ETV Bharat / city

રામ અને કૃષ્ણની યુદ્ધ નીતિનો શું હતો ભેદ ?

દ્વાપર યુગમાં મહાભારતનુ યુદ્ધ અને ત્રેતા યુગમાં પ્રભુ રામે કરેલુ યુદ્ધ વચ્ચે મોટે ભેદ જોવા મળે છે, એકમાં રણનિતી જોવા મળે છે તો બીજામાં નિતી અને નિયમ જોવા મળે છે. આ બન્ને યુદ્ધનો વિશેષ અહેવાલ વાંચો

ram
રામ અને કૃષ્ણની યુદ્ધ નીતિનો શું હતો ભેદ ?
author img

By

Published : Aug 30, 2021, 2:40 PM IST

Updated : Nov 30, 2022, 12:13 PM IST

જૂનાગઢ: આજે પવિત્ર જન્માષ્ટમીનો તહેવાર સમગ્ર જગતમાં મનાવવામાં આવી રહ્યો છે. આજના દિવસે બે મહાપુરુષો દ્વારા લડવામાં આવેલા યુદ્ધ પર એક નજર નાખીશું. હિંદુ ધર્મ સંસ્કૃતિમાં મહાભારત અને રામાયણના યુદ્ધને મહત્વનું અને પથદર્શક માનવામાં આવે છે. રામાયણ અને મહાભારતનું યુદ્ધ સનાતન હિંદુ ધર્મ સંસ્કૃતિને બચાવવા માટે લડવામાં આપ્યું હતું, પરંતુ આ બંને યુદ્ધમાં નીતિ વિષયક ખૂબ મોટો ભેદ જોવા મળતો હતો મહાભારતના યુદ્ધમાં છળ અને કપટ સતત જોવા મળતા હતા ત્યારે રામાયણના યુદ્ધમાં યુદ્ધના તમામ નીતિ નિયમો રામ અને રાવણ દ્વારા પાલન કરીને રણમેદાનમાં યુદ્ધે ચડ્યા હતા. આજે જાણીએ મહાભારત અને રામાયણ યુદ્ધ રોચક ઈતિહાસ.

ત્રેતા યુગમાં મર્યાદા પુરુષોત્તમ રામે રામાયણનું અને દ્વાપર યુગમાં જગતગુરુ કૃષ્ણએ મહાભારતનું યુદ્ધ લડ્યું

હિંદુ ધર્મ સંસ્કૃતિમાં ભગવાન રામને ત્રેતા યુગના મહામાનવ તરીકે ગણવામાં આવ્યા હતા તો દ્વાપર યુગમાં જગતગુરુ શ્રી કૃષ્ણને મહામાનવ ગણવામાં આવ્યા હતા મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રામાયણના યુદ્ધમાં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ કેન્દ્ર સ્થાને હતા. મહાભારત અને રામાયણના યુદ્ધમાં પવનપુત્ર હનુમાને ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રીરામને યુદ્ધ જીતવામાં મદદ કરી હતી. આપણે સૌ જાણીએ છીએ કે, મહાભારત યુદ્ધમાં જે રથ પર ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન હતા તે રથના ધ્વજમાં ભગવાન પવનપુત્ર હનુમાન સતત જોવા મળતા હતા રામાયણના યુદ્ધમાં બજરંગ બલી ભગવાન શ્રીરામ ની સેના સેનાના એક સિપાહી તરીકે યુદ્ધમાં ભાગ લઈને શ્રીકૃષ્ણની સાથે મર્યાદા પુરુષોત્તમ રામને યુદ્ધમાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું હતું.

રામાયણ અને મહાભારત નું યુદ્ધ સનાતન હિન્દુ ધર્મની રક્ષા અને તેના ફેલાવા માટે લડાયું

જગતગુરુ શ્રીકૃષ્ણ દ્વારા અને મર્યાદા પુરુષોત્તમ રામ દ્વારા લડવામાં આવેલું યુદ્ધ સનાતન હિન્દુ ધર્મની રક્ષા અને તેનો ફેલાવો થાય તે માટે લડવામાં આવ્યું હતું. મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ પોતાની સેનાનો ઉપયોગ કરવાને બદલે સેનાને યુદ્ધ મેદાનમાં કૌરવો તરફથી લડવા માટે મોકલી હતી, જ્યારે શ્રી કૃષ્ણ પાંડવ ના સારથી બનીને યુદ્ધને મોરચે જોવા મળતા હતા મહાભારતનું યુદ્ધ પાંડવો તરફથી શ્રીકૃષ્ણના નિર્દેશ અનુસાર લડાયું હતું. મહાભારતનું યુદ્ધ છળ અને કપટથી સતત લડાયેલું જોવા મળતું હતું ભગવાન શ્રી કૃષ્ણ માનતા હતા કે યુદ્ધ મેદાનમાં જે ભાષા અને નીતિનો ઉપયોગ થતો હોય તેજ ભાષા અને નીતિમાં જવાબ આપવાનો કૃષ્ણ મુનાસીબ માન્યું હતું અને તેથી જ મહાભારતના યુદ્ધને છળ અને કપટ ના યુદ્ધ તરીકે આજે પણ યાદ રાખવામાં આવે છે.

