ETV Bharat / city

અષાઢી બીજ નિમિત્તે ગિરનાર પર્વત પર રામદેવપીરના મંદિરમાં ચડાવાયો 52 ગજનો નેજો - girnar temple

અષાઢી બીજના પાવન પર્વે જૂનાગઢના ગિરનાર પર્વત (Girnar Mountain) પર આવેલા રામદેવપીરના મંદિરે (Ramdevpeer Temple) ભાવી ભક્તોએ દર્શન કરીને અષાઢી બીજના ધાર્મિક તહેવારની ખૂબ જ આસ્થા અને ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. અષાઢી બીજના દિવસે રામદેવપીરના દર્શન કરવાને લઈને પણ ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે, જેને લઈને મોટી સંખ્યામાં લોકો પગપાળા ગિરનાર પર્વત પર જઈને રામદેવપીરના દર્શન કર્યા હતાં.

ગિરનાર પર્વત
ગિરનાર પર્વત
author img

By

Published : Jul 12, 2021, 4:15 PM IST

  • જૂનાગઢ શહેર અને જિલ્લામાં અષાઢી બીજની ધાર્મિક આસ્થા સાથે થઈ રહી છે ઉજવણી
  • ગિરનાર પર્વત પર આવેલા રામદેવપીર મંદિરમાં ભક્તોએ કર્યા દર્શન
  • રામદેવપીર મહારાજને 52 ગજનો લીલો નેજો ચડાવી અષાઢી બીજની કરાઇ ઉજવણી

જૂનાગઢ: અષાઢી બીજના પાવન પર્વે ગિરનાર પર્વત (Girnar Mountain) પર આવેલા રામદેવપીરના દર્શન કરીને ભાવિ ભક્તોએ અષાઢી બીજની ભારે ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરી હતી. ગિરનાર પર્વત પર મોટી સંખ્યામાં ભક્તોએ પગપાળા આવીને રામદેવપીરના દર્શન કરીને પોતાની જાતને ધન્ય કરી હતી. અષાઢી બીજના પાવન પર્વે જગન્નાથ ભગવાન (Jagannath Rathyatra) શ્રીકૃષ્ણની સાથે રામદેવપીર મહારાજના દર્શન કરવાનું પણ ખૂબ જ મહત્ત્વ જોવા મળ્યું છે. જેને લઈને રામદેવપીર ભગવાનને 52 ગજનો લીલો નેજો ચડાવીને ભક્તોએ અષાઢી બીજની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરી હતી.

અષાઢી બીજના દિવસે રામદેવપીરના દર્શનનું મહત્વ

આ પણ વાંચો: કોરોનાનું સંક્રમણ ધટતા ગિરનાર પર્વત પર પ્રવાસીઓનો ધસારો

અષાઢી બીજે ભગવાન જગન્નાથ સાથે રામદેવપીરનું પણ મહત્વ

અષાઢી બીજનો તહેવાર ધાર્મિક આસ્થા અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવી રહ્યો છે, ભગવાન જગન્નાથ શ્રીકૃષ્ણનની અષાઢી બીજે વિશેષ પૂજા (Jagannath Rathyatra) કરવામાં આવે છે, ત્યારે જૂનાગઢમાં પણ અષાઢી બીજની ધાર્મિક આસ્થા અને ઉલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. સવારથી ગિરનાર પર્વત (Girnar Mountain) પર આવેલા રામદેવપીર મંદિર (Ramdevpeer Temple)માં પણ ખૂબ મોટા પ્રમાણમાં ભાવી-ભક્તોનો પ્રવાહ દર્શન માટે આવી રહ્યો છે અને બીજના દિવસે રામદેવપીર મહારાજના દર્શન કરીને પોતાની જાતને ધન્ય કરી રહ્યા છે. જગન્નાથ ભગવાન શ્રીકૃષ્ણની સાથે રામદેવપીર મહારાજના દર્શન અને પૂજાનું પણ વિશેષ મહત્વ હોવાને કારણે ભાવી ભક્તોએ રામદેવપીર મહારાજના દર્શન કર્યા હતા.

રામદેવપીર
રામદેવપીર

આ પણ વાંચો: રામદેવપીરના ભક્તો ઘોડા બનાવવાની તૈયારીમાં વ્યસ્ત, નોમના દિવસે કાઢશે વરઘોડો

બીજના દિવસે રામદેવપીરને ચડે છે 52 ગજનો લીલો નેજો

અષાઢી બીજના દિવસે ભાવી ભક્તોએ રામદેવપીર મંદિર પર 52 ગજનો લીલો નેજો ચડાવીને અષાઢી બીજની ધાર્મિક ઉજવણી કરી હતી. રામદેવપીરમાં આસ્થા ધરાવનાર પ્રત્યેક ભક્ત વર્ષ દરમિયાન આવતી બાર બીજના દિવસે રામદેવપીર મંદિરે જઈને દર્શન કરતા હોય છે. ત્યારે અષાઢી બીજ અને ભાદરવા મહિનામાં આવતી બીજનું વિશેષ મહત્વ હોવાને કારણે રામદેવપીરના ભક્તોએ ગીરનાર પર્વત પર આવેલા મંદિરમાં પગપાળા આવીને રામદેવપીરના દર્શન કરીને જાતને ધન્ય કરી હતી. રામદેવપીરમાં આસ્થા ધરાવનાર ભક્તો મનોકામના પૂર્તિ માટે પણ અહીં દર્શનાર્થે સમગ્ર વર્ષ દરમિયાન આવતા હોય છે. પરંતુ વર્ષમાં આવતી અષાઢી બીજ અને ભાદરવા મહિનાની બીજના દિવસે રામદેવપીરના દર્શન કરવાનું વિશેષ પુણ્ય પ્રાપ્ત થતું હોવાને કારણે અષાઢી બીજના દિવસે ભાવી ભક્તોએ રામદેવપીર મહારાજના દર્શન કરીને પોતાની જાતને ધન્ય કરી હતી.

ગિરનાર પર્વત
ભક્તોમાં અષાઢી બીજનું વિષેશ મહત્વ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.