ETV Bharat / city

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા આગામી 7મી જુલાઈથી થશે શરૂ - Online class

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી(Bhakt Kavi Narasimha Mehta University) ની પરીક્ષાઓ આગામી 7મી જુલાઇએ લેવાનું યુનિવર્સિટી દ્વારા નક્કી કરાયુ છે.અગાઉ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની પરીક્ષા ઓનલાઈન કે ઓફલાઈન લેવી તે અંગે વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અભિપ્રાય મેળવ્યો હતો ત્યાર બાદ મોટા ભાગના વિદ્યાર્થીઓએ ઓફલાઈન પરીક્ષાને લઇને સહમતી આપતાં અંતે આગામી 7મી જુલાઈથી યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષાઓ લેવાશે.

xxxx
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા આગામી 7મી જુલાઈથી થશે શરૂ
author img

By

Published : Jun 26, 2021, 10:17 AM IST

  • આગામી 7મી જુલાઈથી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષાઓ થશે શરૂ
  • અનુસ્નાતક B.Ad અને LLB ની પરીક્ષાઓ સાતમી જુલાઇથી લેવાશે
  • વિદ્યાર્થીઓના ઓનલાઇન સર્વે બાદ ઓફલાઈન પરીક્ષાની સહમતી મળતા કરાયું પરીક્ષાનું આયોજન

જૂનાગઢ: 7મી જુલાઈથી જુનાગઢ જીલ્લાની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી(Bhakt Kavi Narasimha Mehta University)ની અનુસ્નાતક B.Ad અને LLBના અભ્યાસક્રમોને પરીક્ષાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સમગ્ર પરીક્ષાને લઇને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા 25 જૂને વિધિવત રીતે પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ તબક્કાની સાતમી જુલાઇની પરીક્ષાઓ બાદ બીજા તબક્કાની પરીક્ષાઓ પણ 17મી જુલાઈથી શરૂ કરવાનો નિર્ણય યુનિવર્સિટી દ્વારા લેવામાં આવ્યો છે.

પરીક્ષામાં 13423 વિદ્યાર્થીઓ લેશે ભાગ

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રથમ તબક્કાના પરીક્ષામાં અનુસ્નાતક B.Ad અને LLB સહિત અન્ય કેટલીક વિદ્યાશાખાઓના 13423 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેના માટે યુનિવર્સિટી દ્વારા ચાર જિલ્લામાં અલગ અલગ 79 પરીક્ષા કેન્દ્રોની પણ વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા દરમિયાન કોરોના સંક્રમણને ધ્યાને રાખીને સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તમામ દિશા નિર્દેશો અને સાવચેતીના ચુસ્તપણે પાલન કરવામાં આવશે.
પરીક્ષા પૂર્વે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના ઓનલાઈન અભિપ્રાયો મેળવ્યા હતા.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લેશે ઓફલાઈન પરીક્ષા, 8 જૂલાઈથી શરુ થશે

વિદ્યાર્થીના અભિપ્રાયથી લેવામાં આવી રહી છે પરીક્ષા

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં સામેલ તમામ કોલેજોમાં પાછલા એક વર્ષથી ઓનલાઈન શિક્ષણકાર્ય બિલકુલ આસાનીથી ચાલી રહ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ પણ ખૂબ જ અનુકૂળતાની સાથે વર્ગોમાં સતત હાજર પણ જોવા મળતા હતા. આવી પરિસ્થિતિમાં પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી દ્વારા પરસ્પર સહમતિ સધાય તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા પરીક્ષા ઓનલાઈન કે ઓફલાઈન યોજવાને લઈને વિદ્યાર્થીઓના અભિપ્રાયો મેળવવામાં આવ્યા હતા જેમાં 78 ટકા કરતાં વધુ વિદ્યાર્થીઓએ ઓફલાઈન પરીક્ષા લેવાને લઈને પોતાની સહમતી આપી હતી.

આ પણ વાંચો: જામનગરમાં 25 જૂનના રોજ આર્મી રિક્રૂમેન્ટની લેખિત પરીક્ષા યોજાશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.