- જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં
- વેક્સિન રજિસ્ટ્રેશન માટે ગ્રામમિત્ર કરી રહ્યા છે મદદ
- જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે શનિવારથી 18થી 44 વર્ષના નાગરિકોને વેક્સિન અપાશે
- જામનગર ગ્રામ્ય પંથકમાં 20 આરોગ્ય સેન્ટર પર વેક્સિનને આપવામાં આવશે
- એક કેન્દ્ર પર કો-વેક્સિન અને 19 કેન્દ્રો ઉપર કોવિશિલ્ડ રસી અપાશે
જામનગર : ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી દ્વારા આજે શનિવારથી તમામ જિલ્લાઓમાં વેક્સિનેશનની પ્રક્રિયા વેગવંતી બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે જામનગર ગ્રામ્ય પંથકમાં પણ કોરોના રસીકરણ અભિયાનમાં 18 વર્ષથી 44 વર્ષની વયના નાગરિકોને વેક્સિન આપવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : જામનગરમાં સનસાઈન સ્કૂલ ખાતે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 18થી 44 વયના લોકોનું રસીકરણ શરૂ
રસીકરણ પ્રકિયા વેગવંતી રજિસ્ટ્રેશનમાં પ્રબોલેમ ન થાય તે માટે ગ્રામ મિત્રની લેવાઈ મદદ
તાલુકાના ગ્રામ્ય વિસ્તારના દરેડ તાલુકા શાળા ખાતે ચાલતા વેક્સિનેશન કેન્દ્રમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન કરી અને તમામ આવતા લાભાર્થીઓને ખૂબ જ સરળતાથી ઓનલાઇન નોંધણી કરાવી વેક્સિન આપવામાં આવી રહી છે. જામનગરમાં આજે શનિવારથી તમામ 6 તાલુકાઓમાં કુલ 20 સેન્ટરો પર રસીકરણ કેન્દ્ર ખોલવામાં આવ્યા છે. જેમાં સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી વેક્સિન આપવામાં આવી રહી છે અને એક કેન્દ્ર પર મહત્તમ 200 લાભાર્થીઓને કોરોના વેક્સિન આપવામાં આવશે. જામનગરમાં ગ્રામ્ય પંથકમાં 18 વર્ષથી 44 વર્ષની વયના કુલ 4 હજાર લાભાર્થીઓને કોરોના વેક્સિન આપવાનું અભિયાન ખૂબ જોરશોરથી આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : જામનગરમાં વેકસીન માટે મંગળ-ગુરૂ-શનિવાર નક્કી
ઓછું ભણતર હોવાના કારણે ગ્રામજનો રજિસ્ટ્રેશન કરવામાં ઘણી ભૂલો કરી રહ્યા છે
જામનગરના ગ્રામ્ય પંથકમાં ફરજ રજિસ્ટ્રેશનમાં લોકોને કોઇપણ જાતની તકલીફ ન પડે તે માટે ગ્રામમિત્રની મદદ લેવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગ્રામ્ય પંથકમાં ઓછું ભણતર હોવાના કારણે ગ્રામજનો રજિસ્ટ્રેશન કરવામાં ઘણી ભૂલો કરી રહ્યા છે.