જૂનાગઢ શ્રાવણ વદ સાતમ એટલે કે, શીતળા સાતમનો તહેવાર (Shitala Satam 2022) ધાર્મિક આસ્થાને વિશ્વાસ સાથે મનાવવામાં આવી રહ્યો છે. વર્ષો પહેલા જ્યારે શીતળા નામના રોગ સામે કોઈપણ પ્રકારની દવા અને ઉપચાર પદ્ધતિ અમલમાં ન હતી, ત્યારથી મહિલાઓ દ્વારા તેમના નાના બાળકોને શીતળા નામની બીમારીથી મુક્તિ મળે તે માટે શ્રાવણવદ સાતમના દિવસે શીતળા સાતમનો તહેવાર (Celebrating Shitala Satam Festival 2022) મનાવવામાં આવે છે. શીતળા માતા તેમના પરિવારને શીતળા નામના રોગ સામે રક્ષણ પૂરું પાડે તેવી આસ્થા સાથે સાતમનો તહેવાર મનાવવાની પરંપરા શરૂ થઈ હતી. જે આજે આધુનિક યુગમાં પણ ખૂબ જ ધાર્મિક આસ્થા અને પરંપરા સાથે ઉજવવામાં આવી રહી છે.
આ પણ વાંચો જાણો, શીતળા સાતમનું વ્રત અને મહત્વ
શીતળા સાતમનો તહેવાર આદિ અનાદી કાળથી શ્રાવણ વદ સાતમના દિવસે શીતળા સાતમનો તહેવાર ઉજવવાની ધાર્મિક પરંપરા ચાલતી આવે છે. જે આજે પણ યથાવત જોવા મળી રહી છે. શીતળા સાતમના તહેવાર (Shitala Satam 2022) નિમિત્તે પ્રત્યેક મહિલાઓ પોતાના પરિવારના બાળકોનું શીતળાના રોગ સામે રક્ષણ થાય તે માટે શીતળા માતાનું પૂજન કરીને તેની કૃપાદ્રષ્ટિ તેમના પરિવાર પર સદાય જળવાઈ રહે તેવી આસ્થા સાથે શીતળા સાતમનો તહેવાર મનાવી (Festival Of Shitala Satam) રહી છે. વર્ષો પહેલા જ્યારે શીતળા નામના રોગ સામે કોઈ તબીબી ઉપચાર પદ્ધતિ અને દવાઓ જોવા મળતી ન હતી તેવા સમયે શીતળા નામના રોગ સામે શીતળા માતા રક્ષણ આપતી હોવાની ધાર્મિક માન્યતા અનુસાર શીતળા સાતમના તહેવારની ઉજવણી કરવાની શરૂઆત (Celebrating Shitla Satam Festival 2022) કરવામાં આવી હતી જેનો ઉલ્લેખ સનાતન હિંદુ ધર્મ સંસ્કૃતિમાં જોવા મળે છે.
એક દિવસ પહેલા રાંધેલો પ્રસાદ શીતળા માતાને કરાય છે અર્પણ શીતળા સાતમના (Shitala Satam 2022) તહેવાર પૂર્વે (Festival Of Shitala Satam) રાંધણ છઠના દિવસે મહિલાઓ ઘરમાં રાંધેલો ખોરાક શીતળા માતાને અર્પણ કરવાની પરંપરા વર્ષોથી ચાલતી આવે છે. જેમાં મહિલાઓ દ્વારા ઘરમાં મીઠાઈ બનાવવામાં આવે છે. ઘઉંની કુલર શ્રીફળ અને મીઠાઈ જે ઘરમાં બનાવવામાં આવી છે તે શીતળા માતાને પ્રસાદી રૂપે અર્પણ કરવાની વિશેષ ધાર્મિક પરંપરા છે. ત્યારબાદ શીતળા માતાને ધરેલો પ્રસાદ ઘરના તમામ સદસ્યો આરોગે છે. માતાજીના પ્રસાદ અને મીઠાઈ પ્રત્યેક ઘરમાં આજે પણ બનતી જોવા મળે છે. શીતળા માતાને અર્પણ કરાયેલા ખોરાક પ્રસાદ રૂપ બની જાય છે અને તેના આરોગવાથી સમગ્ર વર્ષ દરમિયાન પરિવારનું આરોગ્ય જળવાઈ રહે છે. તેવી ધાર્મિક માન્યતા સાથે શીતળા સાતમના તહેવારની (Festival Of Shitala Satam) ઉજવણી થઈ (Celebrating Shitala Satam Festival 2022) રહી છે.
સગડી, ગેસના ચૂલા વગેરે સાધનોની કરાય છે પૂજા રાંધણ છઠના દિવસે શીતળા માતાનો (Shitala Satam 2022) પ્રસાદ બનાવ્યા બાદ ઘરમાં રહેલા તમામ સગડી અને ચુલાને પૂજા કરીને તેને ઠારવામાં આવે છે. જે 48 કલાક સુધી બંધ જોવા મળે છે. ત્યારબાદ કૃષ્ણ જન્મોત્સવ બાદ ઠારેલા સગડી અને ચૂલા પર શ્રીહરીના જન્મોત્સવનો પ્રસાદ બનાવીને ફરીથી ચુલા શરૂ કરવામાં આવે છે. શીતળા સાતમના દિવસે પ્રાતઃકાળમાં પ્રત્યેક સૌભાગ્યવતી સ્ત્રીઓ સ્નાન કરી આદ્યશક્તિ શીતળા માતાની પૂજા કરવા માટે શીતળા મંદિરે પહોંચી જાય છે અને શીતળા માતાની ધાર્મિક વિધિ વિધાન સાથે પૂજા કરે છે.
આ પણ વાંચો શીતળા સાતમના દિવસે આ રીતે કરો પુજા, પરિવારમાં રહેશે સુખ-શાંતિ
આજના દિવસે શીતળા માતાની કથા સાંભળવાનું પણ છે મહત્વ આજના દિવસે શીતળા માતાની (Shitala Satam 2022) કથા સાંભળવી અને અન્ય મહિલાઓને સંભળાવવી તેને પણ ધર્મની સાથે પુણ્યનું કામ માનવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં શીતળા સાતમને ટાઢી સાતમ તરીકે પણ ઓળખવામાં આવે છે. સાતમના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા થાય તે માટે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે. શીતળા માતા સાવરણી અને સૂપડું સતત તેમની પાસે રાખે છે અને આજના દિવસે શીતળા માતાના આ સાધનોની પૂજા કરવાથી પણ પ્રત્યેક પરિવારના બાળકોને આરોગ્ય સારું રહે છે તેવી ધાર્મિક માન્યતા આજે આધુનિક યુગમાં પણ ખૂબ જ દ્રઢતાપૂર્વક પરંપરા સાથે નિભાવાતી જોવા મળી રહી છે.