ETV Bharat / city

અનેક ઉપનામો ધરાવતા આ શહેરનો છે આજે સ્થાપના દિવસ, ખાંભીનું કરાયું વિશેષ પૂજન

જામનગરમાં રાજપૂત યુવા સંઘે (Jamnagar Rajput Yuva Sangh) નગરના 483મા સ્થાપના દિવસની ઉજવણી (Jamnagar Foundation Day Celebration) કરી હતી. આ સાથે જ અહીં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખાંભીનું પૂજન પણ (Worship of Khambhi in Jamnagar) કરવામાં આવ્યું હતું.

અનેક ઉપનામો ધરાવતા આ શહેરનો છે આજે સ્થાપના દિવસ, ખાંભીનું કરાયું વિશેષ પૂજન
અનેક ઉપનામો ધરાવતા આ શહેરનો છે આજે સ્થાપના દિવસ, ખાંભીનું કરાયું વિશેષ પૂજન
author img

By

Published : Aug 4, 2022, 4:00 PM IST

જામનગરઃ જામનગર શહેરનો આજે સ્થાપના દિવસ (Jamnagar Foundation Day Celebration) છે. ત્યારે હવે શહેર અને જિલ્લામાં રાજપૂત યુવા સંઘે (Jamnagar Rajput Yuva Sangh) નગરના 483મા સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. અહીં દરબારગઢ સર્કલથી પદયાત્રા યોજવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (Jamnagar BJP MLA Dharmendrasinh Jadeja) સહિતના ક્ષત્રિય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ અહીં ખાંભીનું પૂજન પણ (Worship of Khambhi in Jamnagar) કરવામાં આવ્યું હતું.

જામનગરને મળ્યા અનેક ઉપનામ

જામ રાવળે કરી હતી સ્થાપના - ઈ. સ. 1543 અને વિક્રમ સવંત 1596માં શ્રાવણ સુદ સાતમના દિવસે જામ રાવળે નગરની સ્થાપના (Jamrawal founded Jamnagar) કરી હતી, જે નવાનગર તરીકે જાણીતું થયું અને નવાનગર હાલ જામનગર તરીકે (Navanagar is known as Jamnagar) ઓળખાય છે. આથી શ્રાવણ સુદ સાતમ્ એટલે જામનગર શહેરનો સ્થાપના દિવસ (Jamnagar Foundation Day Celebration) છે. આજે જામનગરને 482 વર્ષ પૂર્ણ થઈ 483મો સ્થાપના દિવસ છે. આવો જામનગરના ઈતિહાસ (History of Jamnagar) પર નજર કરીએ.

આ રીતે શરૂ થઈ વિજયગાથા - શ્રાવણ સુદ સાતમ્ વિક્રમ સવંત 1596માં કચ્છ કિનારેથી રણ ઓળંગી સેના સાથે આવેલા જામ રાવળે (Jamrawal founded Jamnagar) વવાણિયા બંદર પાસે મોરાણા ગામ જીત્યું હતું. આ પ્રદેશનું શાસન દેદાતમાચી પાસે હતું. તેનો વધ કરીને આમરણ અને જોડીયા પંથક જીત્યું. ત્યાંથી જામ રાવળે આગેકૂચ કરી અને ખિલોશ ઉપર વિજય મેળવ્યો હતો.

રાજપૂત અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખાંભીનું કરાયું વિશેષ પૂજન

જામનગરનું જૂનું નામ નવાનગર હતું - જામ રાવળ જેમજેમ પ્રદેશો જીતતા ગયા તેમ તેમ તેમનું સામ્રાજય વિસ્તરતું ગયું હતું. જામ રાવળે મધ્યસ્થ રાજધાનીની જરૂર જણાતા જૂના નાગના પાસેથી રંગમતી અને નાગમતી નદીના સંગમ સ્થાને ઈ.સ. 1543 અને વિક્રમ સવંત 1596માં શ્રાવણ સુદ સાતમના દિવસે 2 ગાવ દૂર નગર સ્થાપ્યું, જે પાછળથી નવાનગર (Navanagar is known as Jamnagar) તરીકે જાણીતુ થયું અને નવાનગર હાલ જામનગર તરીકે ઓળખાય છે.

