- ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુજરાતની મુલાકાતે
- આગામી 5 એપ્રિલે આવશે ગુજરાત
- જૂનાગઢના ખેડૂતોએ રાકેશ ટિકૈતની મુલાકાતને આવકારી આંદોલનને આપ્યું સમર્થન
જૂનાગઢઃ કૃષિ સુધારણા કાયદાના વિરોધમાં દિલ્હીમાં આદોલન ચાલી રહ્યું છે, ત્યારે આ આંદોલન ચલાવી રહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાકેશ ટિકૈતની મુલાકાતને લઈને જૂનાગઢના ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે પ્રકારે છેલ્લા કેટલાક મહિનાથી દિલ્હી સરહદ પર કૃષિ કાયદાને લઈને આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલનમાં રાકેશ ટિકૈત સાથે પંજાબ, હરિયાણા અને અન્ય રાજ્યના ખેડૂતોએ પણ સમર્થન આપ્યું છે. દિલ્હી બહાર ગુજરાતમાં પણ હવે રાકેશ ટિકૈત આંદોલનને લઈને મુલાકાતે આવી રહ્યા છે, જેને જૂનાગઢના ખેડૂતો આવકારી રહ્યા છે અને તેમને પોતાનું સમર્થન પણ આપી રહ્યાં છે.
આ પણ વાંચોઃ રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસ અંગે ભાજપે આપી પ્રતિક્રિયા
આંદોલનને ખેડૂતોએ યોગ્ય ગણાવ્યું
કેન્દ્ર સરકારે પારિત કરેલા ત્રણ કૃષિ કાયદાઓનો ખેડૂત વિરોધ કરી રહ્યા છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈત દિલ્હી સરહદ પર જે પ્રમાણે આંદોલન કરી રહ્યા છે, તેને જૂનાગઢના ખેડૂતો યોગ્ય ગણાવી રહ્યા છે. ખેડૂતોએ જણાવ્યું કે, પંજાબની સરખામણીએ ગુજરાતનો ખેડૂત સક્ષમ અને મજબુત નથી, પરંતુ કૃષિ કાયદાના વિરોધમાં ગુજરાતનો ખેડૂત સરકાર સામે લડી શકે એટલો મજબૂત તો છે. કેન્દ્ર સરકારને ખેડૂતોના હિતમાં કૃષિ કાયદાને પરત ખેંચવા જોઈએ તેવી માગ જૂનાગઢના ખેડૂતો કરી રહ્યાં છે.
આ પણ વાંચોઃ ગુજરાતની જનતાને મોદી સરકારથી મુક્ત કરાવવી પડશે :રાકેશ ટિકૈત