ETV Bharat / city

Junagadh Aap Jan Chetna Sammelan: ગુજરાતમાં કોણ લાવશે પરિવર્તન, જૂનાગઢમાં કોણે કરી આવી વાત? - આમ આદમી પાર્ટીના જન ચેતના સંમેલન

આપણી સાઈઝના માઈક બનાવવાની શરૂઆત કરી દો, ગુજરાતમાં થઈ રહ્યું છે સત્તા પરિવર્તન. આમ આદમી પાર્ટીના જન ચેતના સંમેલન (Junagadh Aap Jan Chetna Sammelan)માં ગુજરાતમાં સત્તા પરિવર્તનનો હુંકાર કરતા પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ કઈ આવા અંદાજમાં પોતાની રજૂઆત કરી હતી.

Junagadh Aap Jan Cetna Samelan: ગુજરાતમાં કોણ લાવશે પરિવર્તન, જૂનાગઢમાં કોણે કરી આવી વાત?

author img

By

Published : Apr 24, 2022, 9:38 AM IST

Updated : Apr 24, 2022, 11:02 AM IST

જૂનાગઢ: આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાની હાજરીમાં જનચેતના સંમેલન (Junagadh Aap Jan Chetna Sammelan) યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં લોકોને સંબોધન કરતા પૂર્વે ગોપાલ ઇટાલીયા (Junagadh Gopal Italiya)એ વર્તમાન રાજ્ય સરકાર પર ભ્રષ્ટાચારને લઇને આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારીઓએ પૈસાથી ખીસ્સા ભરી લીધા છે, ગુજરાતની જનતા પરેશાન છે. હવે આપણી સાઈઝના માઇક બનાવવાની શરૂઆત કરી દ્યો આપણી સરકાર આવવાની તૈયારીમાં છે.

Junagadh Aap Jan Cetna Samelan: ગુજરાતમાં કોણ લાવશે પરિવર્તન, જૂનાગઢમાં કોણે કરી આવી વાત?

રાજ્ય સરકાર પર ધોયા માછલાઃ ગોપાલ ઇટાલીયાએ પાછલા વર્ષે રાજ્યમાં શિક્ષણ આરોગ્ય વીજળી અને પીવાના પાણીને લઇને લોકોને બાનમાં રાખવાનો આક્ષેપ કરીને આગામી ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) ગુજરાતમાં સત્તા પરિવર્તન થઈ રહ્યું છે, તેઓ હુંકાર કર્યો હતો. જૂનાગઢ આવેલા પ્રદેશ આમ આદમી પાર્ટી (Gujarat Aap)ના પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ ગુજરાત સરકારની નિષ્ફળતા અને પંજાબ તેમજ દિલ્હી સરકારની સફળતાઓ સાથે સરખામણી કરીને આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની તરફેણમાં મતદાન કરવા ઉપસ્થિત લોકોને વિનંતી કરી હતી.

આ પણ વાંચોઃ Lata Mangeshkar award: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે મુંબઈમાં પ્રથમ લતા મંગેશકર એવોર્ડ સ્વીકારશે

ગોપાલ ઇટાલીયા જણાવ્યું હતું કે, દિલ્હીની સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરનુ સરકારી શિક્ષણ આપી રહી છે, જેની નોંધ જે તે સમયના અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અને તેમની પત્નીએ પણ લીધી હતી. દિલ્હીમાં લોકોને 200 યુનિટ વીજળી વિના મૂલ્યે મળી રહી છે, સાથે સાથે તમામ પ્રકારની સરકારી સેવા અને સુવિધાઓ વ્યક્તિના ઘર સુધી પહોંચી છે. તો બીજી તરફ પંજાબ સરકારે પણ ખૂબ ટૂંકાગાળામાં નિર્ણય કરીને પંજાબ વાસીઓને 300 યુનિટ વીજળી વિના મુલ્યે આપવાની સાથે તમામ પૂર્વ ધારાસભ્યો અને સંસદ સભ્યનું પેન્શન બંધ કરીને પૂર્વ રાજનેતાઓનું ટેન્શન વધારવીને રાજ્યની તિજોરી પર નજર રાખીને બેઠેલા નેતાઓને કારમી પછડાટ આપી છે.

આ પણ વાંચોઃ Delhi Ambergris Smuggling: 22 કરોડની કિંમતની દુર્લભ એમ્બરગ્રીસ મળી આવી, 3 દાણચોરોની ધરપકડ

Last Updated : Apr 24, 2022, 11:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.