આ પણ વાંચો- Gujarat Sthapna Divas Celebration in Patan : ગુજરાત સ્થાપના દિવસે મુખ્યપ્રધાનના હસ્તે કેટલા કરોડના કામોનું ઈ લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે જાણો

આ રાજાએ ક્રિકેટ જગતમાં જામનગરને અપાવ્યું સ્થાન - જામનગરના રાજા દ્વારા જામનગરની સ્થાપના (Jamnagar Foundation Day Celebration) બાદ શહેરના વિકાસ માટે અનેક કામગીરી કરવામાં આવી હતી, જેમાં જામરાવળ (Jamrawal founded Jamnagar) શહેરને સ્થાપના બાદ પાયાની સુવિધાઓ પૂરી પાડી હતી. ત્યારબાદ રાજા રણમલે શહેરની મધ્યમાં રણમલ તળાવ બનાવ્યું હતું અને બાદમાં રાજા અજિતસિહંએ ક્રિકેટની (Jamnagar King Ajit Singh Cricket) દુનિયામાં જામનગરને સ્થાન આપ્યું હતું.

જામનગરને મળ્યા અનેક ઉપનામ - જામનગરના તમામ રાજવીઓએ શહેરને કંઈક નવું આપીને અનોખી ઓળખ આપી છે. જામનગર શહેરની સ્થાપનાથી (Jamnagar Foundation Day Celebration) અત્યાર સુધીમાં અનેક ઉપનામ મળ્યા છે, જેમાં હાલાર, નવાનગર (Navanagar is known as Jamnagar), જામનગર, છોટી કાશી, સોરાષ્ટ્રનું પેરિસ, બ્રાસ સિટી નામથી (Jamnagar is known as Brass City) ઓળખાય છે.

આ પણ વાંચો- Ahmedabad Foundation Day : ભારતના સૌથી મોટા સાતમાં શહેર અમદાવાદનો 612મો જન્મદિવસ, જાણો હેરિટેજ સિટી વિશે ખાસ વાતો

શિવ મંદિરો વિશેષ આકર્ષણ - જામનગર આયુર્વેદ યુનિવર્સિટી (Jamnagar Ayurvedic University), બાંધણી, ક્રિકેટ, બ્રાસ પાર્ટ સહિત અનેક બાબત માટે પ્રખ્યાત બન્યું છે. આ સાથે જ જામનગર જિલ્લામાં અનેક શિવમંદિરો આવેલા છે. આમાં વિશ્વમાં માત્ર ત્રણ જ એવા મંદિરો (Famous Shiva Temples in Jamnagar) છે કે, જેમા ચારેય દિશાએથી શિવજીના દર્શન થાય, જેમાંનું એક જામનગરમાં કાશી વિશ્વનાથનું મંદિર છે અને તે થકી જ જામનગરની છોટા કાશીનું બિરૂદ પ્રાપ્ત થયું છે.

અહીં થાય છે અખંડ રામધૂન - જ્યારે વિશ્વ વિખ્યાત બાલા હનુમાનનું મંદિર (Bala Hanuman Temple Jamnagar) પણ જામનગરની મધ્યમાં આવેલું છે. છેલ્લા કેટલાય વર્ષોથી અહીં અખંડ રામધૂન બોલાય છે. ભૂકંપ આવે કે, કોરોના કાળ આ તમામ સમયે પણ અહીં અખંડ રામધૂન બંધ નહતી થઈ. કોઈ પણ આપત્તિજનક સમયે પણ બાલા હનુમાન મંદિરમાં અખંડ રામધૂન બોલાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.