જુનાગઢ: સ્વામિનારાયણ સંપ્રદાયના ઘનશ્યામ મહારાજ આજે ચૈત્ર સુદ નોમના રોજ અયોધ્યા નજીકના છપૈયા ગામમાં પ્રગટ થયા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં(Swaminarayan Dharma) આજે ઘનશ્યામ મહારાજનો 241મો જન્મદિવસ અભૂતપૂર્વ ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આ સ્વામિનારાયણ સંપ્રદાય એક એવો સંપ્રદાય છે જે ઝડપથી વિકસી રહ્યો છે. ઘનશ્યામ મહારાજના ધાર્મિક વારસાને(Religious heritage of Ghanshyam Maharaj) અનુસરીને આ જૂથ આજે પણ કાર્યરત છે. જેમાં ભગવાન ઘનશ્યામ મહારાજનો દેખાવ અત્યંત નોંધપાત્ર માનવામાં આવે છે. ઘનશ્યામ મહારાજનો દેખાવ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રાચીન શાસ્ત્રો અનુસાર પૃથ્વી પરની અનિષ્ટ શક્તિના નિર્મૂલન અને શાસ્ત્રોની સ્થાપના(Foundation of Scriptures) માટે થયો હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો: કમલા એકાદશી નિમિત્તે મેમનગર સ્વામિનારાયણ ગુરુકુળમાં 3000 કિલો સફરજનનો ફલકૂટોત્સવ
મહાત્મા ગાંધી અને સરદાર પટેલે પણ ઘનશ્યામ મહારાજની ધર્મ પ્રતિબદ્ધતાને બિરદાવી - ઘનશ્યામ મહારાજની ધર્મ પ્રતિબદ્ધતા અને સભ્ય સમાજ સુસંસ્કૃત શિક્ષિત કુરિવાજો મુકત અને વ્યસનોથી દૂર રહે તે પ્રકારના સમાજજીવનની સ્થાપના(Foundation of social life) કરવા માટે ઘનશ્યામ મહારાજે ખૂબ મહેનત કરી તેમના સ્વહસ્તે લખાયેલી 212 શ્લોકની શિક્ષાપત્રી આજે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રત્યેક હરિભક્તો માટે ગીતા સમાન માનવામાં આવે છે ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વહસ્તે લખવામાં આવેલી હતી. આ શિક્ષાપત્રીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પણ ખૂબ જ આદર માન અને સન્માન આપતા હતા તેઓ માનતા હતા કે શિક્ષાપત્રીના 212 શ્લોકમાં મુજબનું જીવન કોઈ પણ વ્યક્તિ જીવી શકે તો અનિષ્ટો દુર્ગુણોને સભ્ય સમાજમાં ક્યારેક જગ્યા ન મળી શકે. આવા ધાર્મિક અને વૈચારિક ક્રાંતિ ધરાવતા ઘનશ્યામ મહારાજની(Ghanshyam Maharaj Junagadh) આજે 241 મી જન્મ જયંતી(Nilkhanthvarni Jayanti) મનાવાઈ રહી છે.
આ પણ વાંચો: અક્ષય તૃતીયાએ મણિનગર અને કડીમાં શ્રી ઘનશ્યામ મહાપ્રભુને ચંદનનો શણગાર
સ્વામિનારાયણ મંદિરમાં કરાઈ રહ્યું છે વિશેષ ધાર્મિક આયોજન - આજથી 241 વર્ષ પૂર્વે ચૈત્ર સુદ નોમના દિવસે રાત્રીના 10 વાગ્યે અને 10 મીનીટે ઘનશ્યામ મહારાજ નો પ્રાગટ્ય અયોધ્યા નજીક છપૈયા ગામમાં થયો હતો જેને અનુલક્ષીને જુનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં(Junagadh Swaminarayan Temple) રાત્રીના 10 કલાક અને 10 મિનીટે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરીને ઘનશ્યામ મહારાજની 241 મી જન્મ જયંતી ઊજવવાનો(Ghanshyam Maharaj birth anniversary program) કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવશે ત્યારે આજે રામ નવમી અને ઘનશ્યામ મહારાજની જન્મ જયંતીના બેવડા શુભ પ્રસંગે હરિભક્તોમાં ભગવાન રામના જન્મોત્સવ(Celebration of Ramanavami 2022) અને ઘનશ્યામ મહારાજના પ્રાગટ્ય દિનની ઉજવણીને લઈને પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજના દિવસે સ્વામીમંદિરમાં વિવિધ ધાર્મિક ઉજવણી અને પૂજા કરીને ઘનશ્યામ મહારાજના પ્રાગટ્ય મહોત્સવ અને ભગવાન રામચંદ્રજીની જન્મ જયંતિ પણ ઉજવવામાં આવશે.