ETV Bharat / city

કોરોના સંક્રમણને પગલે જૂનાગઢમાં 15 ધન્વંતરી રથ કાર્યરત કરાયા - transition of corona

જૂનાગઢમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસોને રોકવા માટે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ધન્વંતરી રથને કાર્યન્વિત કરવામાં આવી રહ્યા છે. કોરોના વાઇરસનો ફેલાવો રોકવા અને લોકોને કોરોના સંક્રમણથી બચાવવા માટે ધન્વંતરી રથ પોર્ટેબલ લેબોરેટરી જેવું કામ કરે છે.

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન
author img

By

Published : Jul 29, 2020, 8:27 PM IST

જૂનાગઢઃ શહેરમાં છેલ્લા 10 દિવસથી કોરોના સંક્રમણમાં ધીમો પરંતુ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે જૂનાગઢ મનપા વિસ્તારમાં સંક્રમણને અટકાવવા માટે ધન્વંતરી રથને કામે લગાડવામાં આવ્યા છે. ધન્વંતરી રથ દ્વારા અલગ અલગ વિસ્તારમાં જઈને કોરોનાના ટેસ્ટ કરવામાં આવશે.

જૂનાગઢમાં ધન્વંતરી રથની કામગીરી

  • 15 વોર્ડમાં ધનવંતરી રથ કામ કરશે
  • 15 વોર્ડના લોકોને આરોગ્યની ચકાસણી કરવામાં આવશે
  • જરૂર જણાય તેવા દર્દીઓને દવા આપવામાં આવશે

જૂનાગઢ શહેરમાં સતત અને ધીમા પગલે કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે આગળ વધી રહ્યું છે, ત્યારે જૂનાગઢ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધુ ગંભીર ન બને તેને ધ્યાને લઇને જૂનાગઢ મનપા વિસ્તારના તમામ 15 વોર્ડમાં ધનવંતરી રથને કામે લગાડવામાં આવ્યા છે. ધન્વંતરી રથ દ્વારા 15 વોર્ડના લોકોને આરોગ્યની ચકાસણી કરવામાં આવશે અને જરૂર જણાય તેવા તમામ દર્દીઓને સારવારની સાથે સ્થળ પર દવા પણ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

કોરોના સંક્રમણને પગલે જૂનાગઢમાં ધન્વંતરી રથ દ્વારા લોકોની આરોગ્ય તપાસ શરૂ કરાઈ

બે દિવસ અગાઉ વડાપ્રધાન તેમના પ્રસિદ્ધ કાર્યક્રમ મન કી બાતમાં પણ ધન્વંતરી રથની ઉપયોગીતા અને કાર્યક્ષમતાને લઈને કેટલાક પાસાઓ વિશે વાત કરી હતી. ત્યારે કોરોનાના સંક્રમિત કાળમાં ધન્વંતરી રથ ખૂબ જ ઉપયોગી બની શકે છે. જેને ધ્યાને લઈને બુધવારથી જૂનાગઢ મનપા વિસ્તારમાં ધન્વંતરી રથને કામે લગાડવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.