખવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.