ETV Bharat / city

કોરોના સંક્રમણને કારણે ધોબી અને ઈસ્ત્રીનું કામ કરતા નાના ગૃહ ઉદ્યોગની રોજગારી મહામંદીમાં સપડાયા - laundry and ironing industries

કોરોના સંક્રમણને કારણે ધોબી અને ઈસ્ત્રીનું કામ કરતા નાના ગૃહ ઉદ્યોગોની રોજગારી મહામંદીમાં સપડાયેલી જોવા મળી રહી હોવાનું જૂનાગઢમાં આ વ્યવસાય કરી રહેલા લોકોનું માનવું છે.

કોરોના સંક્રમણ
કોરોના સંક્રમણ
author img

By

Published : Jun 5, 2021, 8:26 PM IST

Updated : Jun 5, 2021, 10:01 PM IST

  • ધોબી અને ઈસ્ત્રીકામનો વ્યવસાય કોરોના સંક્રમણમાં ફસાયો મહામંદીમાં
  • પાછલા એક વર્ષથી કોરોના સંક્રમણને કારણે જોવા મળી રહ્યો છે 70 ટકા જેટલો ઘટાડો
  • લગ્નસરા અને ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવામાં આવતાં પારંપરિક વ્યવસાય સપડાયા મહામંદીમાં

જૂનાગઢ:કોરોના સંક્રમણને કારણે ધોબી અને ઈસ્ત્રીનું કામ કરતા નાના વ્યવસાયકારો ખૂબ મુશ્કેલીમાં જોવા મળી રહ્યાં છે. પાછલા એક વર્ષ કરતા વધુ સમયથી કોરોના સંક્રમણને કારણે ધોબી અને ઈસ્ત્રીનું કામ 70 ટકા જેટલું ઘટેલું જોવા મળી રહ્યું છે. ધોબી કપડાંને ઇસ્ત્રી કરવાનું કામ પારંપરિક વ્યવસાય માનવામાં આવે છે. આવી પરિસ્થિતિની વચ્ચે પાછલા એક વર્ષ કરતા વધુ સમયથી આ વ્યવસાય સાથે જોડાયેલા નાના ઉદ્યોગકારો હવે પોતાના વ્યવસાયને બચાવવા માટે સંકટભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યાં છે.

કોરોના સંક્રમણને કારણે ધોબી અને ઈસ્ત્રીનું કામ કરતા નાના ગૃહ ઉદ્યોગની રોજગારી મહામંદીમાં સપડાયા

સરકાર પાસે મદદની અપેક્ષા

કોરોના સંક્રમણને કારણે કપડાં ધોવાનું અને તેને ઈસ્ત્રી કરવાનો પારંપરિક વ્યવસાય આજે ધીમે ધીમે મરણ પથારી તરફ સરકી ગયેલો જોવા મળી રહ્યો છે .કોરોના કાળમાં ધોબીનું કામ ખૂબ જ ગંભીર માનવામાં આવી રહ્યું છે. સંક્રમિત વ્યક્તિઓના કપડાં પણ ધોવા માટે આવી જતા હોય છે. આવા વિપરીત સમયની વચ્ચે પણ ધોબી અને કપડાંને ઈસ્ત્રી કરવાના વ્યવસાય મહામંદી તરફ આગળ વધી રહ્યો છે જેને ઉગારવા માટે પારંપરિક વ્યવસાય સાથે જોડાયેલા લોકો સરકાર તરફથી આશાની મીટ માંડતા જોવા મળી રહ્યાં છે.

કોરોના સંક્રમણને કારણે ધોબી અને ઈસ્ત્રીનું કામ 70 ટકા જેટલું ઘટેલું જોવા મળી રહ્યું છે

આ પણ વાંચોઃ વડોદરા જિલ્લાના વેમાર ગામે એક ખેડૂતે બદામના 700 ઓસ્ટ્રેલિયન છોડનું કર્યું વાવેતર

લગ્નસરા અને ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધથી વધુ અસર

કોરોના સંક્રમણને કારણે સરકાર દ્વારા લગ્નસરા અને ધાર્મિક તેમજ જાહેર કાર્યક્રમો પર પાછલા દોઢ વર્ષથી કેટલાક પ્રતિબંધનો લગાવવામાં આવ્યા છે જે આજે પણ જોવા મળી રહ્યા છે. જેને કારણે પારંપરિક ધોબી અને કપડાંને ઇસ્ત્રી કામનો વ્યવસાય સંકટ અને મહામુસીબતમાં ફસાયેલો જોવા મળી રહ્યો છે. ધોબી અને કપડાંને ઇસ્ત્રી કરવાનું કામ લગ્નસરા તેમજ ધાર્મિક કાર્યક્રમોમાં ખૂબ મોટા પ્રમાણમાં મળતું હોય છે. નાના અને મધ્યમ ઉદ્યોગકારો માટે આ સમય ખૂબ જ મહત્વનો અને આર્થિક રીતે સારી કમાણીનો વર્ષોથી માનવામાં આવે છે. આવા સમયે કોરોના સંક્રમણને કારણે મોટા ભાગના ધાર્મિક અને લગ્નસરા તેમજ તમામ જાહેર કાર્યક્રમો સરકારે આંશિક કે પૂર્ણ રીતે પ્રતિબંધિત જાહેર કર્યા છે, જેની વિપરીત અને માઠી અસર પારંપરિક ધોબી અને કપડાંને ઈસ્ત્રી કરવાના વ્યવસાય પર પણ જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ મોરારી બાપુએ વિશ્વ પર્યાવરણ દિવસે શું સંદેશ આપ્યો?

Last Updated : Jun 5, 2021, 10:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.