ETV Bharat / city

સંઘપ્રદેશ દીવને જોડતી ચેકપોસ્ટ બંધ થતાં નશાખોરોને મળી રહ્યું છે મોકળું મેદાન - gir somnath

સંઘપ્રદેશ દીવ અને ગુજરાતની સરહદ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાને જોડતી ચેકપોસ્ટ(Checkpost) બંધ થતા દારૂનું સેવન કરતા લોકોને મોકળું મેદાન મળી ગયું છે. બે દિવસ અગાઉ રાજ્યસભામાં પણ આ પ્રકારના સવાલ-જવાબ થયા હતા. જેમાં સામે આવ્યું હતું કે, ગુજરાતમાં 19 લાખ કરતાં પણ વધુ લોકો દારૂનું સેવન કરી રહ્યા છે. આ રિપોર્ટ વર્ષ 2019ના આધારે કરવામાં આવ્યો છે.

સંઘપ્રદેશ દીવને જોડતી ચેકપોસ્ટ બંધ થતાં નશાખોરોને મળી રહ્યું છે મોકળું મેદાન

author img

By

Published : Aug 3, 2021, 7:02 AM IST

  • સંઘપ્રદેશ દીવને ગુજરાત સાથે જોડતી ચેકપોસ્ટ પાછલા બે વર્ષથી જોવા મળે છે બંધ
  • અહમદપુર, માંડવી અને તળ ચેકપોસ્ટ બંધ થતાં દારૂનું સેવન કરતા લોકોને મળ્યું મોકળું મેદાન
  • વર્ષ 2019માં ગુજરાત સરહદ પર આવેલી દીવને સાંકળતી ચેક પોસ્ટ કરવામાં આવી હતી બંધ

જૂનાગઢ: સંઘપ્રદેશ દીવને સાંકળતી ગુજરાત સાથે જોડાયેલી ગીર-સોમનાથ જિલ્લાની ઉના તાલુકાની અહેમદપુર, માંડવી અને તળ ચેકપોસ્ટ(Checkpost) બંધ થવાના કારણે દારૂનું સેવન કરતા લોકોને મોકળું મેદાન મળી ગયું હોય તેવું લાગી રહ્યું છે. ચેકપોસ્ટ બંધ થવાથી સંઘ પ્રદેશ દીવમાં દારૂનું સેવન કરવા જતાં અને ક્યાંથી દારૂ ગુજરાતમાં લાવવાની ગતિવિધિ સાથે સંકળાયેલા લોકોમાં વધારો થયો છે. આ મામલાને લઈને રાજ્ય સભામાં પણ ગત દિવસો દરમિયાન સવાલો પૂછવામાં આવ્યા હતા.

સંઘપ્રદેશ દીવને જોડતી ચેકપોસ્ટ બંધ થતાં નશાખોરોને મળી રહ્યું છે મોકળું મેદાન

આ પણ વાંચો- દારૂનું સેવન રોગ પ્રતિકારક શક્તિ ઘટાડી કોરોના વાયરસ તરફ દોરી જશે-WHO

ગુજરાતમાં 19 લાખ કરતાં વધુ લોકો દારૂનું સેવન કરતા સામે આવ્યા છે

કેન્દ્ર સરકારના પ્રધાન નારાયણ સ્વામી જણાવ્યું હતું કે, ગુજરાતમાં 19 લાખ કરતાં વધુ લોકો દારૂનું સેવન કરતા સામે આવ્યા છે, આ આંકડો રાજસ્થાન અને બિહારને પણ પાછળ રાખી રહ્યો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે, પાછલા બે વર્ષમાં ગુજરાતમાં દારૂનું સેવન કરતાં લોકોની સંખ્યામાં વધારો થયો છે, તેની પાછળનું એક કારણ રાજ્ય સરકારે ચેકપોસ્ટ(Checkpost) બંધ કરી છે, તે પણ માનવામાં આવી શકે છે.

