ETV Bharat / city

Water Shortage In Jamnagar: PM મોદીની મુલાકાત પહેલા જામનગરમાં મહિલાઓએ પાણી મુદ્દે ઠાલવ્યો આક્રોશ, 4 વર્ષથી પાણીની સમસ્યા

જામનગરમાં પાણીની સમસ્યા (Water Shortage In Jamnagar)ને લઇને મહિલાઓએ વિરોધ કર્યો હતો. મહિલાઓએ કોર્પોરેટર મારફતે PM મોદીને પાણી મુદ્દે અપીલ કરી હતી. જામનગરની મધુરમ સોસાયટીની મહિલાઓ પાણીની માંગણી કરી રહી છે. તેમણે આક્રોશ સાથે કહ્યું કે 4 વર્ષથી પાણી માટે રાહ જોવાઈ રહી છે.

Water Shortage In Jamnagar: PM મોદીની મુલાકાત પહેલા જામનગરમાં મહિલાઓએ પાણી મુદ્દે ઠાલવ્યો આક્રોશ, 4 વર્ષથી પાણીની સમસ્યા
Water Shortage In Jamnagar: PM મોદીની મુલાકાત પહેલા જામનગરમાં મહિલાઓએ પાણી મુદ્દે ઠાલવ્યો આક્રોશ, 4 વર્ષથી પાણીની સમસ્યા
author img

By

Published : Apr 18, 2022, 6:43 PM IST

જામનગર: જામનગરની મધુરમ સોસાયટી (Jamnagar Madhuram Society)માં છેલ્લા 4 વર્ષથી રહીશોને પાણી ન મળતા આક્રોશ જોવા મળી રહ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે જામનગર (PM Modi Jamnagar Visit) આવી રહ્યા છે ત્યારે મધુરમ સોસાયટીમાં વસવાટ કરતી મહિલાઓ આજરોજ એકઠી (Women Protest For Water In Jamnagar)થઈ હતી અને કોર્પોરેટર રચના નંદાણીયા મારફતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરતી જોવા મળી હતી.

મધુરમ સોસાયટીમાં તાત્કાલિક પાણી આપવામાં આવે તેવી માંગ.

આ પણ વાંચો: Water Problem in Summer : પાલનપુરમાં પાણીનો પોકાર શરૂ, પાણી નહીં અપાય તો હજુ ઉગ્ર આંદોલનની ચીમકી

હજુ સુધી પાઇપલાઇન નાંખવામાં નથી આવી- આ મહિલાઓ માંગ કરી રહી છે કે, મધુરમ સોસાયટીમાં તાત્કાલિક પાણી આપવામાં આવે. જો કે અહીં શહેરીજનોને પીવાનું પાણી (Drinking water supply In Jamnagar) ટાંકા મારફતે આપવામાં આવે છે, કારણ કે મહાનગરપાલિકા દ્વારા મધુરમ સોસાયટીમાં હજુ સુધી પાઇપલાઇન નાંખવામાં આવી નથી. મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ હતી અને PMને મધુરમ સોસાયટીમાં પાણી મળી રહે તેવી માંગ કરી છે.

પાણી માટે નર્મદાના નીર પર નિર્ભર- ઉનાળાની શરૂઆત થતાં અનેક જગ્યાએ પાણીના પોકાર ઊઠી રહ્યા છે. સૌરાષ્ટ્ર સુકો પ્રદેશ છે. તેમાં જામનગરમાં પીવાના પાણી માટે લોકોએ નર્મદાના નીર (narmada water in jamnagar) પર નિર્ભર રહેવું પડે છે. જામનગરમાં અનેક સોસાયટીઓ છે કે, જે સોસાયટીમાં હજુ સુધી નર્મદાનું પાણી પહોંચાડવામાં આવ્યું નથી જેના કારણે શહેરીજનો પાણીનો પોકાર બોલાવી રહ્યા છે.

આ પણ વાંચો: Water Problem in Summer : કચ્છમાં ડેમો તળિયા ઝાટક થતા લોકો-પશુધન તરસ્યા, "પાણીનો હલ ન થાય તો મંડાશે મોરચો"

4 વર્ષથી પાણી નથી આવતું- જામનગરની મધુરમ સોસાયટીની મહિલાઓએ વડાપ્રધાનને પાણીના મુદ્દે (Water Shortage In Jamnagar) અપીલ કરી છે. મધુરમ સોસાયટીમાં છેલ્લા 4 વર્ષથી પાણી નથી આવતું. મહિલાઓએ કોંગી કોર્પોરેટર રચના નંદાણીયા મારફતે PMને રજૂઆત કરતા કહ્યુંકે, સોસાયટીમાં પાણીના ટાંકા આવી રહ્યા છે પણ લાઇન નાખવામાં આવી ન હોવાથી લોકોને પાણી મળતું નથી. મધુરમ સોસાયટીમાં પોલીસ આવી જતા તમામ મહિલાઓ પોતાના ઘરે ચાલી ગઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.