જૂનાગઢ- શહેરમાંથી વધુ એક વખત સિન્થેટિક ડ્રગ (Drug sized in Junagadh) પકડવામાં સફળતા મળી છે. પૂર્વ બાતમીને આધારે રાજકોટ તરફથી બાઈક પર આવતા આંબેડકરનગર જૂનાગઢમાં રહેતા સાગર રાઠોડ નામના કુખ્યાત આરોપી પાસેથી 55 ગ્રામ મેફ્રેડોન ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસે તેની ધરપકડ (Arrest of notorious Sagar Rathore of Junagadh) કરીને કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ધીમે ધીમે માદક અને નશીલા પદાર્થોની હેરાફેરી સામે આવી રહી છે. પાછલા કેટલાક મહિના દરમિયાન કેટલાક કિસ્સામાં જૂનાગઢ પોલીસે નશીલા પદાર્થોની હેરાફેરી પકડી પાડી હતી.
બાતમીના આધારે પકડાયો - પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે પોલીસે શંકાસ્પદ રીતે બાઈક પર રાજકોટથી જૂનાગઢ આવી રહેલા ઈસમને મજેવડી દરવાજા નજીક દબોચી લેતાં તેની પાસે રહેલો પદાર્થ ફોરેન્સિક લેબોરેટરીના અધિકારીઓએ તપાસ બાદ તે મેફેડ્રોન નામનો નશીલો (Drug sized in Junagadh) પદાર્થ હોવાનું સામે આવતા પોલીસે ડ્રગ્સની હેરાફેરીના મામલામાં આરોપીની અટકાયત (Arrest of notorious Sagar Rathore of Junagadh) કરી છે.
આ પણ વાંચોઃ MD Drugs Seized in Ahmedabad : SOG ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો, આરોપીની પૂછપરછમાં મળી ચોંકાવનારી માહિતી
જૂનાગઢ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી - જૂનાગઢ શહેર અને જિલ્લામાં પાછલા બે મહિના દરમિયાન મેફેડ્રોન નામના નશીલા પદાર્થોની હેરાફેરીનો ત્રીજો કેસ સામે આવ્યો છે. અગાઉ ચોરવાડ નજીકથી એક યુવાન મેફેડ્રોનના જથ્થા સાથે ( Junagadh police arrested the accused in a drug trafficking case) પકડાયો હતો. ત્યારબાદ થોડા સમય પૂર્વે જૂનાગઢના દોલત પરા વિસ્તારમાંથી પણ એક યુવાનને મેફ્રેડોન નામના નશીલા પદાર્થોની હેરાફેરી કરે તે પૂર્વે પોલીસના હાથે ઝડપાયો હતો અને આજે સાગર રાઠોડ નામનો આરોપી પણ મેફ્રેડોન નામનો નશીલો પદાર્થ (Drug sized in Junagadh) લઈને આવતા પોલીસના હાથે ઝડપાઈ (Arrest of notorious Sagar Rathore of Junagadh) ગયો છે. જૂનાગઢ પોલીસ અત્યાર સુધીમાં અંદાજિત 30 લાખ કરતા વધુની કિંમતનું 300 ગ્રામ જેટલું સિન્થેટિક ડ્રગ્સ મેફ્રેડોન પકડી પાડ્યું છે.
આ પણ વાંચોઃ રાજકોટનો યુવાન આ રીતે બન્યો ડ્રગ પેડલર, SOGએ કર્યો પર્દાફાશ
આરોપી સાગર રાઠોડ ગુનાહિત ઇતિહાસ ધરાવતો ઈસમ - આજે મેફેડ્રોનના જથ્થા સાથે પકડાયેલો આરોપી સાગર રાઠોડ અગાઉ પણ પ્રોહોબિહેશનના ગુના સબબ જૂનાગઢ શહેરના વિવિધ પોલીસ મથકોમાં આરોપી તરીકે (Arrest of notorious Sagar Rathore of Junagadh) પકડાયો હતો. આ સિવાય સાગર રાઠોડ પર હત્યા અને હત્યા કરવા જેવા ખૂબ જ ગંભીર ગુનાઓ મળીને કુલ 6 કરતાં વધુ ગુનામાં પોલીસ ચોપડે નોંધાયેલો છે. ત્યારે આરોપી આજે ડ્રગ્સની હેરાફેરી કરતા (Drug sized in Junagadh) પકડાયો છે. જેના તાર ખૂબ ઊંડે સુધી જોડાયેલા હશે તેને લઇને જૂનાગઢ પોલીસ હાલ ખૂબ જ ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી રહી છે. પ્રારંભિક વિગતો દરમિયાન પોલીસના હાથે સાગર રાઠોડ નામનો આરોપી ઝડપાયો છે. પરંતુ તપાસને અંતે સમગ્ર ડ્રગ્સના રેકેટમાં કોઈ મોટા માથા કે ડ્રગ્સના ડિલરોનો સમાવેશ છે કે નહીં તેને લઈને પોલીસ તપાસ શરૂ કરી છે.