- ગઈકાલે સાંજના સમયે બન્ને યુવકો ડેમમાં પડ્યા હતા ન્હાવા
- ફાયર ટીમે એક યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો છે
- હજુ સુધી બીજા યુવકનો મૃતદેહ મળ્યો નથી
જામનગરઃ રણજીતસાગર ડેમમાં અવારનવાર ડૂબવાની ઘટનાઓ બની રહી છે. 18 એપ્રિલે બે યુવક રણજીતસાગર ડેમમાં ન્હાવા માટે પડ્યા હતા અને બન્ને યુવક ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જો કે, ફાયર ટીમે એક યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો છે. જ્યારે અન્ય બીજા એક યુવકના મૃતદેહની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ભરૂચ: નર્મદામાં ન્હાવા પડેલા 3 યુવાનો તણાયા, એકનો બચાવ
એક યુવકનો મૃતદેહ ઉંડા પાણીમાંથી ફાયર ટીમે શોધી કાઢ્યો
બન્ને યુવકો જામનગરના મેહુલનગર વિસ્તારના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. જો કે ફાયર ટીમે સમગ્ર રણજીતસાગર ડેમમાં બોટના માધ્યમથી શોધખોળ શરૂ કરવામાં આવી છે. પણ હજુ સુધી બીજા યુવકનો મૃતદેહ મળ્યો નથી.
આ પણ વાંચોઃ ભચાઉના શિકારપુર ગામ નજીક ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત નીપજ્યા
એકાએક બન્ને યુવકો પાણીમાં ડૂબ્યા હતા
જામનગરમાં મેહુલનગર વિસ્તારમાં રહેતા રણછોડભાઈ ચૌહાણ અને જેકી મકવાણા રણજીતસાગર ડેમ પર રવિવારની રજાના દિવસે ફરવા ગયા હતા. ત્યારે પીપરટોડા ગામ તરફ જવાના માર્ગ પાસે રણજીતસાગર ડેમમાં ન્હાવા પડ્યા હતા અને એકાએક બન્ને યુવકો પાણીમાં ડૂબ્યા હતા.