આ પણ વાંચો : ભગવાન શ્રી કૃષ્ણ અને સોમનાથ ભૂમિ વચ્ચે શું હતો ગાઢ સંબંધ જાણો અમારા વિશેષ અહેવાલમાં

રામાયણ નું યુદ્ધ સનાતન હિંદુ ધર્મ માટે રાક્ષસી અને માયાવી શક્તિઓ સામે તો મહાભારતનું યુદ્ધ છળ અને કપટની રણનીતિ સામે

રામાયણનું યુદ્ધ સીતા માતાને રાવણના કબજામાંથી મુક્ત કરાવવા માટે નહોતું લડાયુ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ સનાતન હિન્દુ ધર્મને રાક્ષસી માયાના હાથ માંથી બચાવવા માટે લડાયું હતું. સનાતન હિંદુ ધર્મ રાક્ષસી માયાના હાથમાં જોતી રહેતી તો સમગ્ર જગત પર અનર્થ અને રાક્ષસી માયાઓની બોલબાલા જોવા મળતી. પરંતુ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામે રાવણ સામેના યુદ્ધમાં સનાતન હિન્દુ ધર્મને રાક્ષસી માયા ઓના કબજામાંથી મુક્તિ મળે તે માટે રામાયણનું યુદ્ધ કર્યું હોવાનું માનવામાં આવે છે. મહાભારત અને રામાયણનું યુદ્ધ અલગ તરી આવે છે. મર્યાદાપુરુષોત્તમ રામ અયોધ્યાની સેના સાથે પણ યુદ્ધ કરી શક્યા હોત પરંતુ તેમણે વાનર સેનાની રચના કરીને રામાયણ જેવી રાક્ષસી અને માયાવી શક્તિ સામે યુદ્ધ મેદાનમાં વિજયશ્રી મેળવ્યો હતો તો મહાભારતના યુદ્ધમાં છળ અને કપટની રણનીતિ સમગ્ર યુદ્ધમાં જોવા મળતી હતી અને તેમાં પાંડવોના સેનાપતિ તરીકે રહેલા જગતગુરુ શ્રી કૃષ્ણ મહાભારતનું યુદ્ધ પાંડવોની તરફેણમાં કરવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું આજે પણ માનવામાં આવે છે.

મહાભારતનું યુદ્ધ છળ અને કપટ તો રામાયણનું યુદ્ધ મર્યાદા સાથે લડાયું

મહાભારત અને રામાયણના યુદ્ધમાં મર્યાદાપુરુષોત્તમ શ્રીરામે જે આચરણ યુદ્ધ મેદાનમાં કર્યું હતું તેનું આચરણ કરવાની રામાયણ આજે શીખ આપી જાય છે, પરંતુ મહાભારતના યુદ્ધમાં જગતગુરુ શ્રીકૃષ્ણ દ્વારા જે યુદ્ધ નીતિ અપનાવીને પાંડવોને વિજય અપાવ્યો હતો તેનું અનુકરણ કરવાને બદલે શ્રીકૃષ્ણ દ્વારા આપવામાં આવેલા ઉદ્દેશનો અનુકરણ કરવાનું મહાભારતનું યુદ્ધ શીખવી જાય છે રામાયણનું યુદ્ધ નીતિ નિયમો અને મર્યાદા બતાવી જાય છે તો મહાભારતનું યુદ્ધ છળ અને કપટ ભરી યુદ્ધનીતિ દર્શાવી જાય છે આ બંને યુદ્ધ સનાતન હિન્દુ ધર્મમાં મહત્વ રાખે છે બંને મહાપુરુષો આજે પણ પૂજનીય છે પરંતુ જે પ્રકારે રામાયણ અને મહાભારતના યુદ્ધની વાત કરીએ તો તેમાં મર્યાદાપુરુષોત્તમ શ્રી રામ નીતિથી યુદ્ધ કરતા જોવા મળતા હતા જ્યારે પાંડવોના સેનાપતિ બનેલા જગતગુરુ શ્રી કૃષ્ણા કૌરવોની છળ અને કપટ ભરી યુદ્ધનીતિ ની સામે આ જ પ્રકારે યુદ્ધ મેદાનમાં યુદ્ધ લડી ને સેનાપતિ તરીકે યુદ્ધમાં પાંડવોને વિજય શ્રી આવેલો હતો.

આ પણ વાંચો : Share Market : સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 500 અંક ઉછળ્યો અને નિફ્ટી 16850ને પાર

મહાભારતના યુદ્ધમાં કૃષ્ણે હાથમાં હથિયાર વગર તો મર્યાદા પુરષોત્તમ રામે હાથમાં હથિયાર સાથે યુદ્ધમાં મેળવ્યો વિજય

મહાભારતના યુદ્ધ વખતે પાંડવોના સેનાપતિ બનેલા ભગવાન શ્રીકૃષ્ણે વચન આપ્યું હતું કે સમગ્ર યુદ્ધ દરમિયાન તેઓ હાથમાં હથિયાર નહીં લે પરંતુ મહાભારતનું જે યુદ્ધ ઈતિહાસમાં અમર થઈ ગયું તે યુદ્ધ જગતગુરુ શ્રી કૃષ્ણે હાથમાં હાથીયાર લીધા વગર યુદ્ધની કૂટનીતિ મોરચે આગેવાની કરીને પાંડવોને યુદ્ધમાં વિજય અપાવ્યો હતો તો રામાયણના યુદ્ધમાં ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામે હથિયાર ઉઠાવવાની ફરજ પડી હતી સનાતન હિંદુ ધર્મ અને મર્યાદા ને રાક્ષસી અને માયાવી શક્તિઓ ના હાથમાં જતી બચાવવા માટે મર્યાદાપુરુષોત્તમ રામે રામાયણના યુદ્ધમાં હાથમાં હથિયાર ઉઠાવીને માયાવી અને રાક્ષસી શક્તિઓ પર વિજય મેળવ્યો હતો.

Last Updated : Nov 30, 2022, 12:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.