ETV Bharat / city

લમ્પી વાઈરસે 10 ગાયોના લીધા ભોગ, ગૌપ્રેમીઓમાં રોષ - લમ્પી વાયરસનો આંકડો

જુનાગઢ શહેરમાં લમ્પી વાઈરસ હાહાકાર મચાવવાની શરૂઆત કરી છે. એક સાથે 10 જેટલી ગાયોના મૃત્યુ નીપજતાં જુનાગઢ શહેરમાં શોકનું મોજું ફરી વળ્યુ છે. સાથે સાથે ગૌ પ્રેમીઓમાં પણ હવે ગાયોના મૃત્યુને લઈને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. Cows death Lumpy Virus in Junagadh, Lumpy Virus in Gujarat, cows death in Junagadh

લમ્પી વાઈરસે 10 ગાયોના લીધા ભોગ, ગૌપ્રેમીઓમાં રોષ

author img

By

Published : Aug 24, 2022, 10:53 AM IST

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લમ્પી વાયરસ ગ્રસ્ત ગાયોને (Lumpy Virus in Junagadh) રાખવામાં આવી છે. અહીં 10 જેટલી ગાયોના એક સાથે મૃત્યુ થતા જુનાગઢ શહેરમાં હાહાકાર મચી ગયો છે. તો સાથે સાથે ગાયોના મૃત્યુ થતા ગૌ પ્રેમીઓમાં ભારે (Lumpy Virus in Gujarat) નારાજગી જોવા મળી રહે છે. આગામી દિવસોમાં રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન (Cows death Lumpy Virus) લમ્પી ગ્રસ્ત ગાયોની તાકીદે સારવાર નહીં કરે તો ગૌ પ્રેમીઓએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

જૂનાગઢમાં લમ્પી વાયરસથી એકસાથે 10 ગાયોના મૃત્યુથી હાહાકાર

આ પણ વાંચો ડોક્ટરોની 75 ટકા અછત વચ્ચે પણ આ જિલ્લાએ પશુઓનું 100 ટકા રસીકરણ કરી મેળવી સિદ્ધિ

10 ગાયોના મૃત્યુ જુનાગઢ શહેરમાં એક સાથે 10 જેટલી ગાયોના મૃત્યુ નીપજતાં જુનાગઢ શહેરમાં શોકનું મોજું ફરી વળ્યુ છે. સાથે સાથે ગૌ પ્રેમીઓમાં પણ હવે ગાયોના મૃત્યુને લઈને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉભા કરવામાં આવેલા સારવાર કેન્દ્રમાં લમ્પી વાઇરસ ગ્રસ્ત 10 જેટલી ગાયોના ગત રાત્રિના સમયે અચાનક મૃત્યુ થતા ગૌ પ્રેમીઓ દોડી ગયા હતા. ગાયોના મૃત્યુને લઈને શોક સાથે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તાકીદે રાજ્યની સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન ગાયોની સારવારને લઈને કટિબદ્ધ બને તેવી માંગ પણ કરી હતી નહીં તો આગામી દિવસોમાં ગૌ પ્રેમીઓની સાથે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જેવા હિન્દુ ધાર્મિક સંગઠનો ઉગ્ર આંદોલન કરશે તેવી ગર્ભિત ચીમકી પણ ઉચ્ચારી છે.

આ પણ વાંચો Lumpy Virus in Gujarat લમ્પી વાયરસને લઈને કોંગ્રેસ મહિલા કોર્પોરેટરનો અનોખો વિરોધ

લમ્પી વાયરસ લીધો અજગરી ભરડો છેલ્લા એક મહિનાથી જુનાગઢ શહેર અને જિલ્લામાં લમ્પી વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેવામાં ચિંતાજનક દ્રશ્યો પણ સામે આવ્યા છે. ગઈકાલે ETV Bharat લમ્પી વાઇરસ ગ્રસ્ત ગાયોની સ્થિતિ અંગે અહેવાલ દર્શાવ્યો હતો. જેમાં પણ ગૌ પ્રેમીઓએ ગાયોના મૃત્યુને લઈને આશંકા વ્યક્ત કરી હતી. તેના 12 કલાક બાદ એક સાથે દસ ગાયોના મૃત્યુ લમ્પી વાયરસથી થતા જુનાગઢ શહેરમાં હાહાકાર મચી ગયો છે. મોટાભાગની ગાયો રામધણ અને રખડતા ઢોર હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આ પ્રકારના પ્રાણીઓ પર અંકુશ મૂકવો અને તેને રોગગ્રસ્ત સ્થિતિમાં અલગ તારવવું પણ ખૂબ જ મુશ્કેલી છે. આવી પરિસ્થિતિમાં હજુ પણ લમ્પી વાયરસ ગ્રસ્ત ગાયોની સંખ્યા અને મૃત્યુનો આંકડો પણ ચિંતાજનક રીતે વધી શકે છે. જેને લઇને ગૌ પ્રેમીઓ અને બજરંગ દળની સાથે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. Cows death Lumpy Virus in Junagadh, Lumpy Virus in Gujarat, cows death in Junagadh

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.