ETV Bharat / city

CM Republic Day Celebration in Somnath: ગીર સોમનાથમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યું ધ્વજવંદન

ગીર સોમનાથ જિલ્લામાં સદભાવના મેદાન (Republic Day celebrations at Girsomnath) ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન (CM Bhupendra Patel saluted the flag at Gir Somnath ) કર્યું હતું. આજે દેશના 73મા પ્રજાસત્તાક દિવસની ધાર્મિક એકતા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં મુખ્યપ્રધાન સાથે સ્વાતંત્ર્ય સૈનિકો અને વિવિધ ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

CM Republic Day Celebration in Somnath: ગીર સોમનાથમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યું ધ્વજવંદન
CM Republic Day Celebration in Somnath: ગીર સોમનાથમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યું ધ્વજવંદન
author img

By

Published : Jan 26, 2022, 9:47 AM IST

Updated : Jan 26, 2022, 1:45 PM IST

ગીર સોમનાથઃ સદભાવના ખાતે 73મા પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની (Republic Day celebrations at Girsomnath) ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અહીં રાષ્ટ્ર ધ્વજને ફરકાવી ધ્વજવંદન (CM Bhupendra Patel saluted the flag at Gir Somnath) કર્યું હતું. તે દરમિયાન અહીં રાજ્ય સચિવાલયના અધિકારીઓ, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સાથે સાથે સ્વાતંત્ર્ય સૈનાનીઓ સહિત રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યા પછી મુખ્યપ્રધાને ખૂલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝિલ્યું હતું. સાથે જ મુખ્યપ્રધાને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી હતી.

ગીર સોમનાથમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યું ધ્વજવંદન

આ પણ વાંચો- Republic Day 2022 : શા માટે ઉજવવામાં આવે છે પ્રજાસત્તાક દિવસ, જાણો તથ્યો...

બાલવીર એવોર્ડ વિજેતા અવનીનું સન્માન કરાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ પહેલા બાલવીર પુરસ્કારની જાહેરાત કરી હતી, જેમાં સુરતની દિવ્યાંગ બાળકી અવની જાઝરુકિયાનું નામ પણ શામેલ હતું. અવનીએ તેની તમામ શારીરિક ઉણપની સામે યોગમાં વિશેષ મહારત પ્રાપ્ત કરવા બદલ તેને બાલવીર એવોર્ડથી (Balvir Award to Avni Jazrukia) નવાજવામાં આવી હતી. મુખ્યપ્રધાને અવનીનું સન્માન કર્યું હતું.

મુખ્યપ્રધાને અવની જાઝરુકિયાનું સન્માન કર્યું

મુખ્યપ્રધાને લોકોને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી હતી

આ પણ વાંચો- Kutch Earthquake Anniversary 2022 : 21 વર્ષે પણ ભૂકંપના ઈજાગ્રસ્તોની ચાલી રહી છે સારવાર, કોણ કરે છે જાણો

કોરોનાના કારણે તમામ સાંસ્કૃતિક કાર્યકમો રદ કરાયા

આ ઉપરાંત કોરોના સંક્રમણને કારણે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સના (Corona Frontline Warriors honored at Gir Somnath) સન્માનની સાથે જે લોકોએ કોરોના કાળ દરમિયાન લોકોની સેવામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. તેવા તમામ લોકોના યોગદાનને યાદ કરીને તેમને પણ આજના દિવસે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે. જોકે, આ વખતે કોરોનાના કારણે તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો રદ્ કરવામાં આવ્યા છે. આજે બિલકુલ સાદાઈથી, પરંતુ જાજરમાન દેખાતા દેશના 73મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગીર સોમનાથ જિલ્લામાં (Republic Day celebrations at Girsomnath) કરવામાં આવી રહી છે.

Last Updated : Jan 26, 2022, 1:45 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.