- મનપાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળી
- આગામી શિવરાત્રિના મેળા તેમજ એમ.જી.રોડ ના નવીનીકરણ માટે કરાયો ઠરાવ
- સફાઈ અને પાણીના પંપીંગ સ્ટેશન માટે પણ કરવામાં આવી વ્યવસ્થાં
જૂનાગઢઃ મનપાની સ્થાઈ સમિતિની બેઠક મળી હતી. જેમાં જૂનાગઢ કોર્પોરેશન વિસ્તાર તેમ જ આગામી દિવસોમાં રાજ્ય સરકાર જો શિવરાત્રિના મેળાને મંજૂરી આપે તો તેના આયોજનને લઈને જનરલ મીટીંગમાં કેટલાક ઠરાવો રાખવામાં આવ્યાં હતા.
કોર્પોરેશન વિસ્તારમાં વિવિધ વિકાસના કામોને આપવામાં આવી અગ્રતા
સંભવિત શિવરાત્રિના મેળાને લઈને સ્ટેન્ડિંગ કમિટીમાં 80 લાખ રૂપિયાની વિશેષતા અને અલગ વ્યવસ્થા મેળાનો સુચારુ અને યોગ્ય આયોજન થાય તે માટે કરવામાં આવ્યાં છે. મેળાના સમય દરમિયાન સાફ સફાઈ તેમજ જાહેર શૌચાલય માટે અંદાજીત 5 લાખ રૂપિયાનો ખર્ચ કરવાનું પણ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે. જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં પણ વિકાસના કામોને આ બેઠકમાં અગ્રતા આપવામાં આવી હતી. જૂનાગઢ શહેરના વિવિધ વોર્ડમાં આવેલા પાણીના પંપીંગ સ્ટેશન માટે 31 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.
કામોને ઠરાવને જનરલ બોર્ડમાં સામેલ કરવામાં આવશે
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક વોર્ડમાં સામાન્ય લોકો બેસી શકે તેવા ઉદેશ માટે પ્લાસ્ટિકના બાંકડા બનાવવા માટે 10 લાખ રૂપિયા જેટલી રકમની ફાળવણી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કરવામાં આવી હતી અને હવે સ્ટેન્ડિંગ કમિટીએ જે કામોને ઠરાવ કરીને સૂચવ્યાં છે જેને જૂનાગઢ મનપાના જનરલ બોર્ડમાં સામેલ કરવામાં આવશે અને થોડા જ દિવસોમાં તેના પર કાયદાકીય રીતે મંજૂરીની મહોર પણ લાગતી જોવા મળશે.