વર્ષ 2019માં ગુજરાત અને દીવને સાંકળતી ચેકપોસ્ટ કરાઈ હતી બંધ

રાજ્ય સરકારે વર્ષ 2019ના ડિસેમ્બર મહિનામાં ચેકપોસ્ટ(Checkpost) બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં પ્રથમ તબક્કામાં 16 ડિસેમ્બર 2019ના દિવસે રાજ્યની કેટલીક પોસ્ટ સદંતર બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ આઠ દિવસ પછી એટલે કે 24 ડિસેમ્બર 2019ના રોજ સંઘ પ્રદેશ દીવ અને ગુજરાતને સાંકળતી અહમદપુર, માંડવી અને તડ ચેકપોસ્ટ પણ બંધ કરી દેવામાં આવી છે, ત્યારથી સંઘ પ્રદેશ દીવમાંથી દારૂનું સેવન કરીને ગુજરાતમાં આવી રહેલા વ્યક્તિઓને જાણે કે મોકળું મેદાન મળી ગયું છે. વર્ષ 2019માં બન્ને ચેકપોસ્ટ કાર્યરત હતી, ત્યારે દારૂ પીધેલી હાલતમાં કે દારૂને દીવમાંથી બહાર લઈ જતી વખતે અનેક લોકો ગુજરાત પોલીસના હાથે ઝડપાયેલા છે.

આ પણ વાંચો- કોઈ વ્યક્તિ ઘરે દારૂ પીવે તો પણ તેને રોકી શકાય, કારણ કે રાજ્યમાં દારૂબંધી છે - એડવોકેટ જનરલ

દીવમાંથી દારૂ ગુજરાતમાં લાવવાના અનેક કીમિયાઓ બહાર આવ્યા છે

સંઘપ્રદેશ દીવને જોડતી ગુજરાતની અહેમદપુર માંડવી અને તડ ચેકપોસ્ટ જ્યારે કાર્યરત હતી, ત્યારે પણ દારૂનું સેવન કરતા અને તેનું વેચાણ કરતા વ્યક્તિઓ મારફતે સંઘપ્રદેશ દીવમાંથી દારૂ ગુજરાતમાં લાવવાના અનેક કીમિયાઓ બહાર આવ્યા છે. એક કિસ્સામાં વપરાઇ ગયેલા લીલા નાળિયેરના કચરા નીચે દારૂની બોટલોને છુપાવીને લાવવામાં આવી હતી, તે પણ ચેકપોસ્ટ(Checkpost)માં પકડાઈ ગઇ હતી.

કેરીના બોક્સમાંથી દારૂની 50 પેટીઓ પોલીસે ઝડપી પાડી હતી

આ સિવાય ઘણા કિસ્સાઓમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બસોમાંથી પણ પ્રવાસીઓ અને કેટલાક કિસ્સાઓમાં બસના કર્મચારીઓ પાસેથી દારૂની બોટલ પોલીસને કબજે કરવામાં સફળતા મળી હતી. એકાદ વર્ષ પૂર્વે ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી કેરીના બોક્સમાં સંતાડીને લઈ જવાઈ રહેલી દારૂની 50 પેટીઓ પણ પોલીસને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

આ પણ વાંચો- દમણમાં વાઇન શોપની બહાર દારૂનું સેવન કરતા ફરિયાદ ઉઠી, કલેકટરે આપી કડક સૂચના

સંઘપ્રદેશ દીવને જોડતી ગુજરાતની સરહદ પર ચેકપોસ્ટ બંધ થતા દારૂનું સેવન વધી રહ્યું છે

ગીર-સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આદેશ બાદ વર્ષ 2019ની 26 ડિસેમ્બરથી ગીર-સોમનાથ જિલ્લાના સંઘપ્રદેશ દીવને સાંકળતી અહેમદપુર માંડવી અને તડ ચેકપોસ્ટ બંધ કરી દેવામાં આવી છે, પરંતુ પોલીસ દ્વારા સઘન તપાસ આ વિસ્તારમાં કરવામાં આવી રહી છે. દીવમાંથી બહાર નીકળતી પ્રત્યેક વ્યક્તિ ચેકપોસ્ટ(Checkpost)માંથી તપાસને અંતે બહાર નીકળતી હોય છે, પરંતુ ચેકપોસ્ટ બંધ થવાના કારણે દારૂનું સેવન કરતા અને દારૂને દીવની બહાર લઈ જતા વ્યક્તિઓને ક્યાંક મોકળુ મેદાન પણ મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.