- છૂટાછેડા થતા યુવકે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી
- 15 દિવસ પહેલા છૂટાછેડા થયા બાદ યુવક આઘાતમાં રહેતો હતો
- પરિવારજનોએ પોલીસને જાણ કરતા સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી
જામનગર: શહેરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં રહેતા યુવકના 15 દિવસ પહેલા છૂટાછેડા થયા હતા. આથી, આઘાત જનક થયેલા યુવકે પોતાના ઘરે જ ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે તપાસ કરતાં પરિવારજનોના જણાવ્યા અનુસાર, યુવકના 15 દિવસ પહેલા જ છૂટાછેડા થયા છે. જેનો આઘાત લાગતા ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.
આ પણ વાંચો: હિંમતનગર જિલ્લા પોલીસ વડા કચેરીની સામે યુવતીએ કરી આત્મહત્યા
પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી
જામનગરમાં સાધના કોલોની પાસે જડેશ્વર પાર્કમાં રહેતા જેન્તી અઘેડા નામના 29 વર્ષના યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. જોકે, પરિવારજનોએ તાત્કાલિક પોલીસને જાણ કર્યાં બાદ, પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસના તપાસમાં એવું બહાર આવ્યું કે, યુવકના 15 દિવસ પહેલા છૂટાછેડા થયા હતા જેના કારણે યુવક ડિપ્રેશનમાં રહેતો હતો અને બાદમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
આ પણ વાંચો: રાજકોટમાં સમરસ કોવિડ સેન્ટરના પાંચમા માળથી કૂદીને મહિલાએ કરી આત્મહત્યા