- જૂનાગઢના પૂર્વ નગરપતિ નારસિંહ પઢિયારની પુણ્યતિથિ રક્તદાન કેમ્પથી ઉજવાઇ
- કોરોના કાળમાં લોહીની અછત ન સર્જાય તે માટે પઢિયાર પરિવારનો અનુકરણીય નિર્ણય
- કેમ્પમાં એકત્રિત થયેલું લોહી સિવિલ હોસ્પિટલને અપાયું
જૂનાગઢઃ જૂનાગઢ(Junagadh)ના પૂર્વ નગરપતિ નારસિંહ પઢિયાર(Former Mayor Narsih Padhiar) ની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે પઢિયાર પરિવારે પરિવારના મોભીની પુણ્યતિથિ લોકોને ઉપયોગમાં આવે તે પ્રકારે રક્તદાન કેમ્પ(Blood Donation Camp) ઉજવવાનું નક્કી કર્યું હતું.
આ પણ વાંચોઃ પાટણમાં મેઘા રક્તદાન કેમ્પ યોજાયો
પઢિયાર પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
પુણ્યતિથી નિમિત્તે જૂનાગઢ રેડક્રોસ હોલ(Junagadh Red Cross Hall)માં પઢિયાર પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ(Blood Donation Camp)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહીને અમૂલ્ય એવા રક્તનું દાન કરીને નારસિંહ પઢિયાર(Former Mayor Narsih Padhiar) ને તેમની પુણ્યતિથિ નિમિત્તે યાદ કર્યા હતા. એકત્ર થયેલું રક્ત જૂનાગઢ સિવિલ હોસ્પિટલ(Junagadh Civil Hospital)ને અર્પણ કરવામાં આવ્યું હતું.
કોરોના કાળમાં લોકોને મુશ્કેલી ન પડે તે માટે કરાયું રક્ત દાન
કોરોના સંક્રમણના પ્રથમ તબક્કામાં લોહીની ખુબ અછત વર્તાઈ હતી. જેની માઠી અસર ખાસ કરીને થેલેસેમિયાગ્રસ્ત બાળકોના વાલીઓ પર જોવા મળી હતી. આ સમયમાં થેલેસેમિયા ગ્રસ્ત અને આકસ્મિક લોહીના જરૂરીયાતમંદ દર્દીઓને ખુબ જ વિકટ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડ્યું હતું. જેને ધ્યાને રાખીને કેમ્પનું આયોજન કરાયું હતું.
આ પણ વાંચોઃ પાટણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
પરિવારના મોભીની પુણ્યતીથી લોકઉપયોગી કાર્ય કરીને ઉજવી
આરોગ્ય વિભાગ દ્વારા પણ ત્રીજી લહેરની શક્યતાઓ અને તેને પહોંચી વળવા માટે આગવું આયોજન કરવું પડે તે પ્રકારની ચેતવણી પણ આપી છે, ત્યારે આવી પરિસ્થિતિમાં ત્રીજી સંભવિત લહેરમાં લોકોને લોહીની કોઈ અછત ન સર્જાય તે માટે પઢિયાર પરિવારે લોકોને આફતના સમયમાં મદદરૂપ બની શકાય, તેથી રક્તદાન કેમ્પ(Blood Donation Camp)નું આયોજન કરીને પરિવારના મોભીની પુણ્યતીથી લોકઉપયોગી કાર્ય કરીને ઉજવી હતી.