- જામનગરમાં છ દિવસ બાદ ફરી રસીકરણ શરૂ
- શહેરીજનોમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ
- દરેક આરોગ્ય કેન્દ્ર પર 100 લોકોને આપાઈ વેક્સિન
જામનગર: શહેરમાં કુલ 10 જગ્યા પર આ રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. તમામ કેન્દ્ર પર 100લોકોને રસી આપવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા તમામ શહેરીજનોને સમયસર કોરોના વેક્સિન મળી જાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો નથી. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
આ પણ વાંચો : દમણમાં 18થી વધુ વયના લોકો માટે રસીકરણ શરૂ
રજિસ્ટ્રેશન કરેલા લોકોને આપાઈ રસી
જામનગરના ગોમતીપુર આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં શહેરીજનો વહેલી સવારથી જ રસી લેવા માટે ઉમટ્યાં હતા અને શહેરીજનોમાં રસીકરણને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.