ETV Bharat / city

શ્વાન પ્રેમીઓ પોતાના પાલતુ શ્વાનોને કોરોના સંક્રમણથી બચાવવા માસ્કના સહારે જોવા મળ્યા, જેને તબીબો પણ માને છે સર્વોત્તમ - Junagadh dog lover

સતત વધી રહેલા કોરોનાના સંક્રમણના કારણે શ્વાન પ્રેમીઓ હવે પોતાના શ્વાનને સંક્રમણ ન લાગે તેના માટે માસ્ક પહેરાવીને સુરક્ષિત કરી રહ્યા છે. શ્વાન પ્રેમીઓનો આ નિર્ણય જૂનાગઢના પશુ તબીબો પણ આવકારી રહ્યા છે. તેઓ જણાવે છે કે, શ્વાનોમાં કોરોના સંક્રમણ વર્ષો પહેલા જોવા મળ્યું હતું. ત્યારે આ વખતનું કોરોના સંક્રમણ વધુ ભયજનક હોવાના કારણે તમામ શ્વાનને માસ્કથી સુરક્ષિત કરવાનો નિર્ણય ખરેખર આવકારદાયક અને અનુકરણીય છે.

શ્વાન પ્રેમીઓ પોતાના પાલતુ શ્વાનોને કોરોના સંક્રમણથી બચાવવા માસ્કના સહારે જોવા મળ્યા

author img

By

Published : Jun 6, 2021, 12:55 PM IST

  • શ્વાનના માલિકોએ પોતાના પાલતુ શ્વાનને કોરોનાનું સંક્રમણ ન લાગે તે માટે થયા સાવચેત
  • શ્વાન માલિકો માસ્કથી રક્ષણ આપી રહ્યા છે, તેને તબીબોએ પણ આવકાર્યુ
  • કોરોના સંક્રમણ થી શ્વાન ને બચાવવા સ્વાન માલિકો માસ્ક ના સહારે

જૂનાગઢઃ કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે, આવી પરિસ્થિતિમાં હવે લોકો વધુ સજાગ બને તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે જૂનાગઢમાં શ્વાન પ્રેમીઓ પોતાના પાલતુ શ્વાનોને સંક્રમણ ન લાગે તે માટે ખૂબ જ સાવચેત બની રહ્યા છે અને સાથે-સાથે પોતાના શ્વાનને કોરોના સંક્રમણથી દુર રાખવા માટે ફરજિયાત માસ્ક પહેરાવીને તેને સુરક્ષિત કરી રહ્યા છે.

શ્વાન પ્રેમીઓ પોતાના પાલતુ શ્વાનોને કોરોના સંક્રમણથી બચાવવા માસ્કના સહારે જોવા મળ્યા

આ પણ વાંચોઃ જાણો.. પ્રાણીઓમાં કેવા હોય છે કોરોના વાઇરસના લક્ષણો અને કેવી રીતે થાય છે ટેસ્ટિંગ

કોરોનાનું સંક્રમણ સિંહોમાં જોવા મળ્યું હતું

કોરોનાનું સંક્રમણ કેટલાક પ્રાણી સંગ્રહાલયોમાં રહેલા સિંહોમાં જોવા મળ્યું હતું. ત્યારથી શ્વાન પ્રેમીઓ પણ હવે પોતાના પાલતુ શ્વાનને સુરક્ષિત કરવા અને તેમણે કોરોના વાઇરસથી દુર રાખવા ફરજિયાત માસ્ક પહેરાવી રહ્યા છે. જેને જૂનાગઢના તબીબો પણ આવકાર આપી રહ્યા છે.

વર્ષો પહેલા કોરોના સંક્રમણ શ્વાનોમાં જોવા મળ્યું હતું

કોરોના વાઇરસ આજથી કેટલાંક વર્ષ પૂર્વે પાલતુ શ્વાનોમાં જોવા મળ્યો હતો. જેને લઇને શ્વાનોને કોરોના સંક્રમણથી દુર રાખવા માટે શ્વાન પ્રેમીઓ કોરોના રસી પણ શ્વાનોને આપે છે અને તેના થકી જ આજે પાલતુ શ્વાનો કોરોના સંક્રમણથી મુક્ત જોવા મળી રહ્યા છે. પરંતુ વર્તમાન સમયમાં સતત સ્ટ્રેન બદલીને ફેલાઈ રહેલો કોરોના સંક્રમણ વધુ ઘાતક બની રહ્યો છે.

કોરોનાથી પોતાના પાલતુ શ્વાનોને મુક્ત રાખવા શ્વાન પ્રેમીઓ શ્વાનોને માસ્કની સુરક્ષા આપી રહ્યા છે

શ્વાનોને કોરોનાથી સુરક્ષા મળે તે માટે માસ્ક પહેરાવવાનો નિર્ણય

કોરોનાની આવી પરિસ્થિતિમાં પાલતુ શ્વાન કોરોના સંક્રમિત ન બને તે માટે ખાસ તકેદારી રાખવાની પણ જરૂરિયાત ઊભી થઇ છે. ત્યારે શ્વાન માલિકોએ પોતાના પાલતુ શ્વાનોને કોરોનાથી સુરક્ષા મળે તે માટે માસ્ક પહેરાવવાનો જે નિર્ણય કર્યો છે તેને તબીબો પણ આવકારી રહ્યા છે.

શ્વાનોમાં કોરોના સંક્રમણ આંતરડામાં જોવા મળે છે, જ્યારે મનુષ્યમાં શ્વસન તંત્રમાં જોવા મળી રહ્યો છે

વર્ષો પહેલા શ્વાનોમાં જોવા મળેલો કોરોના સંક્રમણ ગેસ્ટ્રીક એટલે કે આંતરડામાં જોવા મળતો વાઇરસ હતો. જેના કારણે શ્વાનોના મોત પણ થઇ ચૂક્યા હતા. આવી પરિસ્થિતિમાં કોરોનાની રસી શ્વાનોને મૂકવામાં આવતા, હવે તેને સુરક્ષિત કરાયા છે. પરંતુ વર્તમાન સમયમાં આવેલું કોરોના સંક્રમણ મનુષ્યમાં શ્વસન તંત્રમાં ફેલાઈ રહ્યો છે, જે વધુ ઘાતક બની શકે છે.

આ પણ વાંચોઃ કોરોના વાઇરસનો ચેપ હવે માનવીમાંથી પાલતું પ્રાણીઓમાં ફેલાવા લાગ્યો

શ્વાનોને માસ્કથી કરવામાં આવે છે સુરક્ષિત

હજુ સુધી શ્વાનથી કોરોના વાઇરસનો ચેપ મનુષ્યમાં કે મનુષ્યમાંથી કોરોના વાઇરસનો ચેપ શ્વાનોમાં લાગ્યો હોય, તેવા એક પણ કિસ્સા સામે આવ્યા નથી. પરંતુ પૂરતી તકેદારી રાખીને શ્વાન પ્રેમીઓ જે પ્રકારે શ્વાનોને માસ્કથી સુરક્ષિત કરી રહ્યા છે. તેને તબીબો પણ આવકારી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.