ETV Bharat / city

શંકરસિંહ વાઘેલાની રાજકારણીઓને સલાહ, કહ્યું - "આ કામ કરશો તો થશે કલ્યાણ"

author img

By

Published : May 4, 2022, 4:55 PM IST

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન(Former Chief Minister of Gujarat) શંકરસિંહ વાઘેલા જામનગર શહેરમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ(Bhagavat Saptah Jamnagar) શ્રવણ માટે ઉપસ્થિત થયા હતા. તેમણે કહ્યું હતું કે જો રાજકીય આગેવાનોનું કલ્યાણ થશે, તો જ પ્રજાનું પણ કલ્યાણ થશે. ભાગવત સપ્તાહનું આયોજન થયું છે. આ વ્યવસ્થા કાયમી થવી જોઈએ તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.

Bhagavat Saptah Jamnagar: શંકરસિંહ વાઘેલાએ સરકારને શું સલાહ આપી?

જામનગર: શહેરમાં ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ(Bhagavat Saptah Jamnagar) જ્ઞાનયજ્ઞના ચતુર્થ દિવસીય સત્રમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન(Former Chief Minister of Gujarat) શંકરસિંહ વાઘેલા કથા શ્રવણ માટે પધાર્યા હતા. તેઓએ પ્રખર ભાગવતાચાર્ય પૂજ્ય રમેશના ચરણોમાં વંદન કરીને તેઓની દિવ્યવાણીથી રાજકારણીઓનું કલ્યાણ થાય છે. જો રાજકીય આગેવાનોનું કલ્યાણ થશે, તો જ પ્રજાનું પણ કલ્યાણ થશે, તેવી વાત કરી હતી. આ ઉપરાંત યજમાન પરિવાર દ્વારા પ્રતિદિન આરતી સહિત અનેક કાર્યક્રમોમાં સમરસતાના કાર્યો કરવામાં આવી રહ્યા છે, તે કાર્યોને સરકાર દ્વારા ખાસ પોલીસી બનાવી તેનો અમલ કરવાની જરૂર છે, તેમ પણ જણાવ્યું હતું.

શંકરસિંહ વાઘેલાએ સરકારને આપી સલાહ

પરશુરામ જયંતિની રજા જાહેર કરવા શંકરસિંહ વાઘેલાની પહેલ - જ્યારે ગઈકાલની પરશુરામ જયંતિની તિથિ કે તે પર્વની ગુજરાતમાં રજા જાહેર(Parashuram Jayanti declared a public holiday) કરવાની મુખ્યપ્રધાનના કાળમાં પોતે પહેલ કરી હતી. જે હજુ ચાલુ છે. તેમ પણ જણાવ્યું હતું. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા તૃતીય દિવસના રાત્રી કાર્યક્રમમાં સૌપ્રથમ હાજર રહ્યા હતા, ત્યારે ધારાસભ્ય અને યજમાન હકુભા જાડેજા દ્વારા તેઓનું સન્માન કરાયું હતું. મોડી રાત્રી સુધી કલાકારો સાઈરામ દવે તથા બ્રિજરાજદાન ગઢવીની લોક સાહિત્યની વાતો(Stories of folk literature) મન ભરીને માણી હતી.

આ પણ વાંચો: Bhagavat Saptah Dwarka: આજથી દ્વારકામાં શરૂ થયો અનોખી ભાગવત સપ્તાહનો પ્રારંભ

શંકરસિંહ વાઘેલાએ સરકારને આપી સલાહ - ભાગવતાચાર્ય પૂજ્ય રમેશએ ધર્મની લડાઈ નહીં પરંતુ માનવતાનો ધર્મ પાળવા માટેની વાત કરી છે. આ ઉપરાંત યજમાન પરિવાર દ્વારા પોતાની માતાની સ્મૃતિમાં ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે. જેનો અનેક હાલારવાસીઓ લાભ મેળવી રહ્યા છે. પ્રતિદિન આરતીમાં અનાથ બાળકો, ગંગાસ્વરૂપા બહેનો, દલિત સમાજ, આદિવાસી સમાજ, વગેરેને સમરસતાના ભાગરૂપે જોડવાના જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જે અભિનંદનને પાત્ર છે. એટલું જ માત્ર નહીં, હકુભા જાડેજા દ્વારા કાર્ય કરાઈ રહ્યું છે, તે તો ટોકન માત્ર છે. પરંતુ સરકાર દ્વારા આ સમરસતાના ભાવને પોલીસી(Policy to the price of harmony) બનાવીને તેને કાયમી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ તેવો પણ ભાવ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: રમઝાન અને પરશુરામ જયંતિ પર્વની ઉજવણી ઘરમાં જ કરવાની વડોદરા પોલીસ કમિશ્નરની અપીલ

શંકરસિંહ વાઘેલાએ કાયમી વ્યવસ્થા પર મુક્યો વધુ ભાર - ગુજરાતની વિધવા બહેનો કે જેઓને ઘેર બેઠા ઘર ખર્ચ માટેના પૈસા મળતા રહે છે. તેવી કાયમી વ્યવસ્થા થવી જોઈએ તેમજ આવા સમરસતાના પ્રત્યેક કાર્ય પોલિસીના ભાગરૂપે ચાલુ રહેવા જોઈએ. તેવી વાત કરી હતી. ગઈ કાલના દિવસને વિશેષરૂપે યાદ કર્યો હતો. અક્ષય તૃતીયાની તિથિ, પરશુરામ જયંતી, અને ઈદના તહેવાર વિશે વાત કરતાં શંકરસિંહ વાઘેલા જણાવ્યું હતું, કે વર્ષો પહેલાં હું જ્યારે મુખ્યપ્રધાન હતો, ત્યારે પરશુરામ ભક્તો એવા લોકોએ પોતાની પાસે આવીને વાત કરી હતી, કે પરશુરામ ભગવાનના જન્મ જયંતીના દિવસે પણ રાજ્ય સરકાર દ્વારા રજા જાહેર કરવામાં આવે, ત્યારે મેં ક્ષત્રિય અગ્રણી તરીકે જે તે વખતે પરશુરામ જયંતિની રજા જાહેર(Parashuram Jayanti declared a public holiday) કરી હતી. તે ગુજરાતમાં હજુ સુધી ચાલુ છે. તેવી યાદ અપાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.