જૂનાગઢ: આવતી કાલે તારીર 15 ઓગસ્ટના 75th independence day રોજ રાષ્ટ્ર તેનું 75 મો સ્વતંત્ર પર્વ ઉજવવા જઈ રહ્યું છે. જેના ભાગરૂપે આજે જૂનાગઢમાં પોલીસ Junagadh Police Department જવાનો સાથે તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. આ યાત્રા જુનાગઢ શહેરના રાજમાર્ગો પર ફરી હતી. જેમાં લઘુમતી સમાજના લોકોએ ખૂબ જ ઉમળકાભેર તિરંગા યાત્રાનું Tiranga Yatra Junagadh સ્વાગત કરીને યાત્રામાં સામેલ પ્રત્યેકનુ પુષ્પ વર્ષા કરીને સ્વાગત કર્યું હતું. પોલીસ જવાનોએ આયોજિત કરી તિરંગા યાત્રાસમગ્ર રાષ્ટ્ર આઝાદીનું 75 મુ સ્વાતંત્ર પર્વ ઉજવવા જઈ રહ્યું છે.
આ પણ વાંચો: દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર પટેલના ઘરે લહેરાયો તિરંગો
પોલીસ વિભાગની તિરંગા યાત્રા: જેના ભાગરૂપે રવિવારે જુનાગઢ પોલીસ વિભાગ દ્વારા તિરંગા યાત્રા નું આયોજન કરાયું હતું. આ યાત્રામાં જિલ્લા પોલીસ વડા સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ હાથમાં તિરંગા સાથે રેલીમાં સામેલ થયા હતા. પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થયેલી તિરંગા યાત્રા જુનાગઢ શહેરના રાજમાર્ગો પર ફરીને દેશ પ્રેમનો મહાસાગર જાણે કે જુનાગઢ શહેરમાંથી વહેતો થયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ તિરંગા યાત્રાને ઠેર ઠેર સામાન્ય લોકોએ પણ આવકારી હતી. તિરંગા યાત્રા રેલવે સ્ટેશન વિસ્તારમાં પૂર્ણ કરવામાં આવી હતી. તારીખ 15 ઓગસ્ટના રોજ જ્યારે રાષ્ટ્ર તેનું 75 સ્વાતંત્ર પર્વ ઉજવવા જઈ રહ્યું છે ત્યારે તેની પૂર્વ સંધ્યા એ રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજાગર થાય અને સમગ્ર જુનાગઢ શહેર તિરંગા મય બને તે માટે આ તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું.
આ પણ વાંચો: દ્વારકા જિલ્લામાં મોટી સંખ્યમાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા
ઉમળકા ભેર સ્વાગત: પોલીસના જવાનોએ પણ ખૂબ જ ઉત્સાહભેર તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો. તિરંગા યાત્રાનું લઘુમતી સમાજે પણ કર્યું ઉમળકા ભેર સ્વાગત કર્યું હતું. તિરંગા યાત્રા સવારે 11:00 કલાકે આયોજિત કરવામાં આવી હતી. જેમાં જુનાગઢ શહેરના રાજમાર્ગો પર તિરંગા યાત્રાને લઈને લોકોનો સ્વયંભૂ જુવાળ પણ જોવા મળતો હતો. યાત્રા જે સ્થળ પરથી પસાર થઈ હતી તેને સામાન્ય લોકોએ પણ ખૂબ જ ઉમળકાભેર આવકારી હતી. તિરંગા યાત્રા જ્યારે શહેરના ચિતાખાના ચોક વિસ્તારમાં પહોંચી ત્યારે યાત્રા નું લઘુમતી સમાજના લોકો દ્વારા પણ ખૂબ જ ઉમળકા અને ઉત્સાહ સાથે સ્વાગત કર્યું હતું.