જૂનાગઢઃ સાહિત્ય જગતની એક એવી હસ્તી કે, જેનું નામ અમરવેલી સાથે જોડાયેલું છે અમરવેલી નામ પડતા જ સૌ કોઈના મુખે છ અક્ષરનું નામ એટલે રમેશ પારેખ આવ્યા વિના રહે ખરું અમરેલીની જમીન સાથે જોડાયેલા અને સમગ્ર રાજ્યની સાથે દેશના સાહિત્ય ક્ષેત્રમાં શબ્દોને કવિતાઓ થકી નાના એવા અમરેલીને ઉજ્જવળ કરનાર રમેશ પારેખની આજે 14મી પુણ્યતિથી છે તેમની આ પુણ્યતિથિ નિમિત્તે ETV ભારત પરિવાર તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરે છે. રમેશ પારેખ તેમની રચનાઓથી લઈને આજે પણ આપણી વચ્ચે આપણી આસપાસ ક્યાંક સતત હાજર હોય તેઓ અનુભવ આજે પણ થઈ રહ્યો છે.
ગુજરાતના ખ્યાતનામ કવિ રમેશ પારેખની આજે 14મી પુણ્યતિથિ સાહિત્ય અને ખાસ કરીને ગઝલ સાહિત્યમાં વિશેષ યોગદાન આપીને રમેશ પારેખે છેવાડાના એવા અમરેલીને રાજ્યના સાહિત્ય ફલક પર એવી રીતે ચમકાવી દીધો કે, અમરેલીની સાથે રમેશ પારેખ અવિસ્મરણીય રીતે જોડાઈ ગયા આજના દિવસે રમેશ પારેખની કેટલીક રચનાઓ યાદ કરીએ તો હર એક દ્વાર સ્તબ્ધ છે. 'હર એક ઘર છે ચુપ શેરીને ચોક આટલા કોના વગર છે ચુપ' આજે આ પંક્તિ અમરેલી માટે અક્ષરસહ સાચી થતી હોય તેવું લાગ્યા વિના ના રહે.
ગુજરાતના ખ્યાતનામ કવિ રમેશ પારેખની આજે 14મી પુણ્યતિથિ 'શબ્દોમાં ક્યાં સમાય છે તારી ને મારી વાત અર્થોમાં ક્યાં ગણાય છે તારી ને મારી વાત''રણ ખાલી-ખાલી આભ તળે એકલું નથી થઇ તરસ તરસ વિંઝાય છે તારી ને મારી વાત''ચક્રની જેમ ચાલી ચાલી ચાલી નીકળીએ''ભર્યા ઘરમાંથી અમે ખાલી ખાલી નીકળીએ'