જૂનાગઢઃ વંથલી તાલુકાના સેંદરડા ગામના (Murder of an elderly couple in Sendarda village) વાડી વિસ્તારમાં વૃદ્ધ દંપતીની હત્યા (Double Murder in Junagadh) કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતા જૂનાગઢના વિભાગીય પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારે પોલીસે આ હત્યાકાંડના આરોપીઓ (Double Murder in Junagadh) સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.
તીક્ષ્ણ હથિયાર વડે વૃદ્ધ દંપતીની હત્યા
સેંદરડા ગામની વાડી વિસ્તારમાં રહેતા વૃદ્ધ ખેડૂત દંપતીની અજાણ્યા ઈસમોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી હતી, જેને લઈને જૂનાગઢ જિલ્લામાં પણ ભારે ચકચાર મચ્યો છે. એક સાથે 2 વ્યક્તિની હત્યા થવાથી જૂનાગઢ પોલીસ પણ ચોંકી ઉઠી છે અને હત્યારાઓ સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો- Murder in Rajkot : મધ્યપ્રદેશની જમીનના ડખામાં રાજકોટમાં ભાઈઓએ કરી ભાઈની હત્યા
મૃતક દંપતી પોલીસ કર્મચારીના માતા-પિતા હોવાની વિગતો આવી બહાર
આ અંગે મળતી માહિતી અનુસાર, મૃતક રાજાભાઈ અને ઝીલુબેન જિલડીયા પોલીસ કોન્સ્ટેબલના માતાપિતા હોવાની વિગતો (Policeman's parents killed in Junagadh) બહાર આવી રહી છે. ગઈકાલે રાત્રે અજાણ્યા ઈસમોએ ચોરી કરવાના ઈરાદે વાડી વિસ્તારમાં રહેતા વૃદ્ધ દંપતીની હત્યા કરી હોવાનો પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખી પોલીસે તપાસ હાથ ધરી છે..
આ પણ વાંચો- Murder In Porbandar : પોરબંદરમાં જૂથ અથડામણમાં બેના મોત, ત્રણની અટકાયત
હત્યાના ઉદ્દેશ અંગે પોલીસે તપાસ શરૂ કરી
જોકે, દંપતીની હત્યા કરનારા આરોપીઓ કોણ હતા અને હત્યા (Double Murder in Junagadh) પાછળનો ઉદ્દેશ શું છે. તે હત્યારાઓ પોલીસની પકડમાં આવ્યા બાદ બહાર આવશે, પરંતુ જે પ્રકારે વાડી વિસ્તારમાં રહેતા વયોવૃદ્ધ દંપતીની હત્યા થઈ છે. તેને લઈને સમગ્ર જૂનાગઢ જિલ્લામાં અરેરાટીનું વાતાવરણ પણ પ્રસરી જવા પામી છે. અત્યારે સમગ્ર જૂનાગઢ પોલીસ વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને ઘટના સ્થળ પરથી પુરાવાઓ એકત્ર કરીને હત્યારાઓ (Double Murder in Junagadh) સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.