- ભારતીય સેનાના પૂર્વ સૈનિકો મંગળવારથી સિવિલ હોસ્પિટલના સેવા યજ્ઞમાં જોડાશે
- 25 જેટલા પૂર્વ સૈનિકો હોસ્પિટલમાં સુરક્ષાને લગતી કામગીરી બજાવશે
- સ્ટાફ વ્યવસ્થાને પહોંચી વળવા માટે મુશ્કેલી અનુભવતો હતો જેને હવે પૂર્વ સૈનિકોએ આપ્યો સહકાર
જૂનાગઢ: 4 મે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ભારતીય સેનામાંથી ફરજ નિવૃત થયેલા જૂનાગઢના 25 જેટલા પૂર્વ સૈનિકો સિવિલ હોસ્પિટલની તમામ સુરક્ષાલક્ષી કામગીરી બજાવતા જોવા મળશે. કોરોના સંક્રમણ સતત ફેલાઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સાથે ખૂબ મોટી સંખ્યામાં તેમના પરિજનોની અવર-જવર સતત 24 કલાક જોવા મળતી હોય છે. આવા સમયે જૂનાગઢ સિવિલ હોસ્પિટલનો તબીબી સ્ટાફ તમામ પ્રકારની વ્યવસ્થાને પહોંચી વળવા માટે પાછલા ઘણા સમયથી મથામણ કરી રહ્યો હતો. જેને હવે જૂનાગઢના પૂર્વ સૈનિકોએ સહકાર આપવાનું નક્કી કર્યું છે અને આજથી જૂનાગઢમાં રહેતા 25 જેટલા પૂર્વ સૈનિકો 24 કલાક જૂનાગઢ સિવિલ હોસ્પિટલની સુરક્ષાલક્ષી કામગીરીના સેવા યજ્ઞમાં જોડાયા છે.
આ પણ વાંચો: રાધેશ્યામ સત્સંગ મંડળ અને બાબા મિત્ર મંડળ દ્વારા સ્મશાનમાં પાણી અને ચા ની વ્યવસ્થા ઊભી કરાઇ
દેશી સેવાની સાથે હવે સ્થાનિક સુરક્ષાને પણ અગ્રીમતા પૂર્વ સૈનિકો
14 વર્ષ સુધી દેશનાં સીમાઓની રક્ષા કરીને હિંમતપૂર્વક દુશ્મનોનો સામનો કરીને નિવૃત થયેલા આર્મીના પૂર્વ જવાનો હવે અદ્રશ્ય એવા કોરોના વાઇરસ નામના અદ્રશ્ય દુશ્મન સામે પણ હવે બાથ ભીડવા માટે બહાર આવ્યા છે. જૂનાગઢમાં રહેતા 25 જેટલા પૂર્વ આર્મીના જવાનો સિવિલ હોસ્પિટલમાં ટ્રાફિક વ્યવસ્થાથી લઈને હોસ્પિટલનું કામકાજ સુચારુ રૂપથી ચાલી શકે દર્દીઓ અને તેના પરિવારજનો બિનજરૂરી ખોટી હોહા તેમજ ભીડ સિવિલ હોસ્પિટલમાં ન કરે તેમજ પ્રત્યેક દર્દી સાથે એક વ્યક્તિ હોસ્પિટલ કેમ્પસમાં દાખલ થાય તેને લઈને સુરક્ષાનું કામ આજથી આર્મીના પૂર્વ સૈનિકો જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં બજાવતા જોવા મળશે.
આ પણ વાંચો: ધારાસભ્ય વિમલ ચુડાસમાએ નિ:શુલ્ક ઓક્સિજનના બાટલાની આપ્યા
ખૂબ જ મુશ્કેલ વ્યવસ્થામાં આજથી જોડાયા
આજે વહેલી સવારથી જ પૂર્વ સૈનિકોએ સિવિલ હોસ્પિટલમાં એક્શનમાં જોવા મળી રહ્યા છે. સવારના 8થી લઈને બપોરના 2 સુધી અને ત્યારબાદ બપોરના 2થી સવારના 8 સુધી એમ બે તબક્કામાં 25 જેટલા પૂર્વ સૈનિકો જૂનાગઢ સિવિલ હોસ્પિટલની વ્યવસ્થાપક અને દર્દીઓના પરિજનોના નિયમિત જેવી ખૂબ જ મુશ્કેલ વ્યવસ્થામાં આજથી જોડાયા છે.