જૂનાગઢ: આજથી અંગ્રેજી નવા વર્ષની શરૂઆત થઈ રહી છે, ત્યારે બેન્કિંગ ક્ષેત્ર (banking sector in india)માં કેટલાક સુધારાઓ આજથી અમલમાં આવી રહ્યા છે. આજથી ATM બેન્કિંગ સેવા (ATM Service Charges 2022) 5 ટ્રાન્જેક્શન બાદ GSTની (gst on atm services) સાથે એક રૂપિયો મોંઘી બનવા જઈ રહી છે. બેંકિંગ ક્ષેત્રમાં આવેલા GST અને સર્વિસ ટેક્સમાં એક રૂપિયાના વધારાને લઇને જૂનાગઢના ખાતેદારો (Account holders from Junagadh) રોષ વ્યક્ત કરી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે જે પ્રકારે ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ (salt march by gandhiji) કર્યો હતો તે મુજબ બેંકિંગ ક્ષેત્રમાં આડેધડ લાદવામાં આવતા ટેકસ (tax on banking services)ના વિરોધમાં સવિનય કાનૂનભંગ અને મીઠાના સત્યાગ્રહ જેવુ આંદોલન શરૂ કરવાનો સમય આવી ગયો હોય લાગી રહ્યું છે.
ATM કાર્ડ દ્વારા વિનામૂલ્યે 5 ઉપાડ કરી શકશે
આજથી અંગ્રેજી વર્ષ શરૂ થયું છે. વર્ષ બદલાવાની સાથે કેટલાક ફેરફારો આજથી અમલમાં આવી રહ્યા છે, જે પૈકીનો એક ફેરફાર એટલે ATM બેન્કિંગ સેવા (atm banking services in india), જે આજથી મોંઘી અને વધુ ટેક્સ વાળી બની રહેશે. આજથી કોઈપણ બેંકનો ખાતેદાર તેના ATM કાર્ડ મારફતે એક મહિનામાં વિનામૂલ્યે મળતા 5 ઉપાડ (atm transaction charges from January 2022 ) કરી શકશે, પરંતુ 5 પછીના પ્રત્યેક ઉપાડ પર GSTની સાથે પ્રતિ મહિને એક રૂપિયાનો વધારો રિઝર્વ બેન્ક દ્વારા કરી દેવામાં આવ્યો છે, જેનો આજથી શરૂ થઈ ચૂકયો છે.
આ પણ વાંચો: ITR Return 2021: અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ ITR ફાઈલ કરાયા
2014 સુધી કોઈપણ પ્રકારનો ચાર્જ કે GST નહોતો લાગતો
નવા વર્ષે રિઝર્વ બેંક અને નાણા વિભાગ દ્વારા ATM બેન્કિંગ સેવાઓ મોંઘી બનાવી દેવામાં આવી છે, તેને લઈને જૂનાગઢના ખાતેદારો કેન્દ્ર સરકારની નીતિ સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. વર્ષ-2014 અને તેની પહેલા (atm services before 2014) બેન્કના તમામ ખાતેદારો ATM બેન્કિંગની અમર્યાદિત સેવાઓનો લાભ મેળવતા હતા. કોઈપણ બેંકના ATM કાર્ડથી ભારતની કોઈપણ બેંકના ATMમાંથી રૂપિયા મેળવી શકાતા હતા અને તેના પર કોઈપણ પ્રકારનો ચાર્જ કે GST લાદવામાં આવ્યું નહોતું. પરંતુ છેલ્લા 7 વર્ષથી બેન્કિંગ સેવાઓને પણ કર અંતર્ગત લાવી દેવામાં આવી છે.
ATM પર ટેક્સ નાબૂદ કરવા માટે ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચેતવણી
કેન્દ્ર સરકારના આ નિર્ણયનો વિરોધ જૂનાગઢના બેંક ખાતેદારો કરી રહ્યા છે ખાતેદારો એવું માની રહ્યા છે કે જે પ્રકારે મહાત્મા ગાંધીએ મીઠા પરનો ટેક્સ નાબૂદ કરવા માટે સવિનય કાનૂન ભંગની લડત ચલાવી હતી તેવી રીતે ATMને ટેક્સ સેવાઓ જાહેર કરવા બદલ તેની સામે પણ આ જ પ્રકારની લડત શરૂ કરવી જોઈએ. બેંકના ગ્રાહકો એવું પણ માની રહ્યા છે કે, પોતાના રૂપિયા બેંકમાં મૂક્યા બાદ તેને પરત લેવા માટે જે-તે ખાતેદારોએ ટેક્સ ચૂકવવો પડે આ પરિસ્થિતિ બેંકના ખાતેદારોને જરૂર કરતા વધુ લાગી રહી છે અને હવે વધેલા ટેક્સ અને GSTને લઈને પણ ગ્રાહકો ATM બેન્કિંગ સામે સવાલો કરી રહ્યા છે.
આ પણ વાંચો: GST Hike on Textile: કાપડ પર GSTમાં વધારો નહીં, હાલ 5 ટકા જ ટેક્સ લાગશે!