ETV Bharat / city

જૂનાગઢના ગીર વિસ્તારમાં વહેલી સવારે આવ્યો 4ની તીવ્રતાનો ભૂકંપ

author img

By

Published : May 2, 2022, 7:54 AM IST

Updated : May 2, 2022, 8:01 AM IST

જૂનાગઢના ગીર વિસ્તારમાં આજે (સોમવારે) વહેલી સવારે 4ની તીવ્રતાનો ભૂકંપ (Earthquake in Gir Area of Junagadh) આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ તાલાલાથી 15 કિલોમીટરની ત્રિજ્યામાં હોવાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે (Junagadh Disaster Management Department) જણાવ્યું હતું.

જૂનાગઢના ગીર વિસ્તારમાં વહેલી સવારે આવ્યો 4ની તીવ્રતાનો ભૂકંપ
જૂનાગઢના ગીર વિસ્તારમાં વહેલી સવારે આવ્યો 4ની તીવ્રતાનો ભૂકંપ

જૂનાગઢઃ જૂનાગઢના ગીર વિસ્તારમાં આજે (સોમવારે) વહેલી સવારે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા 4ની હોવાનું સામે (Earthquake in Gir Area of Junagadh) આવ્યું હતું. જ્યારે ભૂકંપનું કેન્દ્ર બિન્દુ તાલાલાથી 15 કિલોમીટરની ત્રિજ્યામાં હોવાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે (Junagadh Disaster Management Department) જણાવ્યું હતું. ગીર અને તાલાલા પંથકમાં ઘણા વર્ષો પછી 4ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ મચી હતી. આપને જણાવી દઈએ કે, વર્ષ 2002થી ગીર અને તાલાલા વિસ્તાર ભૂકંપને કારણે ગુજરાતની સાથે સમગ્ર દેશમાં નવી ફોલ્ટ લાઈન તરીકે જાણીતો બન્યો હતો.

ભૂકંપની તીવ્રતા 4ની હોવાનું સામે આવ્યું
ભૂકંપની તીવ્રતા 4ની હોવાનું સામે આવ્યું

વર્ષ 2002થી ગીર-તાલાલામાં આવી રહ્યા છે ભૂકંપના આંચકા - વર્ષ 2002થી લઈને અત્યાર સુધી ગીર અને તાલાલાની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ સતત નોંધાઈ રહ્યા છે. જોકે, ભૂકંપની તીવ્રતા સતત ઘટી રહી છે. જ્યારે ભૂકંપના આંચકાઓ આજે પણ ગીરની ધરાને ધ્રુજાવી રહ્યા છે.

આ પણ વાંચો- Earthquake in Banaskantha : બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ ગામે 2.4 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો

ભૂકંપની તીવ્રતા 4ની આસપાસ પરંતુ નુકસાનની શક્યતા નહીવત્ - આજે (સોમવારે) વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ ગીર અને દેવળિયા વિસ્તારમાં (Earthquake in Gir Area of Junagadh) 4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી 4 કે તેથી વધુની તીવ્રતાના ધરતીકંપે તાલાલા પંથકમાં નોંધાયો (Earthquake in Gir Area of Junagadh) નહતો. ત્યારે ભૂકંપની તીવ્રતા ચોક્કસપણે ચિંતા સર્જી શકે છે. જોકે, આ ભૂકંપમાં કોઈ પણ પ્રકારનું જાન કે માલનું નુકસાન થયું હોવાની વિગતો ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને (Junagadh Disaster Management Department) હજી સુધી મળી નથી.

આ પણ વાંચો- Incident of theft in Talala: તાલાલા ગીરમાં ભૂકંપ આવશે તો ચોર કરશે જાહેરાત

ભૂકંપને સામાન્ય માનવામાં આવ્યો - ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના (Junagadh Disaster Management Department) અધિકારીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી ગીર અને તાલાલા વિસ્તારમાં ભૂકંપના આંચકાઓની સંખ્યામાં ઘટાડો થયો હતો. ત્યારે જમીનના પેટાળમાં એકઠી થયેલી શક્તિ ફરી એક વખત મુક્ત થતા ભૂકંપના આંચકાની તીવ્રતા 4ની નોંધાઈ છે, પરંતુ આ ભૂકંપને સામાન્ય માનવામાં આવી રહ્યો છે. હજી આગામી દિવસોમાં 4 કરતા ઓછી તીવ્રતાના ભૂકંપના આંચકા (Earthquake in Gir Area of Junagadh) પણ આવી શકે છે તેવી શક્યતાઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ (Junagadh Disaster Management Department) સાથે જોડાયેલા અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે. આ ભૂકંપ ધરતીના પેટાળમાં થઈ રહેલા પરિવર્તનનો એક સંકેત પણ માનવામાં આવે છે.

Last Updated : May 2, 2022, 8:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.