- ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક થવાનો મામલો
- આપના અગ્રણી પ્રવીણ રામે જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
- પેપર લીકમાં સામેલ તમામ લોકોને આકરી સજા થાય તેવી કરી માંગ
જૂનાગઢઃ ગુજરાત ગૌણ સેવા આયોગ દ્વારા ગત રવિવારે વહીવટી કર્મચારીની રાજ્યના વિવિધ વિભાગોમાં ભરતી કરવા માટેની પરીક્ષાનું (Head clerk examination paper leak)આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા શરૂ થાય તે પૂર્વે જ પરીક્ષામાં આપવામાં આવેલું પ્રશ્નપત્ર ઉત્તર ગુજરાતમાં લીક (Exam Paper Leak In Gujarat) થયું હોવાનું આપના નેતા યુવરાજસિંહ જાડેજાએ સમગ્ર મામલાનો ઘટસ્ફોટ કરીને ચકચાર મચાવી દીધી હતી. પેપર લીક મામલે હવે સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે. ત્યારે ગુજરાત ગૌણ સેવા આયોગ દ્વારા લેવામાં આવેલી પરીક્ષાઓ શંકાના દાયરામાં જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિમાં પરીક્ષા માટે તનતોડ મહેનત કરતા વિદ્યાર્થીઓને નુકસાન ન જાય અને પેપર લીક કરનાર તમામ આરોપીને કડક સજા કરવામાં આવે તેવી માંગ સાથેનું આવેદનપત્ર (Junagadh Collector Memorandum) આજે જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આપ (AAP Junagadh Protest)નેતા પ્રવીણ રામ દ્વારા આપવામાં આવ્યું હતું.
ગૌણ સેવા આયોગના અધ્યક્ષને દૂર કરવા માગણી
આપ (AAP Junagadh Protest) નેતા પ્રવીણ રામે જૂનાગઢ જિલ્લા કલેકટરને આવેદનપત્ર (Junagadh Collector Memorandum) આપીને પેપર લીક કાંડ (Head clerk examination paper leak) મામલામાં ભારે રોષ સાથે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું. રાજ્ય સરકાર ગૌણ સેવા આયોગના અધ્યક્ષને દૂર કરીને સમગ્ર મામલામાં ન્યાયપૂર્ણ રીતે તપાસ થાય તેવા તપાસ પંચને નીમી તાકીદે સમગ્ર મામલામાં ખુલાસો કરવો જોઇએ. પ્રવીણ રામે પેપર લીક મામલામાં (Exam Paper Leak In Gujarat) સરકારની સાથે ગુજરાત ગૌણ સેવા આયોગને પણ આડે હાથ લીધી હતી અને ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે જો રાજ્ય સરકાર અને ગુજરાત ગૌણ સેવા આયોગ પરીક્ષાર્થીઓના હિતમાં ન્યાયપૂર્ણ તપાસ નહીં કરે તો પોતે સરકાર અને ગૌણ સેવા આયોગ સામે જલદ આંદોલન કરશે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.
આ પણ વાંચોઃ Suspicion of Head Clerk's paper leak: 10થી 12 લાખ રૂપિયા પેપર વેચાયા હતા: વિધાર્થી આગેવાન