ETV Bharat / city

વધુ એક વખત જૂનાગઢ જિલ્લામાં મગફળી ખરીદ પ્રક્રિયાને લઇને ગોલમાલ ઉગ્ર બને તેવી શક્યતા - રાજ્યના પુરવઠા પ્રધાન

જૂનાગઢ જિલ્લાના માળીયા એપીએમસીમાં મગફળીની ગોલમાલ મામલો પૂરવઠા પ્રધાને આપેલી પ્રતિક્રિયા બાદ કોંગ્રેસ કિસાન સેલે તમામ મગફળીમાં ગરબડી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. ગળું ગોડાઉનમાં પડેલી મગફળીની તપાસ કરવામાં આવે તો વધુ એક વખત જૂનાગઢ જિલ્લામાંથી મગફળી કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

વધુ એક વખત જૂનાગઢ જિલ્લામાં મગફળી ખરીદ પ્રક્રિયાને લઇને ગોલમાલ ઉગ્ર બને તેવી શક્યતા

author img

By

Published : Dec 24, 2020, 9:28 AM IST

Updated : Dec 24, 2020, 10:01 AM IST

  • ફરી એક વખત મગફળીની ખરીદીમાં ગોલમાલનો મામલો ઉગ્ર બને તેવી શક્યતા
  • પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાની પત્રકાર પરિષદ બાદ કિસાન કોંગ્રેસે લગાવ્યા આક્ષેપ
  • 70 હજાર ગુણી મગફળીની તપાસ કરવાની આપી ચેલેન્જ
  • ગત વર્ષની જેમ આ વર્ષે પણ મગફળીની ખરીદી પ્રક્રિયામાં ગોલમાલનું ભૂત
    જૂનાગઢ જિલ્લામાં મગફળી ખરીદ પ્રક્રિયાને લઇને ગોલમાલ ઉગ્ર બને તેવી શક્યતા

    જૂનાગઢ :સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા બિલકુલ અંતિમ ચરણ તરફ આગળ વધી રહી છે. ત્યારે આ વર્ષે મગફળીની ખરીદીમા કોઈ પ્રકારની ગોલમાલ નહીં થાય તેવા વાતાવરણની વચ્ચે મગફળીની સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી થઇ રહી હતી, પરંતુ ગઈકાલે જૂનાગઢ જિલ્લાના માળીયા માર્કેટિંગ યાર્ડમાં પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષ પાલ આંબલીયાએ ત્રણ હજાર ગુણી વેરહાઉસિંગ ગોડાઉન માંથી ભેળસેળ યુક્ત હોવાને કારણે પરત આવી છે. તેવો સનસનીખેજ આક્ષેપ સાથે ખુલાસો કર્યો હતો.

મગફળીને ફરીથી સાફ કરીને વેરહાઉસમાં મોકલવામાં આવશે

રાજ્યના પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ પત્રકાર પરિષદ મારફતે સમગ્ર ઘટના પરથી પડદો ઊંચકવાનો પ્રયાસ કર્યો હતો. જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, જે મગફળી પરત આવી છે. તે સાફ-સફાઈની ગુણવત્તાને કારણે વેરહાઉસમાં થી પરત મોકલવામાં આવી છે. જે મગફળી પરત આવી છે તેવી તમામ મગફળીને ફરીથી સાફ કરીને વેરહાઉસમાં મોકલવામાં આવશે. આ પરિસ્થિતિમાં મગફળીમાં કોઈ ગોલમાલ થઈ છે. તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળતું નથી પરંતુ પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષે સમગ્ર મામલાને ગોલમાલથી પર રાખવાનો કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા આક્ષેપ કર્યો હતો. સમગ્ર મામલામાં ઢાંકપિછોડો કરવામાં આવી રહ્યો છે. તેવો સનસનીખેજ આક્ષેપ પણ જયેશ રાદડિયા પર લગાવ્યો હતો.

ખેડૂતોને સાથે રાખીને નિષ્પક્ષ તપાસ કરવાની ચેલેન્જ કરતા આંબલીયા

જયેશ રાદડિયાની પત્રકાર પરિષદમાં પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષ પાલ આંબલિયા એ ગળુમાં 70 હજાર જેટલી મગફળીની બોરી વેરહાઉસ ગોડાઉનમાં રાખવામાં આવી છે. જેની તપાસ કરવામાં આવે તેવી માંગ પણ કરી છે. જો રાજ્ય સરકાર અને સમગ્ર મગફળીની ખરીદી પ્રક્રિયા સાથે સામેલ પુરવઠા વિભાગ સંપૂર્ણ સ્વચ્છ અને નિષ્કલંક હોય તો સમાચાર માધ્યમોની સાથે સ્થાનિક સંસ્થાઓ અને ખેડૂતોને રાખીને 70 હજાર જેટલી મગફળીની ગુણીની તપાસ કરવામાં આવે તો આ વર્ષે પણ મગફળીમાં મસમોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા પાલ આંબલિયાએ વ્યક્ત કરી છે.

સરકારે જે દાવા કરી રહ્યા છે તેની સામે પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલનો દાવો

પૂરવઠા પ્રધાન રાદડીયાને સમાચાર માધ્યમોની હાજરીમાં ગોડાઉનમાં તપાસ કરવાની ચેલેન્જ પણ આપી હતી. હવે જોવું રહ્યું કે સરકારે જે દાવા કરી રહ્યા છે તેની સામે પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલનો દાવો કેટલી ટક્કર આપશે તે જોવું રહ્યું, પરંતુ રાજ્ય સરકારે સમગ્ર મામલાને લઈને તાબડતોબ પત્રકાર પરિષદ કરવાની ફરજ પડી છે. તો બતાવી આપે છે કે મામલો જેટલો નાનો ગણવામાં આવે છે તેટલો કદાચ ન પણ હોય અને ભવિષ્યમાં કોઇ મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓને વર્તમાન સમયે નકારી શકાય તેમ નથી.

આ પણ વાંચો :

Last Updated : Dec 24, 2020, 10:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.