જૂનાગઢ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દેવાધી દેવ મહાદેવને બિલ્વપત્રનો અભિષેક કરવાનું વિશેષ મહત્વ (Special importance of anointing Bilvapatra) હોય છે. ત્યારે શિવજીને અતિપ્રિય અને શાસ્ત્રોમાં વર્ણન થયા મુજબ શિવભક્તોના તમામ પ્રકારના પાપોને નાશ કરવા માટે શક્તિમાન એવા બિલ્વપત્રનો સોમનાથ મહાદેવ મંદિરમાં અભિષેક (First Jyotirlinga Somnath Mahadev Temple) કરવામાં આવી રહ્યો છે. અહીં દરરોજ શિવજીને સવા લાખ બિલ્વપત્ર અર્પણ (Bilvapatra Abhishek on Lord Shivji) કરવામાં આવે છે.
દરરોજ થાય છે બિલ્વપત્રનો અભિષેક પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દેવાધિદેવ મહાદેવ પર બિલ્વપત્રનો અભિષેક કરવાનો વિશેષ ફળ સનાતન હિંદુ ધર્મ સંસ્કૃતિના ગ્રંથો અને શિવપૂરાણમાં દર્શાવવામાં (Special importance of anointing Bilvapatra) આવ્યું છે. તે મુજબ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રતિદિન સોમેશ્વર મહાદેવ પર સવા લાખ બિલ્વપત્રનો અભિષેક કરવામાં આવી (Bilvapatra Abhishek on Lord Shivji) રહ્યો છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન 37 લાખ 50 હજાર જેટલા બિલ્વપત્રનો અભિષેક સોમનાથ મહાદેવ પર (Bilvapatra Abhishek on Lord Shivji) કરવામાં આવે છે.
બિલ્વ વનમાંથી પસંદ કરાય છે બિલ્વ પત્ર આ બિલ્વપત્ર સોમનાથ મંદિર ટ્રસ્ટના 2 બિલ્વ વનમાંથી પસંદ કરવામાં આવે છે. 15 જેટલા ટ્રસ્ટના કર્મચારીઓ દૈનિક બિલ્વપત્રને પસંદ કરે છે અને તેમાંથી ધાર્મિક દ્રષ્ટિએ મહત્વના અને પૂર્ણ બિલ્વપત્રને પસંદ કરીને સોમનાથ મંદિર મોકલવામાં આવે છે. અહીં બિલ્વપત્રને પવિત્ર કરીને દેવાધિદેવ સોમનાથ મહાદેવ પર અભિષેક કરવા માટે (Bilvapatra Abhishek on Lord Shivji) તૈયાર કરાય છે અને સમગ્ર દિવસ દરમિયાન મહાદેવની પૂજામાં સવા લાખ બિલ્વપત્રનો ઉપયોગ પંડિતો દ્વારા કરવામાં આવે છે.
આ પણ વાંચો કાવડ યાત્રામાં કોઈમ્બતૂરના આદિયોગીની પ્રતિમા બની આકર્ષણનું કેન્દ્ર
મહાદેવને અતિપ્રિય છે બિલ્વપત્ર દેવાધિદેવ મહાદેવને કોઈ વિશેષ શણગાર કે, અભિષેક માટે જરૂર પડતી નથી. મહાદેવની કૃપા એક બિલ્વપત્રના અભિષેકથી પ્રાપ્ત થઈ શકે છે, જેને લઈને મહાદેવના ભક્તોમાં ખાસ મહત્વ છે. ત્યારે શિવપૂરાણ અને સનાતન હિન્દૂ ધર્મ સંસ્કૃતિના ગ્રંથોમાં બિલ્વપત્રનો જે પ્રકારે ઉલ્લેખ કરાયો છે. તે મુજબ મહાદેવને એક બિલ્વપત્ર અર્પણ કરવાથી મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને સાથે સાથે બિલ પત્ર મહાદેવ પર અભિષેક કરવાથી ભોળાનાથ પ્રત્યેક ભક્તને મહા પાપમાંથી પણ મુક્તિ અપાવતા હોય છે તેવી ધાર્મિક માન્યતા બિલ્વપત્રના અભિષેક સાથે જોડાયેલી છે.
આ પણ વાંચો વલભીનગરમાં આવેલા શિવલિંગોના ઇતિહાસ વિશે જાણો
બિલ્વપત્રના નાશથી થાય છે પાપોનો નાશ વધુમાં શિવપૂરાણમાં બિલ્વપત્રને (Bilvapatra is mentioned in Shivpurana) લઈને વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યા મુજબ બિલ્વપત્રના દર્શન અને સ્પર્શ કરવા માત્રથી પણ જાણે અજાણે થયેલા પાપોનો નાશ થતો હોય છે, જેના કારણે પણ મહાદેવ પર બિલ્વપત્રનો અભિષેક કરવાની વિશેષ ધાર્મિક માન્યતા (Special importance of anointing Bilvapatra) જોવા મળે છે.