જૂનાગઢઃ lockdownમાં છેતરપિંડી કરવાના અનેક અવનવા કીમિયાઓ બહાર આવ્યા હતા જે હજુ પણ સામે આવી રહ્યાં છે. આવો જ એક કિસ્સો જૂનાગઢમાં પણ બન્યો છે. જૂનાગઢના સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય નજીક આવેલી પટેલ રેસ્ટોરન્ટના નામનું બનાવટી facebook page બનાવીને તેમાં એક થાળીના ઓર્ડર આપવાની સાથે બે થાળી ફ્રી મળી રહી છે તેવી લોભામણી જાહેરાત કરવામાં આવી હતી. જેના ઓર્ડર ઓનલાઇન લેવામાં આવી રહ્યાં છે અને ઓર્ડર આપનાર દરેક વ્યક્તિએ દસ રૂપિયા જેટલી મામૂલી રકમ તેમના ડેબીટ કે ક્રેડિટ કાર્ડ થકી ઓનલાઇન ચૂકવવાની રહેશે તેવું જણાવ્યું હતું.
જૂનાગઢની પટેલ રેસ્ટોરન્ટના નામે facebook પર ફેક પેજ બનાવીને લોકોને છેતરવાનો કીમિયો સામે આવ્યો - જૂનાગઢ
જૂનાગઢમાં સક્કરબાગ સામે આવેલા પટેલે રેસ્ટોરન્ટના નામે કોઇ શખ્સોએ ફેસબુક પર બનાવટી પેજ બનાવીને એક થાળી ઓર્ડર કરવાના બદલામાં બે થાળી ફ્રી મળી રહી છે તેવા કીમિયા સાથે લોકોને છેતરવાનો ધંધો સામે આવ્યો છે. સમગ્ર મામલા પર રેસ્ટોરન્ટ સંચાલકની નજર પડતાં તેમણે રાજ્ય સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવીને આવા લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની માગ કરી છે.