જૂનાગઢઃ ભવનાથની તળેટીમાં દામોદર કુંડ સમીપે આવેલા અને 200 વર્ષોથી પણ વધુ સમયથી બિરાજતા ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરીને ભાવિકો ધન્યતા અનુભવી રહ્યા છે.
![Devadhidev Gupteswar Mahadev](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-02-gupteshwar-vis-01-byte-01-pkg-special-story-7200745_23072020140708_2307f_01136_773.jpg)
ભવનાથની તળેટીમાં દામોદરકુંડની નજીક બિરાજમાન ગુપ્તેશ્વર મહાદેવ 200 વર્ષોથી શિવભક્તોમાં ભારે આસ્થાનું કેન્દ્ર છે. પવિત્ર તીર્થ દામોદર કુંડ નજીક આશરે 200 વર્ષ પહેલાથી ગુપ્તેશ્વર મહાદેવની પૂજા શિવભક્તો દ્વારા કરવામાં આવી રહી છે. જેને કારણે ગુપ્તેશ્વર મહાદેવ શિવભક્તોમાં ભારે આસ્થાનું કેન્દ્ર બન્યા છે. અહીં સમગ્ર વર્ષ દરમિયાન ભક્તોની ભારે ભીડ પણ જોવા મળતી હોય છે.
![Devadhidev Gupteswar Mahadev](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-02-gupteshwar-vis-01-byte-01-pkg-special-story-7200745_23072020140708_2307f_01136_121.jpg)
સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ગુપ્તેશ્વર મહાદેવના મંદિરે શિવભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે. એક પ્રાચીન માન્યતા મુજબ નરસિંહ મહેતા પણ અહીં જ શિવની સ્તુતિ અને ભક્તિ કરતા હતા. જે માન્યતાને લઈ ગુપ્તેશ્વર મહાદેવ શિવ ભક્તોમાં ભારે આસ્થાનું કેન્દ્ર બન્યા છે. અહીં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. જેને લઇ ગુપ્તેશ્વર મહાદેવ શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક આસ્થાનું કેન્દ્ર બન્યા છે.