ETV Bharat / city

જામનગરમાં રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ દ્વારા ગરીબોને ઘઉંનુ વિતરણ કરાયું

જામનગરમાં લોકડાઉન દરમિયાન અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરીબોની મદદ કરવામાં આવી રહી છે. ત્યારે આજે સોમવારે રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ ભીખુભા વાઢેર દ્વારા ખોડિયાર કોલોની વિસ્તારમાં ગરીબોને 1500 મણ ઘઉંનું વિતરણ કરવામાં આવ્યું હતું.

jamnagar, Etv Bharat
jamnagar
author img

By

Published : Jun 8, 2020, 2:48 PM IST

જામનગરઃ જામનગરમાં લોકડાઉન દરમિયાન અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરીબોની મદદ કરવામાં આવી રહી છે. ત્યારે આજે સોમવારે રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ ભીખુભા વાઢેર દ્વારા ખોડિયાર કોલોની વિસ્તારમાં ગરીબોને 1500 મણ ઘઉંનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જામનગરમાં રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ દ્વારા ગરીબોને ઘઉંનુ વિતરણ
કોરોના વાઈરસને કારણે ઉભી થયેલી સંકટની ઘડીમાં દરેક લોકો એકબીજાને મદદ કરી રહ્યાં છે. ત્યારે જામનગરમાં પણ ભીખુભા વાઢેર દ્વારા ગરીબોને ઘંઉનું વિતરણ કરવામાં આવ્યું હતું. અગાઉ ભીખુભા વાઢેર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ગરીબોને સહાય કરવામાં આવી હતી. ત્યારે આજે ફરી જરૂરિયાતમંદોને 1500 મણ જેટલા ઘઉંનું વિતરણ કરવામાં આવ્યું છે, આ સાથે જ મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ પુરૂષો ઉમટી પડ્યા હતાં. મહત્વનું છે કે, સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને લોકોની ભીડ એકઠી ન થાય તે માટે પોલીસના બંદોબસ્ત સાથે ઘઉં વિતરણ કરવામાં આવ્યું હતું. આમ તો અનેક સેવાભાવી લોકોએ કોરોના કાળમાં ગરીબો અને શ્રમિકોની મદદ કરી છે. ત્યારે રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ દ્વારા પણ ગરીબોને મદદ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.