ETV Bharat / city

જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી 35 દીપડાઓને જામનગરના ઝૂમાં ખસેડાશે - જામનગર ઝૂઓલોજિકલ પાર્ક

જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી 35 જેટલા દીપડાઓને જામનગર નજીક કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી મળતા ગ્રીન જિયોલોજિકલ રેસ્ક્યુ અને રિહેબિલિટેશન સેન્ટર ખાતે મોકલવામાં આવશે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આ અંગેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી 35 દીપડાઓને જામનગરના ઝૂમાં ખસેડાશે

author img

By

Published : Nov 30, 2020, 5:26 PM IST

Updated : Nov 30, 2020, 6:13 PM IST

  • જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી દીપડાઓની થશે બદલી
  • સક્કરબાગના દીપડાઓ હવે જામનગર ઝૂઓલોજિકલ પાર્કમાં જોવા મળશે
  • પ્રથમ તબક્કામાં 35 જેટલા દીપડાઓને મોકલાશે
    જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી 35 દીપડાઓને જામનગરના ઝૂમાં ખસેડાશે

જૂનાગઢ: કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી મેળવ્યા બાદ જામનગર નજીક બનાવવામાં આવેલા ગ્રીન જિયોલોજિકલ પાર્ક અને પુનર્વસન કેન્દ્રમાં જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી 35 જેટલા દીપડાઓને મોકલવાની મંજૂરી મળતા અત્યાર સુધીમાં 24 જેટલા દિપડાઓને મોકલવાની કામગીરી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય દ્વારા કરવામાં આવી છે, હવે આગામી દિવસોમાં બાકી રહેતા 11 દીપડાઓને મોકલીને પ્રથમ તબક્કાના સ્થળાંતરને પૂર્ણ કરવામાં આવશે.

સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય દીપડાઓ માટેનું એકમાત્ર પુનર્વસન કેન્દ્ર

જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય એશિયાનું જૂનું પ્રાણી સંગ્રહાલય છે. અહીં સમગ્ર ગુજરાતમાંથી દીપડાઓને લાવીને તેમની વર્તણુંક દિનચર્યા સહીત અનેક બાબતોને લઈને દીપડાઓ પર સંશોધન કરવામાં આવે છે. અહીં લાવવામાં આવેલા દીપડાઓ સમગ્ર ગુજરાતમાંથી માનવી દ્વારા શિકાર પામેલા અને અનાથ મળી આવતા તેમને અહીં રાખવામાં આવે છે જ્યાં અનાથ દીપડાઓને છોડીને અન્ય દીપડાઓને આજીવન કેદ કરવામાં આવે છે. આથી અહીં દીપડાઓની સંખ્યામાં પણ ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ખાનગી જિયોલોજિકલ પાર્કમાં દીપડાને મોકલવાથી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં દીપડાનું ભારણ ઘટશે. આથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખાનગી પાર્કમાં દીપડાઓને મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Last Updated : Nov 30, 2020, 6:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.