ETV Bharat / city

જૂનાગઢનો બાહુબલી યુવાન 60 કિલોની બોરી દાતોથી ઊંચકે છે

જૂનાગઢ જિલ્લાના કેશોદ માં રહેતો સાગર ચૌહાણ નામનો યુવાન બાહુબલીની માફક સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે શરીર પર ટેટુ હોવાને કારણે આર્મીમાં પસંદ ન થતા યુવાન બોડી બિલ્ડિંગના માર્ગે વળ્યો છે અને આજે 60 કિલો જેટલા વજનની બોરી દાંતોથી ઊંચકીને સૌ કોઈને વિચારતા કરી મૂકે છે

જૂનાગઢનો બાહુબલી યુવાન 60 કિલોની બોરી દાતોથી ઊંચકે છે
જૂનાગઢનો બાહુબલી યુવાન 60 કિલોની બોરી દાતોથી ઊંચકે છે
author img

By

Published : Mar 28, 2021, 3:03 PM IST

  • જૂનાગઢ જિલ્લામાં પણ જોવા મળે છે બાહુબલી સમાન યુવક
  • 60 કિલો વજનની બોરી દાંતોથી ઉચકીને કરી રહ્યું છે સૌને અચંબિત
  • આર્મીમાં પસંદ ન થતા યુવાન વળ્યો બોડી બિલ્ડિંગના માર્ગે

જૂનાગઢ: કેશોદમાં પણ બાહુબલી જેવી પ્રતિભા ધરાવતો એક યુવાન જોવા મળે છે. નાનપણથી ભારતીય સેનામાં જોડાવાની ઇચ્છા રાખતો સાગર ચૌહાણ નામનો યુવાન શરીર પર ટેટુ હોવાને કારણે ભારતીય સેનામાં પસંદ થયો ન હતો. ત્યારબાદ આ યુવાન બોડી બિલ્ડિંગના માર્ગે વળ્યો છે અને બાહુબલીની જેમ અંગ કસરતના સ્ટંટ કરીને સૌ કોઈને અચંબિત પણ કરી રહ્યો છે. આ યુવાન પાછલા 12 વર્ષથી બોડી બિલ્ડિંગ અને કસરત કરીને આજે અંગ કસરત થકી સૌને એક વખત વિચારતા કરી મૂકે તેવા સ્ટંટ કરે છે. તેમજ કેશોદ શહેરમાં બાહુબલીના ઉપનામથી જાણીતો બન્યો છે.

જૂનાગઢનો બાહુબલી યુવાન 60 કિલોની બોરી દાતોથી ઊંચકે છે

આ પણ વાંચો: ડીસાના યુવાનનો ચાર સેકંડમાં સાફો બનાવવાનો રેકોર્ડ, ગીનીસ બુકમાં મેળવ્યું સ્થાન

શરીર પર ટેટુ હોવાને કારણે ભારતીય સેનામાં પસંદગી ન થઈ

કેશોદના ચૌહાણ પરિવારનો સાગર નામના યુવાન 12 વર્ષની વયથી ભારતીય સેનામાં શામેલ થવાના સપના જોઈ રહ્યો હતો, પરંતુ શરીર પર ટેટુ હોવાને કારણે તેની પસંદગી ભારતીય સેનામાં નહીં થતા યુવાન નાસીપાસ થયો હતો. આર્મીમાં જવાનું સપનું અપૂર્ણ રહેતા સાગર બોડી બિલ્ડિંગ તરફ વળ્યો અને આજે સૌ કોઈને અચંબિત કરી નાખે તે પ્રકારના સ્ટન્ટ બાહુબલીની માફક કરી રહ્યો છે.

આ પણ વાંચો: શહેરની પાંચ વર્ષની બાળકી શનાયા ત્રિવેદીને ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.